Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sikkim Massive Landslides: ઉત્તરી સિક્કીમમાં અવિરત વરસાદ વચ્ચે ભૂસ્ખલન, 1 વ્યક્તિનું મોત

Sikkim Massive Landslides: દેશના મોટાભાગના રાજ્યો અને શહેરમાં ભારે વરસાદ સાથે માનવીય સ્થિતિ કફોડી બની રહી છે. તે ઉપરાંત પહાડી વિસ્તારમાં પણ વરસાદ સાથે ભૂસ્ખલન (Landslides) ની ઘટના બની રહી છે. ત્યારે તાજેતરમાં સિક્કીમ (Sikkim) ના ઉત્તરી વિસ્તારમાં આવેલા એક...
sikkim massive landslides  ઉત્તરી સિક્કીમમાં અવિરત વરસાદ વચ્ચે ભૂસ્ખલન  1 વ્યક્તિનું મોત

Sikkim Massive Landslides: દેશના મોટાભાગના રાજ્યો અને શહેરમાં ભારે વરસાદ સાથે માનવીય સ્થિતિ કફોડી બની રહી છે. તે ઉપરાંત પહાડી વિસ્તારમાં પણ વરસાદ સાથે ભૂસ્ખલન (Landslides) ની ઘટના બની રહી છે. ત્યારે તાજેતરમાં સિક્કીમ (Sikkim) ના ઉત્તરી વિસ્તારમાં આવેલા એક માનવીય વિસ્તારમાં ભૂસ્ખલન (Landslides) ની ઘટના બની છે. આ ઘટનામાં અનેક લોકો ઘર વિહોણા થઈ ગયા છે. તે ઉપરાંત અનેક લોકો પથ્થર પડવાને કારણે ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.

Advertisement

  • પહાડી જિલ્લાઓમાં વરસાદને કારણે સ્થિતિ કફોડી બની

  • પ્રાથમિક જરુરિયાતો શરણાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી

  • રાષ્ટ્રીય માર્ગ 10 પહેલાથી જ ભારે વરસાદને કારણે બંધ

હાલમાં, આ વિસ્તારમાં અનેક પ્રવાસીઓ પણ ફંસાયા છે. જોકે આ સ્થિતિમાં Sikkim ના ઉત્તરી વિસ્તારમાં આવેલી તિસ્તા નદીને કારણે નદીના કાંઠે આવેલા તમામ ઘર પત્તાની મહેલની જેમ ધરાશાહી (Massive Landslides) થઈ ગયા હતાં. ત્યારે Sikkim ના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ દ્વારા બચાવ કામગીરી કડક રીતે કરવાની સૂચના (Massive Landslides) પાઠવવામાં આવી છે. ત્યારે આ ઘટનામાં એક વ્યક્તિની લાશ મળી આવી છે. તે ઉપરાંત આ વિસ્તારમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પણ કામ નથી કરી રહી.

Advertisement

પ્રાથમિક જરુરિયાતો શરણાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી

જોકે Sikkim માં ગઈકાલની રાતથી સતત ભારે વરસાદ (Massive Landslides) થઈ રહ્યો છે. તેનાથી Sikkim ના અનેક વિસ્તારમાં વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે. તો પહાડી અને નદીની નજીક આવેલા વિસ્તારોમાંથી લોકોનું સ્થાળાંતર કરાવવામાં આવ્યું છે. પોલીસ વિભાગ અને બચાવ કર્મીઓ ખડપગે નાગરિકો સાથે ઉભા છે. તે ઉપરાંત રાહત શિબિરની અંદર તમામ પ્રકારની પ્રાથમિક જરુરિયાતો શરણાર્થીઓને પૂરી પાડવામાં આવી રહી છે.

Advertisement

રાષ્ટ્રીય માર્ગ 10 પહેલાથી જ ભારે વરસાદને કારણે બંધ

તે ઉપરાંત તીસ્તા નદીમાં સ્થિતિ બેકાબૂ થતાની સાથે તીસ્તાબાજારથી દાર્જિલિંગ જવાનો સંપૂર્ણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તો મળતી માહિતી અનુસાર, Sikkim અને બંગાળના પહાડી જિલ્લાઓમાં (Massive Landslides) વરસાદને કારણે સ્થિતિ કફોડી બની છે. તો બીજી તરફ Sikkim માં આવેલો રાષ્ટ્રીય માર્ગ 10 પહેલાથી જ ભારે વરસાદને કારણે બંધ કરવાની જરૂર આવી પડી છે.

આ પણ વાંચો: Maharashtra : અજિત પવારના પત્ની સુનેત્રા પવારે રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન ભર્યું…

Tags :
Advertisement

.