Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્માર્ટ વિજ મીટર બાદ બીલની રકમ જાણતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટરની (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) માથાકુટ ચાલ્યા જ કરે છે. ક્યારેક મધરાત્રે મીટર બંધ થઇ જાય તેવી ઘટનાઓ સામે આવે છે, તો ક્યારેક સ્માર્ટ વિજ મીટરનું રીચાર્જ વહેલું પુર્ણ થઇ જાય છે. આ...
vadodara   સ્માર્ટ વિજ મીટર બાદ બીલની રકમ જાણતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો

VADODARA : વડોદરામાં સ્માર્ટ વિજ મીટરની (SMART ELECTRICITY METER CONTROVERSY - VADODARA) માથાકુટ ચાલ્યા જ કરે છે. ક્યારેક મધરાત્રે મીટર બંધ થઇ જાય તેવી ઘટનાઓ સામે આવે છે, તો ક્યારેક સ્માર્ટ વિજ મીટરનું રીચાર્જ વહેલું પુર્ણ થઇ જાય છે. આ બધા વચ્ચે આજે અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા રહીશને ત્યાં સ્માર્ટ વિજ મીટર લગાડ્યા બાદ મોબાઇલ પર રૂ. 9.24 લાખનું બીલ બાકી હોવાનો એસએમએસ વિજ કંપની તરફથી મોકલવામાં આવ્યો છે. જેને લઇને વિજ કંપની હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ છે.

Advertisement

રોજ માથાનો દુખાવો લઇને આવે

વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ ચૂંટણી બાદથી ચાલી રહ્યો છે. એ આજદિન સુધી યથાવત છે. વિજ કંપની દ્વારા લોકોને કોઇ પણ પ્રકારે માહિતગાર કર્યા વગર સ્માર્ટ વિજ મીટર લગાડવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ સ્માર્ટ વિજ મીટર કંપનીની દ્રષ્ટિએ સારૂ અને ભવિષ્યલક્ષી પગલું છે. પરંતુ ગ્રાહકો માટે તે રોજ માથાનો દુખાવો લઇને આવે છે. રોજ શહેરના કોઇને કોઇ વિસ્તારમાં વિજ કંપનીથી રોષે ભરાયેલા લોકોનો મોરચો કચેરીએ પહોંચી રહ્યો છે. તેવામાં તાજેતરમાં સ્માર્ટ વિજ મીટરનું નવું જ ભોપાળુ સામે આવ્યું છે. શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા રિદ્ધી સિદ્ધી ફ્લેટમાં ભાડુઆત તરીકે રહેતા મૃત્યુદર ભાઇનું વિજ બીલ પહેલા મહિનાનું રૂ. 2 હજારની આસપાસ આવતું હતું.

રૂ. 5 હજારના હપ્તાનો વિકલ્પ

ગત મોડી સાંજે વિજ કંપની એમજીવીસીએલ તરફથી તેમને એસએમએસ મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું કે, તેમનું સ્માર્ટ વિજ મીટરમાં તબદીલ થઇ ગયું છે. તેમની બીલની બાકી રકમ રૂ. 9.24 લાખ છે. અને આ માટે રૂ. 5 હજારના હપ્તાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જેને કારણે વિજ કંપનીની એસએમએસ સેવા હાસ્યાસ્પદ સ્થિતીમાં મુકાઇ છે. સુત્રો જણાવી રહ્યા છે કે, મૃત્યુદરભાઇ છેલ્લા 7 વર્ષથી ભાડે રહે છે. તેમનું સામાન્ય વિજ બીલ રૂ. 2 હજારની આસપાસ આવે છે. આશ્ચર્યની વાત છે કે, તેમના ઘરે સ્માર્ટ વિજ મીટર ક્યારે લાગ્યું તેનાથી તેઓ અજાણ છે. જેથી વિજ કંપની દ્વારા ગ્રાહકોની જાણ બહાર સ્માર્ટ વિજ મીટર નહિ લગાડતા હોવાની વાતનો છેદ અહિંયા ઉડી જાય છે. હવે આ મામલે આગળ શું થાય તે જોવું રહ્યું.

Advertisement

વિજ કંપનીએ ભુલ સુધારી

જો કે, મામલે સપાટી પર આવતા વિજ કંપની દ્વારા આ અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ધ્યાને આવ્યું કે, સિસ્ટમમાં એન્ટ્રી કરતી વખતે ભુલ થઇ હતી. ગ્રાહકના બીલની ખોટી ગણતરી કરવામાં આવી હતી. તેને સુધાર્યા બાદ ગ્રાહકના રૂ. 1037 વિજ કંપની જોડે જમા હોવાનું ધ્યાને આવ્યું છે. જેને તેના સ્માર્ટ વિજ મીટરમાં ક્રેડિટ કરી આપવામાં આવનાર છે.

આ પણ વાંચો -- Income Tax: ચાની લારી ચલાવતા ચાવાળાને આયકર વિભાગે કરોડોની નોટીસ ફટકારી

Advertisement

Tags :
Advertisement

.