Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot GameZone : પોલીસ વિભાગ, મ્યુ. કોર્પો., માર્ગ- મકાન વિભાગની ગંભીર બેદરકારી!

રાજકોટ TRP અગ્નિકાંડ (Rajkot GameZone) મામલે SIT ના પ્રાથમિક અહેવાલમાં (Interim Report) ચોંકાવનારા ખુલાસા થયા છે. સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મ્યુ. કોર્પોરેશન, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. કુલ 10 મુદ્દાઓને...
rajkot gamezone   પોલીસ વિભાગ  મ્યુ  કોર્પો   માર્ગ  મકાન વિભાગની ગંભીર બેદરકારી

રાજકોટ TRP અગ્નિકાંડ (Rajkot GameZone) મામલે SIT ના પ્રાથમિક અહેવાલમાં (Interim Report) ચોંકાવનારા ખુલાસા થયા છે. સમગ્ર ઘટનામાં પ્રાથમિક રીતે પોલીસ વિભાગ, રાજકોટ મ્યુ. કોર્પોરેશન, રાજકોટ માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે. કુલ 10 મુદ્દાઓને આધારે SIT એ રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે.

Advertisement

પોલીસ વિભાગ, મ્યુ. કોર્પો., માર્ગ-મકાન વિભાગની ગંભીર બેદરકારી

રાજકોટ TRP અગ્નિકાંડ (Rajkot GameZone) મામલે SIT એ સરકારને પ્રાથમિક અહેવાલ સોંપ્યો છે, જેમાં મહત્ત્વના ખુલાસા થયા છે. પોલીસ વિભાગના (RAJKOT POLICE) લાઇસન્સ શાખાના તથા તાલુકા પોલીસ સ્ટેશનના PI એ કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર પરફોર્મન્સ લાઇસન્સ આપ્યું હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Rajkot Municipal Corporation) ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગની (Fire Department) સીધી રીતે ગંભીર બેદરકારી પણ સામે આવી છે. 3 વર્ષથી ગેમઝોન બેરોકટોક ચાલતું હોવા છતાં પણ કોઈ તપાસ કે પગલાં ન લેવાયા હોવાનું SIT રિપોર્ટમાં જણાવ્યું છે.

સ્નો પાર્કની કામગીરી સમયે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ

ઉપરાંત, SIT ના પ્રાથમિક રિપોર્ટ મુજબ, TRP ગેમઝોન રહેણાક હેતુ માટે બિનખેતીની જમીન છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો. ઇમરજન્સી દરમિયાન શું કરવું તેની કોઈ પણ વ્યવસ્થાઓ કરવામાં આવી નહોતી. આગ લાગ્યા બાદથી પ્રથમ માળે જવા માટે માત્ર 4થી 5 ફૂટની એક સીડી રાખવામાં આવી હતી અને તે પણ ભયજનક હોવાને કારણે પ્રથમ માળે પહોંચી ન શકાયું હોવાનો sit રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે.

Advertisement

ઉપરાંત, સ્નો પાર્કની કામગીરી દરમિયાન ગેમઝોનમાં આગ લાગી હોવાનું તારણ હાલ સામે આવ્યું છે. ફાયર સિસ્ટમમાં (Fire SYSTEM) પણ પાણીનું કનેક્શન આપ્યું ન હોવાનો, આખા ગેમઝોનમાં એક માત્ર ડ્રાય કેમિકલ પાવડર એકસટ્રિગ્યુસર હોવાનો અને ગો કાર્ટિંગની જગ્યા પાસે મોટી માત્રમાં ફ્યૂલ ઇન્ટેક મળ્યા હોવાનો SIT રિપોર્ટમાં ઉલ્લેખ છે. જો કે, SIT ને આ ગંભીર તપાસ માટે હજુ પણ વધુ સમયની જરૂર હોવાનું રાજ્ય સરકારને જણાવ્યું છે સંપૂર્ણ તપાસ બાદ SIT પૂર્ણ રિપોર્ટ સરકારને સોંપશે.

Advertisement

આ પણ વાંચો - Rajkot TRP GameZone : વિવિધ NoC, જમીન માલિકી બાબતનાં પૂરાવા રજૂ કર્યાં નહોતા!

આ પણ વાંચો - Rajkot GameZone Tragedy : TP સાગઠિયા સાથે સંકળાયેલ 6 કોર્પોરેટર-નેતાઓ પર તપાસની તલવાર!

આ પણ વાંચો - Lok Sabha elections : લોકસભાનું પરિણામ બુકીઓને ફળ્યું! સટ્ટોડિયાઓ 2 હજાર કરોડ ગુમાવ્યાં

Tags :
Advertisement

.