ડેરી ઉદ્યોગે અર્થવ્યવસ્થાને મજબૂતી આપી : PM MODI
વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાબરકાંઠાની સાબર ડેરીમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ડેરી ઉદ્યોગે દેશના અર્થતંત્રમાં સ્થિરતા અને મજબૂતાઇ બક્ષી હોવાનું જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીમાં 600 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ તથા સાબર ડેરીના અલગ અલગ પ્લા
વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાબરકાંઠાની સાબર ડેરીમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ડેરી ઉદ્યોગે દેશના અર્થતંત્રમાં સ્થિરતા અને મજબૂતાઇ બક્ષી હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીમાં 600 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ તથા સાબર ડેરીના અલગ અલગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું
આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. નવા પ્રોજેક્ટ અહી લાગી રહ્યા છે. મિલ્ક પાવડર પ્લાન્ટથી હવે ડેરીની ક્ષમતા વધી જશે. તેમણે કહ્યું કે સાબરકાંઠામાં આવીએ તો નવું ના લાગે પણ રોજ કંઇક નવું થતું લાગે છે. તેમણે કહ્યું કે સાબરકાંઠામાં કદાચ કોઇ એવું સ્થળ નહીં હોય જ્યાં હું ના ગયો હોઉં. સાબરકાંઠામાં મારા અનેક સાથીઓ છે.
વડાપ્રધાને કહ્યું કે ,ગુજરાતમાં અત્યારે અતિ વર્ષાની સ્થિતી છે. પહેલા ગુજરાતમાં લોકો વરસાદ માટે વલખા મારતા હતા. દુકાળના કારણે ખેતીમાં એકાદ પાક લેવાતો. ઘાસચારાની તકલીફ રહેતી હતી જેથી મે સંકલ્પ કર્યો હતો કે સ્થિતીને બદલલાની છે. સિંચાઇની સુવિધાનો વિસ્તાર થયો તેમાં કૃષિ અને પશુપાલનમાં વૃદ્ધિ થઇ પરિણામે ડેરી ઉધ્યોગ મજબુત થયો છે અને ડેરીએ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે.
વડાપ્રધાને કહ્યું કે, મેં પશુપાલક મહિલાઓ સાથે વાત કરી તેમાં મહિલાઓએ કહ્યું કે પશુઓના આયુર્વેદ દવાથી ઇલાજ કરીએ છીએ. ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા પશુ ચિકિત્સકોને અભિનંદન કે પશુપાલકને આયુર્વેદનો રસ્તો બતાવી તેમને મદદ કરી છે.
તેમણે આ પ્રસંગે વધુમાં કહ્યું કે જ્યોતિગ્રામ યોજનાના અમલથી ગુજરાતમાં અનેક ફાયદા થયા છે અને ઘેર- ઘેર વીજળી આવી છે. વીજળીના કારણે ડેરીને મિલ્ક ચિલિંગ સેન્ટર ઉભા કરવામાં મદદ મળી હતી જેથી દૂધ બગડતું અટક્યું છે.
તેમણે કહ્યું કે મને ખુશી કે દૂધ સમિતિઓમાં હવે મહિલાઓને સ્થાન મળ્યું છે. ગુજરાતમાં સહકારિતાની સમૃદ્ધ પરંપરા રહી છે અને સંસ્કાર છે જેથી સહકાર છે અને સહકાર છે તો સમૃદ્ધિ છે. દેશમાં આજે 10 હજાર કિસાન ઉત્પાદક સંઘનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેનો લાભ ગુજરાતના ખેડૂતોને મળશે. ખેડૂતોની આવક વધારવા કેન્દ્ર સરકારે પ્રયાસો વિસ્તૃત પ્રયાસો કર્યા છે જેથી ખેડૂતોની આવક વધી છે.
વડાપ્રધાને કહ્યું કે, સરકારે પાછલાં 2 વર્ષમાં અભિયાન કરી 3 કરોડથી વધુ ખેડૂતોને ખેડૂત ક્રેડિટ કાર્ડ આપ્યા છે. નેનો ફર્ટીલાઇઝર પર કામ થઇ રહ્યું છે. યુરીયાનો ભાવ દુનિયામાં વધી ગયો છે પણ સરકારે ભારણ ખડૂતો પર આવવવા દીધું નથી અને તેનો બોજ ભારત સરકાર વહન કરી રહી છે. સાડા ત્રણ હજારની થેલી ત્રણસો રુપીયામાં સરકાર ખેડૂતોને આપે છે. સરકાર ડીએપીની 50 કિલોની બેગ પર 2500 રુપિયાનો બોજ વહન કરે છે.
તમામ યોજનાનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ મળે છે. આજે સાબરકાંઠા અને આસપાસના વિસ્તારમાં કનેક્ટિવિટીનું અભૂતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરાયું છે. બ્રોડગેજ લાઇન પર કામ ચાલી રહ્યું છે. શામળાજીથી અમદાવાદનો 6 લેન હાઇવે તૈયાર કરાઇ રહ્યો છે. હિંમતનગરમાં મેડિકલ કોલેજ શરુ કરાઇ છે. તમામ સુવિધાથી ગુજરાત વધુ સમૃદ્ધ થશે.
Advertisement