માત્ર ૮ મિનિટમાં 200 દાખલા ગણીને સ્ટેટ લેવલ મેન્ટલ એરીથમેટિક સ્પર્ધામાં ગોંડલની 10 વર્ષની સાક્ષી બની ચેમ્પિયન
અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ અંતે તો તે માનવ મગજ ની જ ઉત્પત્તિ ને..અને એમાં પણ જ્યારે નાના બાળકોને કાઈ પણ પડકારજનક કાર્ય મળે તો તેમાં માનવ મગજનો નિખાર કંઇ અલગ જ જોવા મળતો હોય છે. ગોંડલના નાના 13 ભૂલકાઓ એ ફરી થી એક વખત આવો જ કમાલ કરી બતાવ્યો છે.
જ્યાં એક એક સેકન્ડ કિંમતી હોય અને પોતાની ઝડપ , એકાગ્રતા , તર્કશક્તિ અને ગાણિતિક ક્ષમતા સાબિત કરવાની હોય એવી યુસીમાસની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા બરોડા ખાતે તા.25 જૂનના રોજ યોજાઈ. જેમાં અલગ-અલગ લેવલની સ્પર્ધામાં 1600થી પણ વધુ બાળકોએ સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો. કોઈ પણ પ્રકારના કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રોનિક સાધન ની મદદ વગર માત્ર 8 મિનિટ માં 200 અઘરા દાખલા આ બાળકોએ ઉકેલવાના હતા. જેમાં માત્ર 10 વર્ષ ની સાક્ષી સુરેશભાઈ ભુવાએ માત્ર 8 જ મિનિટમાં પલક ઝપકાવતા 200 દાખલા ગણી ને Z3 કેટેગરીમાં ચેમ્પિયનનો એવોર્ડ મેળવ્યો અને તેમને યુસીમાસ ઇન્ડિયાના સીઈઓ ડો સ્નેહલ કારીયાના હસ્તે ટ્રોફી અને સર્ટિફિકેટ અપાયા. જ્યારે આ જ કેટેગરીમાં ખીમણી પુષ્ટિ નિમેશભાઈએ પ્રથમ રેન્ક મેળવ્યો.
A3 કેટેગરીમાં ઠુમર શ્યામ પ્રવીણભાઈએ પણ પ્રથમ રેન્ક મેળવીને રંગ રાખ્યો.અન્ય બાળકોમાં સાવલિયા વીરાનીએ સેકન્ડ રેન્ક , B3 કેટેગરીમાં રાઠોડ શ્રેયએ 3rd રેન્ક , હિતાર્થ ઉનડકટે Z3માં 4th રેન્ક અને આરોહી કારીયાએ Z2માં 4th રેન્ક અને યશવી ગજેરાએ 5th રેન્ક મેળવ્યો.પારખિયા કામાક્ષી , ચિંતન બરવાડિયાને મેરીટ રેન્ક , જ્યારે નગરિયા પુરવાંગ ,વડોદરિયા જેની અને સૌમ્યા ક્યાડાને ઝોનલ એવોર્ડ થી સિમ્પલીસીઓ ,મેહુલ જોશી , અપેક્ષા પટેલ દ્વારા 2 જુલાઈ રવિવારે બરોડા ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતર સન્માનિત કરાયા હતા
આ બાળકો ને તૈયાર કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર અને પરફેક્ટ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરના ડાયરેક્ટર રજનીશ રાજપરાની સાથે વાત કરતા તેમણે જણાવેલ કે હવે સમય આવી ગયો છે કે બાળકો નવી એજ્યુકેશન પોલિસી મુજબ તૈયાર થાય. વર્તમાન સમયમાં માત્ર ભણતર જ નહીં , પરંતુ દરેક બાળક પાસે કોઈને કોઈ એક એવી સ્કિલ પણ જોઈશે કે જે તેને ભવિષ્યમાં બીજાથી અલગ છે તેવું બતાવે અને આવા જ વિદ્યાર્થીઓ આજે અને ભવિષ્યમાં સમાજમાં યોગ્ય સ્થાન મેળવી શકશે.
અબેકસ પદ્ધતિ બાળકો માટે તેમની બ્રેઇનની તમામ પ્રકાર ની શક્તિઓ ને જાગૃત કરીને તેમને સ્પીડ , એક્યુરસી , કોન્સન્ટ્રેશન , લોજિક એપ્લિકેશન ડેવલપ કરે છે .બાળકોનું વિઝન અને વિઝ્યુઅલાઇઝેશન પાવરફુલ બનાવે છે .આ બાળકોને તમે કોઈ પણ મોબાઈલ નમ્બર આપોને એ તમને એક જ સેકન્ડમાં તેનો જવાબ આપી શકે છે તો અમુક બાળકો તો માત્ર 2 મિનિટ માં 100 ગુણાકાર , ભાગાકાર કરી બતાવે છે.આ બાળકોને તૈયાર કરવા માટે પરફેક્ટના રજનીશ રાજપરા ,દિવ્યેશ સાવલિયા , ક્રિષ્ના રૈયાણી , કાવ્યા સાવલિયા , ઈશા ટાંક , સયદા બાલાપરિયા એ જહેમત ઉઠાવેલ.ગોંડલના આવા હોનહાર બાળકોને હિતેશભાઈ દવે ,યતિન સાવલિયા , અશોકભાઈ શેખડા ,ગોપાલ સખીયા , જીગર સાટોડીયા ,નિવૃત આચાર્ય શ્રી ઉકાણી સાહેબ વગેરે દ્વારા શુભેચ્છાઓ અપાઈ રહી છે.