Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રોંગ સાઇડ વાહનો ચલાવનાર સામે થશે પોલીસ ફરિયાદ

VADODARA : આજથી વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે. જે આગામી 28, જુન સુધી ચાલશે. જેમાં રોંગ સાઇડ વાહન હાંકનાર ચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવનાર છે. દિવસેને દિવસે રોંગ સાઇડ વાહન ચાલકો...
vadodara   રોંગ સાઇડ વાહનો ચલાવનાર સામે થશે પોલીસ ફરિયાદ

VADODARA : આજથી વડોદરા ટ્રાફીક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે. જે આગામી 28, જુન સુધી ચાલશે. જેમાં રોંગ સાઇડ વાહન હાંકનાર ચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવનાર છે. દિવસેને દિવસે રોંગ સાઇડ વાહન ચાલકો જોખમ ઉભુ કરી રહ્યા હોય તેવી સ્થિતી વચ્ચે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા શરૂ કરવામાં આવનાર ડ્રાઇવને લઇને લોકોમાં ભારે ઉત્સુકતા છે.

Advertisement

28, જુન સુધી ડ્રાઇવ ચાલશે

શહેરના કોઇ પણ વિસ્તારમાં રોંગ સાઇડ વાહન ચાલકો પસાર થતા નજરે પડતા હોય છે. કેટલીક વખત રોંગ સાઇડમાં આવતા વાહનો સાચી દિશામાંથી આવતા વાહન માટે જોખમ પણ ઉભુ કરે છે. આ રીતે અગાઉ જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે. ત્યારે હવે વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા આ પ્રકારના તત્વો પર લગામ કસવા માટે આજથી વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રોંગ સાઇડ આવતા વાહનો સામે 28, જુન સુધી ડ્રાઇવ ચાલશે. જેમાં રોંગ સાઇડ આવનાર વાહનો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

નિયમોનું પાલન કરવા જણાવાયુ

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, રોંગ સાઇડ વાહન ચલાવનાર વિરૂદ્ધ IPC 279, અને એમવી એક્ટ - 184 મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ સાથે જ પોલીસ દ્વારા રોંગ સાઇડ વાહન ન હંકારીને ટ્રાફીકના નિયમોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું છે. હવે આજે પોલીસની કાર્યવાહીમાં કેટલા રોંગ સાઇડ વાહન ચાલકો સામે કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલના બેદરકાર કેન્ટીન સંચાલકને સામે મોટી કાર્યવાહીની તૈયારી

Advertisement
Tags :
Advertisement

.