Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghvi : સુરત, દ્વારકા, ખેડામાં પોલીસનું મેગા ઓપરેશન! ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) હાકલ બાદ પોલીસ એકશન મોડમાં આવી છે. 'નો ડ્રગ્સ મુહિમ' ઝુંબેશ (No Drugs Campaign) હેઠળ પોલીસે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) અને ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના ઉધનામાંથી SOG એ રૂ.33...
harsh sanghvi   સુરત  દ્વારકા  ખેડામાં પોલીસનું મેગા ઓપરેશન  ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની (Harsh Sanghvi) હાકલ બાદ પોલીસ એકશન મોડમાં આવી છે. 'નો ડ્રગ્સ મુહિમ' ઝુંબેશ (No Drugs Campaign) હેઠળ પોલીસે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાંથી મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) અને ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરતના ઉધનામાંથી SOG એ રૂ.33 લાખનું 363 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે દ્વારકાનાં (Dwarka) દરિયાકાંઠાથી 23.63 કિલો ચરસ, જેની કિંમત અંદાજે 11.84 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે, ઝડપી પડાયું છે. ઉપરાંત, ખેડામાં (Kheda) મેફેડ્રોન ડ્રગ્સ સાથે પરપ્રાંતીય ઈસમની ધરપકડ કરાઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુપૂર્ણિમા પર્વની (Gurupurnima festival) ઉજવણી પણ કરી હતી.

Advertisement

ઉધના વિસ્તારમાં SOG નો સપાટો

રાજ્યમાં માદક પદાર્થોની હેરાફેરી સામે 'નો ડ્રગ્સ' મુહિમ ચલાવવામાં આવી રહી છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં પોલીસ વિભાગને રાજ્યમાંથી માદક પદાર્થોની હેરાફેરી પર અંકુશ લાવવા આદેશ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રીની (Harsh Sanghvi) હાકલ બાદ પોલીસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરી કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ (MD Drugs) અને ચરસનો જથ્થો જપ્ત કર્યો છે અને બે ઇસમની ધરપકડ પણ કરી છે. માહિતી મુજબ, સુરતમાં SOG ની ટીમે બાતમીના આધારે ઉધના (Udhna) વિસ્તારમાંથી 363 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પડાયું છે, જેની કિંમત અંદાજે 33 લાખ રૂપિયા થયા છે. આ કાર્યવાહીમાં રાજસ્થાનનાં યુવકની અટકાયત કરવામાં આવી છે.

Advertisement

દ્વારકા અને ખેડામાંથી લાખો રૂપિયાનું ડ્રગ્સ મળ્યું

ઉપરાંત, દ્વારકાનાં (Dwarka) મોજાપ ગામનાં દરિયાકાંઠેથી 11.84 કરોડની કિંમતનું 23.63 કિલો ચરસ મળી આવ્યું છે. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસનાં 21 પેકેટ મળી આવ્યા હતા. આ સાથે છેલ્લા બે માસમાં વિવિધ સ્થળેથી 136 જેટલા ચરસનાં પેકેજ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં રૂ. 73.70 કરોડનું કુલ 147 કિલોથી વધુનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે. આ સિવાય ખેડામાં પણ પોલીસે કાર્યવાહી કરીને સેવાલિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી આપ્યો છે. માહિતી મુજબ, સેવાલિયામાંથી રૂ.14.90 લાખથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે એક પરપ્રાંતીય ઇસમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછમાં ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી (Madhya Pradesh) રાજકોટ પહોંચાડવાનો ઘટસ્પોટ થયો હતો. આ કેસમાં ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

બીજી તરફ આજે ગુરુ પૂર્ણિમાનો (Gurupurnima Festival) શુભદિન હોવાથી સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરી હતી. દરમિયાન, તેમણે ત્યાં હાજર સૌ કોઈને ગુરુપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સરકારનાં નિયમોનું પાલન થાય તે જરૂરી છે. સુવિધા સૌ કોઈને જોઈએ પરંતુ નિયમો પાળતા નથી. નાગરિકોએ સરકારનાં નિયમોનું પાલન કરી નાગરિકત્વની ફરજ બજાવવી જોઈએ.

આ પણ વાંચો - Godhra : બાંગ્લાદેશના હિંસક આંદોલનમાં 22 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં! દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો અને પછી..!

આ પણ વાંચો - Kheda: પોલીસે સેવાલિયા પાસેથી 14.90 લાખનું ડ્રગ્સ ઝડપી પાડ્યું, એકની કરી અટકાયત

Tags :
Advertisement

.