Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે એકેડેમિક અને પ્રોફેશ્નલ કોન્ફરન્સનું યોજાઈ હતી

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી અમદાવાદમાં થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે એકેડેમિક  ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને પ્રોફેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.એકેડેમિક  ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એકેડેમિક  ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતની વિવિધ યુનિવર્સિટીઓ ઉપરાંત કેમ્બà«
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આજે એકેડેમિક અને પ્રોફેશ્નલ કોન્ફરન્સનું યોજાઈ હતી
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી અમદાવાદમાં થઈ રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે પ્રમુખ સ્વામી મહારાજ નગર ખાતે એકેડેમિક  ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને પ્રોફેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
એકેડેમિક  ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 
એકેડેમિક  ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતની વિવિધ યુનિવર્સિટીઓ ઉપરાંત કેમ્બ્રિજ, હાવર્ડ, શિકાગો અને ટોરોન્ટોની યુનિવર્સિટીઓમાંથી કુલ 150 જેટલાં વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા. જેનું આયોજન ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ ધ આર્ટસ, ન્યુ દિલ્હી અને BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ન્યુ દિલ્લી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં મહાનુભાવોએ માર્ગદર્શન આપ્યું છે.
પૂ. બ્રહ્મવિહારી સ્વામી, BAPS
“પ્રમુખસ્વામી મહારાજે માનવતાનાં મૂળભૂત મૂલ્યોને મંદિરો દ્વારા પોષણ આપ્યું છે. નિર્માણાધીન આબુધાબી BAPS હિન્દુ મંદિર સંવાદિતાનું પ્રતીક છે.” 
ડો.સચ્ચિદાનંદ જોશી , ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ઓફ આર્ટસ
“પ્રમુખસ્વામી મહારાજ માત્ર શુભ વિચારોના જનક નહોતા, પરંતુ તેને અમલમાં મૂકી શકનાર કુશળ નેતા હતા. મંદિરોને સર્જવાની તો વાત દૂર રહી પણ આપણે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જિત મંદિરોના નામ પણ યાદ રાખી શકીએ કે કેમ તે પ્રશ્ન છે.” 
શ્રી શ્રીકૃષ્ણ જુગનુ, ભારતીય વાસ્તુવિજ્ઞાનના વિદ્વાન 
“સંસ્કૃતિ, કળા, સ્થાપત્ય, અને ધાર્મિક પરંપરાઓના રક્ષણ માટે આગમ શાસ્ત્રો, સંહિતાઓ, શિલ્પ શાસ્ત્રો અને પુરાણોએ  મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.”
મંદિર સ્થાપત્યના નિષ્ણાત, શ્રી જી . બી. દેગલુરકરે જણાવ્યું કે પ્રમુખસ્વામી મહારાજે ૧૧૦૦ જેટલાં મંદિર નિર્માણ દ્વારા હિંદુ સંસ્કૃતિને પુનર્જીવિત કરી છે. 
EARTH ના સ્થાપક ડો. યતિન પંડ્યાએ જણાવ્યું કે મંદિરો પરિવર્તન આણે છે. મંદિરો માનવનો ભગવાન સાથે નિકટ નાટો બાંધે છે. 
પ્રોફેશનલ કોન્ફરન્સ
પૂ. બ્રહ્મવિહારી સ્વામી, BAPS
“મુશ્કેલીના સમયમાં જે મનુષ્ય હિંમત ન ગુમાવે તેને ભગવાન સહાય કરે છે. આ નગર કષ્ટોની વચ્ચે સેવાના અદમ્ય ઉત્સાહથી આકાર પામ્યું છે. પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી શીખવા મળે છે કે કી રીતે પ્રસિદ્ધિની કામના કર્યા વગર શુભ કાર્ય કર્યા કરવું.”
શ્રી હેમલ પટેલ, પ્રમુખ, CREDAI ,ગુજરાત 
“પ્રમુખસ્વામી મહરાજની મહાનતાને પામવા 100 કોન્ફરન્સ કરવી પડે! પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જિત મંદિરો અને ખાસ કરીને 2૩  એકરમાં ૬ વરસમાં  નિર્મિત ગાંધીનગર અક્ષરધામ અને ૧૦૦ એકરમાં ૫ વરસમાં  નિર્મિત દિલ્લી અક્ષરધામ  રિયલ એસ્ટેટ ક્ષેત્રની વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે.” 
રજની અજમેરા, અજમેરા ગ્રુપ ઓફ કંપનીઝ
“આજે આપણે જે પણ કૈંક સિદ્ધ કર્યું છે તે સર્વે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદને આભારી છે. પ્રમુખસ્વામી મહારાજે  આપણાથી બનતો પુરુષાર્થ કરી પરિણામ ભગવાન પર છોડતાં શિખવાડ્યું.” 
પૂ. ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી , BAPS
“જો આપણે આપણાં પરિવારમાં મૂલ્યોને નહીં સીંચીએ તો પરિવાર ખોવાનો વારો આવશે.”
શ્રી રાહુલ પટેલ, (M/s Patel & Co., Chartered Accountants)
“આવા ભવ્ય અને સુંદર નગરનું સર્જન પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદને કારણે શક્ય બન્યું છે.”
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.