Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TOMATO : અધધ કિંમત , ચંદીગઢમાં 350 રૂપિયા, ગાઝિયાબાદમાં 250 રૂપિયા, હરિયાણામાં 225 રૂપિયા અને જમ્મુમાં 200 રૂપિયામાં ટામેટાં

અહેવાલઃ રવિ પટેલ  કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટામેટાના આકાશને આંબી રહેલા ભાવને ચકાસવા માટે એક દિવસ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો છતાં ચંદીગઢમાં તેની છૂટક કિંમત ગુરુવારે 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ગાઝિયાબાદમાં...
tomato   અધધ કિંમત   ચંદીગઢમાં 350 રૂપિયા  ગાઝિયાબાદમાં 250 રૂપિયા  હરિયાણામાં 225 રૂપિયા અને જમ્મુમાં 200 રૂપિયામાં ટામેટાં

અહેવાલઃ રવિ પટેલ 

Advertisement

કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટામેટાના આકાશને આંબી રહેલા ભાવને ચકાસવા માટે એક દિવસ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો છતાં ચંદીગઢમાં તેની છૂટક કિંમત ગુરુવારે 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ગાઝિયાબાદમાં ટામેટાં 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.

યુપીની રાજધાની લખનૌમાં ટામેટાં છૂટકમાં રૂ.160થી રૂ.180 પ્રતિ કિલો

Advertisement

ચંદીગઢના વેપારીઓનું કહેવું છે કે પંજાબ અને હિમાચલમાંથી સપ્લાય બંધ થઈ ગઈ છે, પરંતુ બેંગ્લોરથી ટામેટાં મંગાવવામાં આવ્યા છે. આનાથી દરોમાં ઘટાડો થશે. બીજી તરફ યુપીની રાજધાની લખનૌમાં ટામેટાં છૂટકમાં રૂ.160થી રૂ.180 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. દરમિયાન હરિયાણામાં ટામેટા 200 થી 225 રૂપિયા અને હિમાચલમાં 118 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા.

જમ્મુમાં ટામેટાંનો છૂટક ભાવ 180 થી 200 રૂપિયા પ્રતિ કિલો

Advertisement

બીજી તરફ જમ્મુમાં ટામેટાંનો છૂટક ભાવ 180 થી 200 રૂપિયા પ્રતિ કિલો હતો. બુધવારે જ સરકારે સહકારી મંડળીઓ-નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશનને ઉત્પાદક કેન્દ્રોમાંથી ટામેટાં ખરીદવા અને વ્યાજબી ભાવે તેનું વિતરણ કરવા સૂચના આપી હતી.

પોલીસ સુરક્ષા હેઠળ ટામેટાં 70 રૂપિયામાં વેચાયા
ગુરુવારે ગાઝિયાબાદમાં ટામેટાંની છૂટક કિંમત 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. બજાર સમિતિએ પોલીસ સુરક્ષા હેઠળ સાહિબાબાદમાં સસ્તા ટામેટાંનું કાઉન્ટર ઊભું કર્યું અને 70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યા

Tags :
Advertisement

.