Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRP GameZone Tragedy : મળો 18 વર્ષના બહાદુર યુવકને, જેણે 6 ભૂલકાંઓને ભૂંજાતા બચાવ્યા

TRP GameZone Tragedy : રાજકોટમાં (Rajkot) TRP ગેમઝોનમાં બનેલી કરૂણાંતિકામાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના સમયે ગેમઝોન કે, જ્યાંનો સ્ટાફ લોકોને બચાવાની જગ્યાએ પોતાનો જીવ બચાવીને ભાગ્યો...
trp gamezone tragedy   મળો 18 વર્ષના બહાદુર યુવકને  જેણે 6 ભૂલકાંઓને ભૂંજાતા બચાવ્યા

TRP GameZone Tragedy : રાજકોટમાં (Rajkot) TRP ગેમઝોનમાં બનેલી કરૂણાંતિકામાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના સમયે ગેમઝોન કે, જ્યાંનો સ્ટાફ લોકોને બચાવાની જગ્યાએ પોતાનો જીવ બચાવીને ભાગ્યો હતો. ત્યારે બીજી તરફ આ જ ગેમઝોનમાં એક 18 વર્ષનો બહાદુર યુવક પૃથ્વીરાજસિંહ ઝાલા (Prithviraj Singh Jhala) પણ હતો, જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને 5થી 6 માસૂમ ભૂલકાંઓના જીવ બચાવ્યા હતા.

Advertisement

જણાવી દઈએ કે, TRP ગેમઝોન અગ્નિકાંડ સમયે જ્યાં લોકો પોતાનો જીવ બચાવા માટેની મથામણ કરી રહ્યા હતા તે સમયે પૃથ્વીરાજસિંહ ઝાલાએ પોતાની જાતને બચાવી પરંતુ, સાથે-સાથે નાના બાળકોને પણ બચાવ્યા હતા. ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) આ સાહસી યુવક પૃથ્વીરાજસિંહ ઝાલા પાસે પહોંચ્યું હતું અને તેણે સમગ્ર આપવીતી વર્ણવી હતી. જાણો પૃથ્વીરાજ સિંહ ઝાલાએ શું કહ્યું....

સવાલ : તમે કેટલા લોકો અંદર ગયા હતા અને આગ કેવી રીતે લાગી?

પૃથ્વીરાજ સિંહ ઝાલા : અમે ગોંડલથી ત્રણ મિત્રો આવ્યા હતા. સત્યપાલસિંહ જાડેજા (Satyapal Singh Jadeja), શત્રુઘ્ન સિંહ ચુડાસમા (Shatrughan Singh Chudasama) કે જે હજી લાપતા જ છે. અમે હજી ગેમ રમતા જ હતા, અમને માત્ર 10 મિનિટ જ થઈ હતી. અમે પહેલા માળે બોલિંગ રમી રહ્યા હતા અને ત્યારે અચાનક નીચેથી આગ લાગીને અને ધુમાડો આવવા લાગ્યો હતો. ત્યાના સ્ટાફે દોડતા દોડતા આવીને કહ્યું કે, બધા ભાગો આગ લાગી છે. સ્ટાફ પોતપોતાની રીતે ભાગી ગયો હતો અમને કંઈ કીધું નહીં કે, એક્ઝિટ ગેટ ક્યાં છે ? અને ઇમરજન્સી ગેટ (emergency gate) ક્યાં છે ? અમને બચાવ્યાં નહીં અને તે લોકો પોતાનો જીવ બચાવીને ભાગી ગયા. પછી ત્યાં અન્ય લોકો પણ રમતા હતા તે પોતપોતાની રીતે ભાગ્યા હતા. મારા બે ફ્રેન્ડ ચંપલ લેવા ગયા અને એમાં તે રહી ગયા, આખું બિલ્ડિંગ દબાઈ ગયું. હું ઉપર ચઢી પતરું તોડી બહાર નીકળ્યો. જો કે, એન્ટ્રી ગેટ પર ધુમાડો હોવાથી કાંઈ દેખાયું નહીં.

Advertisement

સવાલ : આગ લાગી ત્યારે કેટલા લોકો અંદર હતા ? તમે કેવી રીતે અને કેટલાક લોકોનો જીવ બચાવ્યો ?

પૃથ્વીરાજ સિંહ ઝાલા : હું જ્યાં હતો ત્યાં આખા ગેમઝોનમાં બાળકો, મહિલા અને પુરુષ મળી 80 થી 90 લોકો હશે. આગ લાગતા ગેમઝોનમાં ચોરેકોર કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. મને કાંઈ દેખાણું નહોતું. ત્યારે જ્યાં પ્રકાશ દેખાણો ત્યાં પતરું તોડી નાખ્યું અને ત્યાંથી જમ્પ લાવીને બહાર આવ્યો. દરમિયાન, અન્ય એક ભાઈએ બાળકોને નીચે ઘા કર્યા અને મેં 5 થી 6 બાળકોને એક પછી એક તેડી લીધા. આ બાળકોને મૂકીને માતા-પિતા પણ ભાગી ગયા હતા. અમે તેમને બચાવ્યા હતા.

સવાલ : આ ઘટના બાદ લોકોને શું સંદેશો આપશો ? આ પ્રકારના ગેમઝોનમાં જવું જોઈએ કે નહીં ?

પૃથ્વીરાજ સિંહ ઝાલા : આ પ્રકારના ગેમઝોનમાં (TRP GameZone Tragedy) ક્યારેય ન જવું જોઈએ. કારણ કે કોઈ સેફ્ટી જ નહોતી અને સ્ટાફ પોતે ભાગી ગયો હતો. અમને કીધું નહીં કે એક્ઝિટ અને ઇમરજન્સી ગેટ ક્યાં છે. અમે અમારી રીતે જીવ બચાવીને ભાગ્યા હતા. નીચેની સાઈડમાં ડીઝલનો સંગ્રહ કરેલો હતો. પ્લાયવૂડ અને રબરની વસ્તુઓ પણ હતી. 10 જ મિનિટમાં તમામ સળગી ગયું અને જોરદાર ધમાકો થયો હતો.

Advertisement

આ પણ વાંચો - TRP GameZone : પોલીસની કામગીરી ગુજરાત ફર્સ્ટે કરી, ગેમઝોનની ઓફિસમાંથી બિયરની પેટીઓ મળી

આ પણ વાંચો - આગ કાબૂમાં આગી શકે તેમ હતી, પરંતુ સ્ટાફ ઘટના સ્થળ પરથી ભાગી ગયો: દેવિકાબા જાડેજા

આ પણ વાંચો - RAJKOT: અગ્નિકાંડ બાદ તંત્ર જાગ્યું, સુરત અને પંચમહાલમાં ગેમ ઝોન સીલ

Tags :
Advertisement

.