Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : જિલ્લાના 29,982 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ

VADODARA : સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સીસ્ટમની રચના થકી કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખુબજ પ્રચલિત થઈ રહી છે. વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં આત્મા અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ૩૨,૧૬૯ કરતા વધુ ખેડૂતો ૨૯,૯૮૨ પ્રાકૃતિક...
vadodara   જિલ્લાના 29 982 એકરમાં વિસ્તરી પ્રાકૃતિક કૃષિ

VADODARA : સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સીસ્ટમની રચના થકી કરવામાં આવતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખુબજ પ્રચલિત થઈ રહી છે. વડોદરા જિલ્લા (VADODARA DISTRICT) માં આત્મા અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં ૩૨,૧૬૯ કરતા વધુ ખેડૂતો ૨૯,૯૮૨ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. આત્મા અંતર્ગત હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય સહિત એફ.પી.ઑ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારાઓ જોવા મળી રહ્યો છે.

Advertisement

રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોના પ્રોત્સાહન

વડોદરા જિલ્લામાં છેલ્લા વર્ષ ૨૦૨૧ થી આજદિન સુધી કુલ ૧,૦૩,૧૫૬ ખેડૂતોએ તાલીમ મેળવી છે. જેમાં વર્ષ મુજબ ક્રમશઃ ૯૫૧, ૨૨૪૯૨, ૭૫૮૬૪ અને વર્ષ ૨૦૨૪માં જૂન સુધી ૩૮૪૯ ખેડૂતોએ તાલીમ મેળવી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોના પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે.

Advertisement

ક્રમશ વધારો

જિલ્લામાં અત્યારસુધી કુલ ૩૨,૧૬૯ ખેડૂતો ૨૯,૯૮૨ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. તાલુકાવાર જોઈએ તો વાઘોડિયામાં ૪૧૨૫ ખેડૂતો ૩૬૦૫, કરજણમાં ૫૬૬૧, સાવલીમાં ૪૪૮૦, પાદરામાં ૪૪૭૨, ડેસરમાં ૧૪૮૫, શિનોરમાં ૨૬૬૨ , વડોદરામાં ૪૬૦૩ અને ડભોઇમાં ૪૬૮૧ ખેડૂતો દ્વારા ક્રમશઃ ૩૬૦૫, ૩૮૫૪, ૩૦૫૪, ૫૪૩૧, ૨૩૫૯, ૨૩૮૯, ૪૭૪૯ અને ૪૫૪૧ એકર વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ કરવામાં આવી રહી છે.

ખેડૂતોને રૂ. ૫૪૯.૮૬ લાખની સહાય મળી

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં બીજામૃત, જીવામૃત અને ઘનામૃત બનાવવા માટે ગાયનું આગવું મહત્વ છે. જે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરવા ઈચ્છુક હોય પરંતુ ગાય ન હોય તેવા ખેડૂતોને ગાયની સહાય મેળવવા માટે આત્મા અંતર્ગત ગાય સહાય યોજના અમલી છે. આ યોજના હેઠળ છેલ્લા બે વર્ષ દરમ્યાન પશુધન ધરાવતા ના હોય તેવા ૨,૫૭૩ જેટલા ખેડૂતોને કુલ.રૂ. ૫૪૯.૮૬ લાખની સહાય મળી છે.

Advertisement

તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી

આટલું જ નહિ પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોને વેચવા માટે યોગ્ય બજાર મળે તે હેતુથી આત્મા યોજના અંતર્ગત વેચાણ કેન્દ્રો અને એફ.પી.ઑ. પણ કાર્યરત છે. લાખો લોકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોને સ્વીકારીને તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારી છે.

રસિક વર્ગનું પસંદગીનું બજાર બન્યું

વડોદરામાં દર સોમવારે અને ગુરુવારે સવારે ૧૦.૦૦ થી ૧૩.૦૦ કલાક દરમ્યાન આત્મા યોજના દ્વારા કાર્યરત વેચાણ કેન્દ્ર જૂની કલેકટર કચેરી કોઠી ખાતે વડોદરાનો પ્રાકૃતિક ખેત પેદાશોનો ચાહક વર્ગ શાકભાજી, કઠોળ, મસાલા, ધાન્યો અને ફળો હોંશેહોંશે ખરીદતો થયો છે. જ્યારે વડોદરા પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂત વનરાજભાઈ ચૌહાણ દ્વારા માંજલપુર વિસ્તારમાં જય અંબે સ્કૂલની સામે ચાલતું એફ.પી.ઑ. અને વૃંદાવન ચાર રસ્તા નજીક ગાયત્રી મંદિર પાસે ચાલતું પ્રાકૃતિક કૃષિના સફળ ખેડૂત યોગેશભાઈ પુરોહિત નું એફ.પી.ઑ. પ્રાકૃતિક કૃષિ પેદાશોના રસિક વર્ગનું પસંદગીનું બજાર બન્યું છે.

દલાલો અને વચેટિયાઓ દૂર

અત્રે ઉલ્લેખનીય છેકે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હીરપરાના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પંચાયતની વેબસાઇટ થકી પ્રાકૃતિક કૃષિ પેદાશોનું ઓનલાઇન વેચાણ પણ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લા મથકે અને તાલુકા કક્ષાએ ઓફ લાઈન વેચાણ કેન્દ્રો પણ ચાલી રહ્યા છે. દલાલો અને વચેટિયાઓ દૂર થવાના કારણે આજસુધીમાં કુલ. રૂ.૬૦ લાખ કરતાં વધારેની સીધી આવક ખેડૂતોએ મેળવી છે.

૩૫ લાખ કરતાં પણ વધુની આવક

વધુમાં જિલ્લામાં ચાલતા માંજલપુર, વાઘોડિયા રોડ અને સાવલી ખાતે ચાલતા ત્રણ એફ.પી.ઑ. તેમજ પાદરા તાલુકામાં ધરતીપુત્ર સહકારી મંડળીમાં ૮૦૦ કરતા વધુ પ્રાકૃતિક કૃષિ અપનાવતા ખેડૂત સભાસદો જોડાયેલા છે. આ સાથે આજદિન સુધી કુલ. ૩૫ લાખ કરતાં પણ વધુની આવક પોતાની ખેત પેદાશો સીધી જ ગ્રાહકને વેચીને મેળવી છે.

પ્રગતિની કેડી કંડારી

આમ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનને પ્રોત્સાહન આપતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ થકી ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન, ઉત્તમ ગુણવત્તા, સારી માંગ અને યોગ્ય કિંમત મળતાં ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યું છે. આજે માત્ર વડોદરા જ નહિ પરંતુ દેશના અનેક ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવીને પ્રગતિની કેડી કંડારી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ સેક્ટરમાં 2 હજારથી વધુ નોકરીની તક

Tags :
Advertisement

.