Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ભાવ વધારામાં અમૂલ ડેરીના રસ્તે બરોડા ડેરી, જાણો દુધનો નવો ભાવ

VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મતદાનના પરિણામો જાહેર થાય તે પહેલા જ લોકોને દૂધમાં પ્રતિ લિટર રૂ. 2 ના ભાવ વધારાની ભેંટ મળી છે. અમૂલ ડેરી (Amul raises milk prices) દ્વારા ભાવ વધારો કરવામાં આવતા હવે તેના રસ્તે ચાલીને...
vadodara   ભાવ વધારામાં અમૂલ ડેરીના રસ્તે બરોડા ડેરી  જાણો દુધનો નવો ભાવ

VADODARA : લોકસભા અને વિધાનસભાની ચૂંટણીના મતદાનના પરિણામો જાહેર થાય તે પહેલા જ લોકોને દૂધમાં પ્રતિ લિટર રૂ. 2 ના ભાવ વધારાની ભેંટ મળી છે. અમૂલ ડેરી (Amul raises milk prices) દ્વારા ભાવ વધારો કરવામાં આવતા હવે તેના રસ્તે ચાલીને બરોડા ડેરી (Baroda Dairy Price Hike of Milk) દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. દ્વારા આજે નવો ભાવ જાહેર કર્યો છે. જે આવતી કાલથી લાગુ થશે.

Advertisement

દૂધના ભાવ અને નેશનલ હાઇવે પર ટોલમાં વધારો

લોકસભાની ચૂંટણીમાં લોકોને આકર્ષવા માટે રાજકીયા પાર્ટીઓ દ્વારા મસમોટા દાવા કરવામાં આવ્યા હતા. જો કે, મતદાનપૂર્ણ થયા બાદની સ્થિતી અલગ જ હતી. મતદાન પૂર્ણ થતા જ વડોદરામાં સ્માર્ટ વિજ મીટર દ્વારા વધારે લાઇટ બીલો આવતા હોવાની બુમો ઉઠવા પામી હતી. જેનો કકળાટ આજદિન સુધી ચાલુ જ છે. તેવામાં ગતરોજ અમૂલ ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો અને નેશનલ હાઇવે પર ટોલમાં વધારો થયાનું સામે આવ્યું હતું. જેથી આવનાર સમયમાં લોકો પર મોંધવારીનો માર પડશે તે નિશ્ચિત છે. તેવામાં આજે અમૂલ ડેરીના રસ્તે આગળ વધીને બરોડા ડેરી દ્વારા દૂધના ભાવામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જે આવતી કાલથી અમલી બનશે.

Advertisement

8 અલગ અલગ પાઉચ પર ભાવ વધારો લાગુ

બરોડા ડેરી દ્વારા પણ પ્રતિ લિટરે રૂ. 2 નો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. 10 પૈકી 8 અલગ અલગ પાઉચ પર ભાવ વધારો લાગુ પડશે. જ્યારે અમુલ ગાય દૂધ અને અમુલ તાઝા દૂધ પર ભાવ વધારો કરવામાં આવ્યો નથી. તેની અગાઉની કિંમત રૂ.10 પ્રમાણે જ રાખવામાં આવી છે.

ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 30 નો ભાવ વધારો

વડોદરા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંધ લી. દ્વારા જણાવાયું કે, દૂધના વેચાણના ભાવ વધારા સાથે ડેરીએ દૂધ ઉતપાદકોના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂ. 30 નો ભાવ વધારો કર્યો છે. વેચાણના ભાવમાં 3.12 ટકાની સામે દુધ ખરીદીના ભાવમાં 3.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -- નેશનલ હાઈવેથી યાત્રા કરવાનું હવે થયું મોંઘું, પરંતુ ગુજરાતના આ એકમાત્ર TOLL ઉપર ભાવ વધારો નથી પડયો લાગુ

Tags :
Advertisement

.