Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Raju Bapu controversy : રાજુ બાપુએ રડતા રડતા માગી માફી, 5 વર્ષ કથા ન કરવા દેવા કોળી-ઠાકોર સમાજની માગ

Raju Bapu controversy : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી બફાટ કર્યો હતો. વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપવા બદલ રાજુગીરી બાપુ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજુગીરી...
raju bapu controversy   રાજુ બાપુએ રડતા રડતા માગી માફી  5 વર્ષ કથા ન કરવા દેવા કોળી ઠાકોર સમાજની માગ

Raju Bapu controversy : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના નજીકના ગામમાં ચાલી રહેલી કથા દરમિયાન કથાકાર રાજુગીરી બાપુએ વ્યાસપીઠ પરથી બફાટ કર્યો હતો. વ્યાસપીઠ પરથી વિવાદિત નિવેદન આપવા બદલ રાજુગીરી બાપુ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજુગીરી બાપુએ આપેલા નિવેદન બાદ કોળી-ઠાકોર સમાજમાં આક્રોશ વધ્યો છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ (Mahamandaleshwar Bharti Bapu) પણ રાજુગીરી બાપુના નિવેદનને વખોડ્યુ છે, જ્યારે કોળી સમાજ દ્વારા રાજુગીરી બાપુનો કોઈ જગ્યાએ સપ્તાહ નહીં થવા દઈએ તેવી ચીમકી અપાઈ છે. માહિતી મુજબ, આ મામલે રાજુ બાપુએ કરેલા અપમાન બાદ કોળી-ઠાકોર સમાજ (KODI THAKOR SAMAJ) લાલઘૂમ થયો છે અને અમરેલીમાં રાજુ બાપુના નિવાસસ્થાને ઘેરાવ કર્યો છે. રાજુગીરી બાપુએ ફરી એકવાર માફી માગી છે.

Advertisement

રાજુબાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજનો ઉગ્ર વિરોધ

પ્રાપ્ત માહિતી મુજબ, વ્યાસપીઠ પરથી કથાકાર રાજુગીરી બાપુ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન (Raju Bapu controversy) સામે કોળી-ઠાકોર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહામંડલેશ્વર ભારતી બાપુએ (Mahamandaleshwar Bharti Bapu) પણ રાજુગીરી બાપુના નિવેદનને વખોડ્યુ હતું અને કહ્યું કે, વ્યાસપીઠ પરથી આવા વચનો ન બોલવા જોઈએ. જ્યારે અમરેલીમાં આવેલા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. અમરેલી (AMRELI) જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ સ્થિત રહેણાક નિવાસસ્થાને કોળી ઠાકોર સમાજના લોકો આવ્યા હતા અને 'રાજુ બાપુ ઢોંગી છે', 'રાજુ બાપુ હાય હાય' ના નારા લગાવ્યા હતા. આ પરિસ્થિતિને જોતા કથાકાર રાજુબાપુના નિવાસસ્થાને પોલીસ અધિકારીઓનો કાફલા તૈનાત કરાયો હતો.

Advertisement

રાજુ બાપુએ રડતા રડતા માગી માફી

જો કે, વિરોધ વધુ વકરતા રાજુ બાપુએ ફરી એકવાર જાહેરમાં માફી માગી છે. કથાકાર રાજુ બાપુએ (KATHAKAR Rajugiri Bapu) જાહેરમાં રડતા રડતા માફી માગી છે. દરમિયાન, માનવમંદિરના સંત ભક્તિરામ બાપુ પણ હાજર રહ્યા હતા. જો કે, રાજુ બાપુ દ્વારા માફી માગ્યા બાદ પણ કોળી-ઠાકોર સમાજમાં (KODI THAKOR SAMAJ) આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે અને સમાજના લોકો રાજુબાપુને 5 વર્ષ સુધી કથા ન કરવા દેવાની માગ કરી રહ્યા છે. માહિતી મુજબ, આ મામલે આવતીકાલે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરશે. સાથે જ રાજુ બાપુ સામે કાયદાકીય પગલાં લેવાની પણ કોળી ઠાકોર સમાજે માગ કરી છે.

Advertisement

આ પણ વાંચો - Controversy: રાજુ બાપુનું મોં કાળું કરવાની અલ્પેશ ઠાકોરની ચિમકી

આ પણ વાંચો - Gir Somnath : મોટા સમઢીયાળા ગુરુકુળ વિવાદ મામલે વાલી, સરપંચનું નિવેદન લેવાયું, સ્વામી જનાર્દન ગાયબ!

આ પણ વાંચો - Dabhoi : કાયાવરોહણ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ધામ ધૂમથી ઉજવણી કરાઇ

Tags :
Advertisement

.