પત્નીના ભરણ-પોષણ માટે 29 હજારની પરચુરણ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ, પૈસા ગણવામાં પોલીસને છૂટ્યો પરસેવો
ગ્વાલિયરમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કોર્ટ વિવાદમાં પતિએ પત્નીને ભરણપોષણ તરીકે આપવાની રકમ ન મોકલતાં વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. પત્નીએ આ અંગે કોર્ટમાં ફરિયાદ કરતાં ફેમિલી કોર્ટમાંથી પતિ વિરુદ્ધ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટનો અમલ કરાવવા માટે પોલીસે પતિ બલદેવ અગ્રવાલને કસ્ટડીમાં લીધો અને કોતવાલી પોલીસ સ્ટેશનમાં બંધ કરી દીધો. પોલીસે તેની સામે શરત મૂકી કે જો તે પત્નીના ભરણપોષણ પેટે 30,000 રૂપિયા જમા કરાવે તો તેને છોડી દેવામાં આવશે.
પરંતુ મીઠાઈના વેપારી બલદેવ અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ અત્યારે પૈસા આપી શકતા નથી, જો તેમને એક દિવસનો સમય મળશે તો તેઓ પૈસાની વ્યવસ્થા કરી દેશે. પરંતુ જ્યારે પોલીસે સ્પષ્ટપણે તેને પૈસા તાત્કાલિક જમા કરાવવા કહ્યું ત્યારે તેણે છોકરાને તેના ઘરે મોકલી દીધો અને ચિલ્લર ભરેલી બે બોરીઓ મંગાવી. જેમાં 29600નું ચિલર નીકળ્યું હતું. બલદેવ અગ્રવાલે બાકીના ચારસો રૂપિયા રોકડામાં જમા કરાવ્યા હતા, પરંતુ બે કોથળામાં ભરેલ ચિલ્લર ગણતા પોલીસને નાકે દમ આવી ગયો.
કોઈએ મોબાઈલથી આ ગણતરીનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો, જેમાં પોલીસ હવે હાસ્યનું પાત્ર બની રહી છે. બીજી તરફ કેટલાક લોકો પોલીસની જવાબદારીના વખાણ પણ કરી રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી વિવાદ ફેમિલી કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો, કોર્ટના આદેશ પ્રમાણે પતિએ દર મહિને તેની પત્નીને રૂપિયા 5 હજાર ભરણપોષણ પેટે આપવાના હતા. પરંતુ ગત મહિનાથી બલદેવ અગ્રવાલે આ રકમ પત્નીને નહોતી આપી.. ત્યારે તેણે ન્યાયાલયમાં કોર્ટના આદેશની અવહેલનાની ફરીયાદ કરી હતી. જેને લઇને કોર્ટે પતિ બલદેવ અગ્રવાલ વિરુદ્ધ વોરંટ જારી કર્યુ હતું.