Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સોની પરિવારને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર ચાર ઝબ્બે

VADODARA : તાજેતરમાં વડોદરાના મરકપુરા વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. હાલ પરિવારના મોભી ચેતન સોની સારવાર હેઠળ છે. જેમનું ડીડી લેવામાં આવ્યું હતું. તેમાં તેમણે ચાર લોકો પાસેથી પૈસા વ્યાજે લેવામાં...
vadodara   સોની પરિવારને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર ચાર ઝબ્બે

VADODARA : તાજેતરમાં વડોદરાના મરકપુરા વિસ્તારમાં સામુહિક આપઘાતનો મામલો સામે આવ્યો હતો. જેમાં પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યા છે. હાલ પરિવારના મોભી ચેતન સોની સારવાર હેઠળ છે. જેમનું ડીડી લેવામાં આવ્યું હતું. તેમાં તેમણે ચાર લોકો પાસેથી પૈસા વ્યાજે લેવામાં મદદ લીધી હોવાનું જણાવ્યું હતું. જે બાદ પોલીસે ચારેયની ધરપકડ કરી લીધી છે. અને આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ઝેરી પદાર્થ ભેળવીને હત્યાનો પ્રયાસ

સમગ્ર ઘટનાને લઇને ACP પ્રણવ કટારીયા જણાવે છે કે, મકરપુરા પોલીસ મથકમાં IPC કલમ 302, 307, 328, અને 201 મુજબ ગુનો દાખલ થયો હતો. આ ગુનાની હકીકત એવી હતી કે, આરોપી ચેતનભાઇ સોનીએ પત્ની, પિતા અને પુત્રને ઝેરી પદાર્થ ભેળવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસને દવાખાના વર્ધી મળી તે પહેલા ચેતનભાઇ સોનીના પિતા, તેમની પત્નીનું અવસાન થયું હતું. જે તે સમયે તેમના પુત્ર જીવીત હતા. ગુનો દાખલ થયા બાદ તેમના પુત્રનું અવસાન થયું હતું.

ડાઇંગ ડિક્લેરેસન લીધું

વધુમાં તેમણે જણાવ્યું કે, આરોપી ચેતનભાઇ એકલા જ જીવીત છે. તેમણે પોતે પણ ઝેર પીધું હતું. હવે તેઓ બોલી શકે તેવી હાલતમાં છે, એટલે પોલીસે તેમનું ડાઇંગ ડિક્લેરેસન લીધું હતું. તેમાં તેમણે જણાવ્યું કે, તેઓ માનસીક તાણમાં હતા. અને માનસીક તણાવના કારણે આત્મ હત્યા, અને અન્ય સભ્યોની હત્યાનો પ્રયાસ કર્યો હતો. ટોટલ તેમણે ચાર લોકોના નામ જણાવ્યા હતા. જેમની પાસેથી તેમણે વ્યાજે પૈસા લીધેલા હતા. વ્યાજના પૈસા પરત ન ચુકવી શકવાને કારણે તેમણે આ કૃત્ય કર્યું છે.

Advertisement

ચેતનભાઇને પૈસા અપાવ્યા

વધુમાં તેમણે ઉમેર્યું કે, જયેન્દ્રસિંહ પરમાર પાસેથી ચેતનસોનીએ રૂ. 1.25 લાખ 20 ટકા વ્યાજે લીધા હતા. જેમાંથી રૂ. 25 હજારના ત્રણ હપ્તાની રોકડ ચુકવણી કરવામાં આવી હતી. આ જયેન્દ્રસિંહ પરમાર પાસેથી ચેતનભાઇ સોનીનો રૂ. 1.60 લાખનો ચેક આપ્યો હતો, તે રિકવર કરવામાં આવ્યો છે. પરેશભાઇ પ્રજાપતિનો ધર્માસ્વામીએ સંપર્ક કરાવ્યો હતો. ધર્માસ્વામીએ પરેશભાઇ પાસેથી ચેતનભાઇને પૈસા અપાવ્યા હતા. તેમાં ડીલ એવી થઇ હતી કે, 20 ટકા વ્યાજ પરેશભાઇને આપવાનું દરમહિને અને 10 ટકા વ્યાજ ધર્માસ્વામીને આપવાનું હતું.

ચારેય આરોપી સામે ગુનો દાખલ

વધુમાં તેમણે જણાવ્યું કે, આ રૂ. 2 લાખમાંથી તેમણે રૂ. 40 હજારના ત્રણ હપ્તા કુલ રૂ. 1.20 લાખ પરેશ પ્રજાપતિને પરત આપ્યા હતા. તેવું તેઓ જણાવે છેે. પરેશ પ્રજાપતિ પાસેથી ચેતનભાઇએ આપેલો રૂ. 1.50 લાખનો ચેક રિકવર કરવામાં આવ્યો છે. રાજેશભાઇ સિંધી પાસેથી રૂ. 2.50 લાખ લીધા હતા. તેમાંથી રૂ. 50 હજારના ત્રણ હપ્તા એટલેકે કુલ રૂ.1.50 લાખ પરત આપ્યા હોવાનું જણાવી રહ્યા છે. આ મામલે રૂ. 2.50 લાખનો ચેક રિકવર કરવામાં આવ્યો છે. ચારેય આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Advertisement

રિમાન્ડ મેળવવાની તજવીજ

આખરમાં તેમણે જણાવ્યું કે, આ મામલે ધરપકડ કરવાીમાં આવેલા આરોપીઓ પાસે પૈસા ધીરવાનું લાયસન્સ હોવા અંગે કંઇ જણાવ્યું નથી. તમામને કોર્ટમાં રજુ કરીને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : પિતાનો ઠપકો લાગી આવતા પુત્રએ અંતિમ પગલું ભરી લીધું

Tags :
Advertisement

.