Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs SA Final : ભારતે ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય

IND vs SA Final : T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન, બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારત અને આફ્રિકા...
ind vs sa final   ભારતે ટોસ જીતીને બેટિંગનો લીધો નિર્ણય

IND vs SA Final : T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન, બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારત અને આફ્રિકા બંને એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી ગયા છે.દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત વિશ્વ કપ (T20 અને ODI)ની ફાઇનલમાં પહોંચી છે અને તેની પાસે ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાની તક છે. જ્યારે ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપ ઈતિહાસની પ્રથમ સિઝન જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો.

Advertisement

ભારતીય ટીમ ત્રીજી વખત ફાઈનલ રમવા આવી છે

Advertisement

હવે 17 વર્ષ બાદ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાની તક છે. આ વખતે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 68 રને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. સૌ પ્રથમ, ફાઈનલ પ્રથમ સિઝન એટલે કે 2007માં રમાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ પણ જીત્યું હતું. 7 વર્ષ પછી એટલે કે 2014 સીઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ શ્રીલંકાના હાથે હાર થઈ હતી. હવે આ ત્રીજી ફાઈનલ છે.

Advertisement

ભારત અને આફ્રિકા વચ્ચે હેડ- ટૂ -હેડ

કુલ ODI મેચ: 91, ભારત જીત્યું: 40, દક્ષિણ આફ્રિકા જીત્યું: 51, પરિણામ નથી: 3
કુલ T20 મેચ: 26, ભારત જીત્યું: 14, દક્ષિણ આફ્રિકા જીત્યું: 11, પરિણામ નથી: 1
કુલ ટેસ્ટ મેચ: 44, ભારત જીત્યું: 16, દક્ષિણ આફ્રિકા જીત્યું: 18, ડ્રો: 10

બંને ટીમના ખેલાડીઓ

ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકાની ટીમ: ક્વિન્ટન ડી કોક (wk), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્કિયા અને તબરેઝ શમ્સી.

આ પણ  વાંચો  - MS DHONI ને મેદાનમાં મળનાર યુવકે GUJARAT FIRST સાથે કરી ખાસ વાતચીત

આ પણ  વાંચો  - IND Womens vs SA Women : સ્મૃતિ મંધનાએ દક્ષિણ આફ્રિકાના બોલરોની લીધી ક્લાસ, રચ્યો ઈતિહાસ

આ પણ  વાંચો  - IND vs ENG: રોહિતે રચ્યો ઇતિહાસ, આ કારનામું કરનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન

Tags :
Advertisement

.