Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ghaziabad : શ્વાનના કરડવાથી 14 વર્ષના બાળકનું મોત, પિતાના ખોડામાં બાળકે દમ તોડ્યો

યુપીના ગાઝિયાબાદમાં શ્વાનના કરડવાથી એક માસુમ બાળકનું મોત નિપજ્યું છે, શ્વાન કરડ્યાના થોડા જ દિવસમાં બાળકને હડકવા ઉપડ્યો હતો જેની જાણ પરિવારને મોડે મોડે થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જનામાં આવ્યો પરતું હોસ્પિટલમાંથી ઠોકર ખાઈ પરત ફરતા પિતાના ખોડામાં...
ghaziabad   શ્વાનના કરડવાથી 14 વર્ષના બાળકનું મોત  પિતાના ખોડામાં બાળકે દમ તોડ્યો

યુપીના ગાઝિયાબાદમાં શ્વાનના કરડવાથી એક માસુમ બાળકનું મોત નિપજ્યું છે, શ્વાન કરડ્યાના થોડા જ દિવસમાં બાળકને હડકવા ઉપડ્યો હતો જેની જાણ પરિવારને મોડે મોડે થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જનામાં આવ્યો પરતું હોસ્પિટલમાંથી ઠોકર ખાઈ પરત ફરતા પિતાના ખોડામાં બાળકે તડપતા તડપતા દમ તોડ્યો હતો.

Advertisement

માસુમ બાળક શ્વાન કરડવાથી મોત

ગાઝિયાબાદમાં 14 વર્ષના એક માસુમ બાળક શ્વાન કરડવાથી મોત નિપજ્યું છે, પડોશમાં રહેતી મહિલાના શ્વાને બાળકને મહિના અગાઉ બડકું ભર્યું હતું જો કે પિતાના ડરે બાળકે આ ઘટના અંગે પરિવારને કોઈ જાણ કરી ન હતી. પરતું બાળકના લક્ષણો બદલાતા તેનું વર્તન બદલાવા લાગ્યું હતું, જેમ કે પાણી જોઈને ડરવું ખાવા પીવાનું બંધ કરી દેવું તો ક્યારે ભસવા જેવો અવાજ કરવો, જેને લઈ પરિવારે જ્યારે ડોક્ટરોની સલાહ લીધી તો જાણવા મળ્યું હતું કે શ્વાન કરડતા ઈન્ફેક્શન હવે વધુ ફેલાઈ ગયું છે.

Advertisement

બાળકના પિતા સારવાર માટે હોસ્પિટલ ફરતા રહ્યા

આ અંગે પરિવારને જાણ થતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, બાળકને તત્કાલ સારવાર આપી ન શકાતા બાળકને હડકવા ઉપડતા પિતા સારવાર માટે ત્રણ દિવસ સુધી એમ્બ્યુલન્સમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ફરતા રહ્યા, એઈમ્સ દિલ્હી સહિત મેરઠ-ગાઝિયાબાદની હોસ્પિટલોએ હાથ અધ્ધર કરી દીધા હતા..અંતે પિતા ડોક્ટરને બતાવીને એમ્બ્યુલન્સમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે પિતાના ખોળામાં જ બાળકે તડપતા તડપતા દમ તોડ્યો હતો..

Advertisement

આપને જણાવી દઈએ કે રેબિસ એ હડકવાનો રોગ છે જે ભયંકર અને જીવલેણ છે, આ રોગ પશુઓના કરડવાથી થતો હોય છે, જે ચેતાતંત્ર અને માનસતંત્ર પર સીધો હુમલો કરે છે, હડકાયું શ્વાન કે પશુ કરડે ત્યારે તેની મોંની લાળમાં રહેલાં વાઈરસ શરીરમાં ઘા મારફતે દાખલ થાય છે. જે બાદ થોડા જ દિવસોમાં હડકવાના લક્ષણો દેખાવા લાગે છે. ગાય, ભેંસ, બળદ, ઘેટાં બકરાં, કૂતરાં, જંગલી જાનવરો વગેરેને થઈ આ રોગ શકે છે.

ગલીઓમાં રખડતા શ્વાનનોનો આતંક

મહત્વનું છે શહેરોની ગલીઓમાં રખડતા શ્વાનનોનો આતંક જોવા મળતો હોય છે જે કારણે અક્માતની અનેક એવી ઘટનાઓ બનતી હોય છે, ગાઝિયાબાદમાં શ્વાન કરડવાથી વાહલસોયા દિકરાએ જીવ ગુમાવતા પીડિત પરિવારે શ્વાનને પાળનાર મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

આ  પણ  વાંચો-ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કોગ્રેસની આ પોસ્ટને લઇને કર્યા પ્રહાર

Tags :
Advertisement

.