Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRP GameZone : પોલીસની કામગીરી ગુજરાત ફર્સ્ટે કરી, ગેમઝોનની ઓફિસમાંથી બિયરની પેટીઓ મળી

રાજકોટની (Rajkot) કરુણાંતિકાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) અગ્નિકાંડમાં કુલ 33 નિર્દોશ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ હત્યાકાંડ બાદ સરકાર દ્વારા ઝડપી અને નિષ્પક્ષ તપાસના આદેશ કરાયા છે. પરંતુ, આ હત્યાકાંડમાં પોલીસની કામગીરી સામે...
trp gamezone   પોલીસની કામગીરી ગુજરાત ફર્સ્ટે કરી  ગેમઝોનની ઓફિસમાંથી બિયરની પેટીઓ મળી

રાજકોટની (Rajkot) કરુણાંતિકાએ સૌ કોઈને હચમચાવી દીધા છે. ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) અગ્નિકાંડમાં કુલ 33 નિર્દોશ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ હત્યાકાંડ બાદ સરકાર દ્વારા ઝડપી અને નિષ્પક્ષ તપાસના આદેશ કરાયા છે. પરંતુ, આ હત્યાકાંડમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ (gujarat First) દ્વારા TRP હત્યાકાંડને લઈને સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટે સંચાલકની ઓફિસમાંથી દારૂના જથ્થાનો પર્દાફાશ કર્યો

રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડને લઈને મોટા સમાચાર આવ્યા છે. આ હત્યાકાંડમાં પોલીસની કામગીરી ગુજરાત ફર્સ્ટ દ્વારા કરાઈ છે. ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા ઉમંગ રાવલે (Umang Raval) જીવના જોખમે ગ્રાન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી મોટો પર્દાફાશ કર્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા એક્સક્લુઝિવ ઇન્વેસ્ટિગેશન (exclusive investigation) કરીને ગેમ ઝોનની (TRP GameZone) સાથે સાથે લિકર ઝોનનો પણ પર્દાફાશ કર્યો છે. જણાવી દઈએ કે, ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા ઉમંગ રાવલ સાથે ટિમ જ્યારે TRP ગેમઝોનના સંચાલકની ઓફિસમાં પહોંચી તો ત્યાંથી બિયરની પેટીઓ (beer boxes) મળી આવી હતી. આ બિયરની પેટીઓ ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થઈ હતી. સંચાલકની ઓફીસમાંથી દારૂનો જથ્થો હોવાના ગુજરાત ફર્સ્ટના ખુલાસા બાદ પોલીસ તંત્ર દોડતું થયું હતું.

Advertisement

ગુજરાત ફર્સ્ટના ધારદાર સવાલોનો પોલીસ પાસે કોઈ જવાબ નથી

ગુજરાત ફર્સ્ટની (gujarat First) રિપોર્ટ બાદ પોલીસે સંચાલકની ઓફિસમાંથી બિયરની પેટીઓ કબજે કરી હતી. બિયરની પટીઓ લઈને જઈ રહેલી પોલીસને ગુજરાત ફર્સ્ટે ધારદાર સવાલ પણ કર્યા હતા. જો કે, ગુજરાત ફર્સ્ટના સવાલો પર પોલીસ અધિકારી ગુસ્સે થયા હતા. ગુજરાત ફર્સ્ટના સવાલોનો પોલીસ અધિકારીએ (Rajkot Police) કોઈ જવાબ આપ્યો નહોતો અને સવાલોથી બચતા નજરે પડ્યા હતા. જો કે, સંચાલકની ઓફિસમાંથી બિયરની પેટીઓ મળી આવતા સવાલ થાય છે કે શું સંચાલકો દારૂના નશામાં ગેમ ઝોનનું સંચાલન કરતા હતા ? શું ગેમ ઝોન માત્ર નામનું હતું, દારૂની મહેફિલ મુખ્ય કામ હતું? શું ગેમ ઝોનની આડમાં નશાનો વેપલો ચાલતો હતો ?

Advertisement

આ પણ વાંચો - TRP GameZone Tragedy : ગેમઝોનના સંચલાકો સાથે તત્કાલિન કલેક્ટર, DDO સહિતના અધિકારીઓની છે સાંઠગાંઠ ?

આ પણ વાંચો - TRP Gamezoneમાં ફાયર એનઓસી મુદ્દે કોઇને બચાવાના પ્રયાસ ?

આ પણ વાંચો - Rajkot: ‘સજા પહેલા જામીન મળ્યા તો હું બધાને મારી નાખીશ’ પરિવાર ગુમાવનાર પ્રદિપસિંહ ચૌહાણની પીડા

Tags :
Advertisement

.