Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં નાગરિક પરિવહન સુવિધામાં વધારો, અમિત શાહે ST ની 321 બસોને લીલી ઝંડી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ( Amit Shah) ગુજરાતના(Gujarat) બે દિવસના પ્રવાસે છે. જે પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનેક કાર્યોના ખાતમહૂર્ત અને લોકાર્પણ કરી વિકાસયાત્રાને આગળ વધારી છે. આજે રવિવારે ગુજરાત એસટીની 321 જેટલી નવી બસોને લીલી...
રાજ્યમાં નાગરિક પરિવહન સુવિધામાં વધારો  અમિત શાહે st ની 321 બસોને લીલી ઝંડી આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ( Amit Shah) ગુજરાતના(Gujarat) બે દિવસના પ્રવાસે છે. જે પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અનેક કાર્યોના ખાતમહૂર્ત અને લોકાર્પણ કરી વિકાસયાત્રાને આગળ વધારી છે. આજે રવિવારે ગુજરાત એસટીની 321 જેટલી નવી બસોને લીલી ઝંડી આપશે. બપોરે મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં પણ હાજરી આપવાના છે. સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નારણપુરા જીમનેશિયમ, સ્વિમિંગપુલ, છારોડી તળાવ અને આવાસ યોજના ડ્રો સહિતના વિવિધ લોકાર્પણ કરશે.

Advertisement

321 બસોનું લોકાર્પણ

Advertisement

321 બસ કુલ 104 કરોડના ખર્ચે તૈયાર કરાઈ છે. જેમાં 162 મીડી બસ, 99 સ્લીપર બસ અને 58 2બાય2 ની બસનો સમાવેશ થાય છે. જે 321 બસમાં એક મીડી બસના 27 લાખ. 2બાય2 ની એક બસ 35 લાખ અને સ્લીપર બસ નો એક બસનો ભાવ 38 લાખ છે. જેમાં સ્લીપર અને 2બાય2 બસ નરોડા એસ ટી વર્કશોપ પર તૈયાર કરાઈ છે. જ્યારે મીડી બસ તૈયાર લાવવામાં આવી છે. જેમાં 164 મીડી બસ પાછળ 44.50 કરોડ ખર્ચ થયો છે. તેમજ 58 જેટલી 2 બાય 2 બસ પાછળ 20.83 કરોડ ખર્ચ અને 99 સ્લીપર બસ પાછળ 37.62 કરોડ ખર્ચ થયો છે.

ગૃહ મંત્રીએ લીલીઝંડી આપ્યા બાદ હાજર રહેલા તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તેમજ નિગમના કર્મચારીઓને મળ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર કિરીટ પરમાર, ગીતાબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, અમદાવાદ શહેરના તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો, ચેરમેનો, ડેપ્યુટી ચેરમેનો અને નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના PRO ના પુત્રની કાર અકસ્માતમાં મોત, અન્ય બે યુવકો સારવાર હેઠળ

Tags :
Advertisement

.