Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં ફરી એકવાર CNGના ભાવમાં થયો વધારો, જાણો નવો ભાવ

દેશમાં ચાલી રહેલી મોંઘવારી વચ્ચે શનિવારે દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો રવિવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. તે જ સમયે, સીએનજીમાં 2 રૂપિયાના વધારા પછી, દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત 73.61 રૂપિયા, નોઇડા અને ગાઝિયાબાદમાં 76.17 રૂપિયા, ગુરુગ્રામમાં 81.94 રૂપિયા, અજમેર અને પાલીમાં 83.88 રૂપિયા, મેરઠ, શામલી અને મુઝફ્ફરનગરમા
દિલ્હીમાં ફરી એકવાર cngના
ભાવમાં થયો વધારો  જાણો નવો ભાવ

દેશમાં ચાલી રહેલી
મોંઘવારી વચ્ચે શનિવારે દિલ્હી અને તેની આસપાસના શહેરોમાં
CNGની કિંમતમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો કરવામાં
આવ્યો છે. નવી કિંમતો રવિવારે સવારે
6 વાગ્યાથી લાગુ થશે. તે
જ સમયે
, સીએનજીમાં 2 રૂપિયાના વધારા
પછી
, દિલ્હીમાં એક કિલો સીએનજીની કિંમત 73.61 રૂપિયા, નોઇડા અને ગાઝિયાબાદમાં 76.17 રૂપિયા, ગુરુગ્રામમાં 81.94 રૂપિયા,
અજમેર અને પાલીમાં 83.88 રૂપિયા, મેરઠ, શામલી અને મુઝફ્ફરનગરમાં 80.84 રૂપિયા છે. અને કાનપુર અને ફતેહપુર 85. 40 રૂપિયા થઈ
ગયા છે.

Advertisement

Indraprastha Gas Limited (IGL) has hiked the price of Compressed Natural Gas (CNG) in Delhi by Rs 2 per kg to Rs 73.61 per kg.

The new price will come into effect from tomorrow, May 15 pic.twitter.com/yIdAl4jXY3

— ANI (@ANI) May 14, 2022

" title="" target="">javascript:nicTemp();

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડીઝલ અને CNG-PNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સામાન્ય લોકો સામે સંકટ ઉભુ
થયું છે. મુંબઈમાં એક દિવસ પહેલા જ
CNG અને PNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. મુંબઈમાં, મહાનગર
ગેસ લિમિટેડે બુધવારે જ
CNG 5 રૂપિયા પ્રતિ કિલો અને PNG
4.50 રૂપિયા પ્રતિ ક્યુબિક મીટર વધાર્યો હતો, ત્યારબાદ
મુંબઈમાં
CNG 72 રૂપિયા અને PNG 45.50 રૂપિયામાં
વેચાઈ રહ્યો છે.
દેશભરમાં
મોંઘવારીએ માજા મુકી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, શાકભાજીથી લઈને તમામ વસ્તુઓના ભાવ
આસમાને પહોંચ્યા છે. તેમા પણ રશિયા યુક્રેન યુદ્ધના પગલે ઈંધણના ભાવમાં તો ધરખમ
વધારો થઈ રહ્યો છે. સાથે સાથે ગેસના ભાવમાં પણ ખુબ જ વધારો થયો છે. હાલમાં જ ફરી
ગેસમાં રૂ.2નો ભાવવધારો કરવામાં આવ્યો છે. 

Advertisement

Tags :
Advertisement

.