Rajkot Game Zone Tragedy : વધુ એક આરોપી ઝડપાયો, ઘટના સમયથી હતો ફરાર
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Game Zone Tragedy) મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, બનાસકાંઠા LCB એ (Banaskantha LCB) આબુરોડથી આરોપી ધવલ ઠક્કરની ધરપકડ કરી છે. માહિતી છે કે ધવલ ઠક્કર પણ TRP ગેમઝોનમાં સંચાલક હતો. ઘટના બાદથી તે ફરાર હતો.
Rajkot Gamezone Fire: રાજકોટ TRP અગ્નિકાંડમાં વધુ એક આરોપી દબોચાયો https://t.co/lvfwumbMgo
— Gujarat First (@GujaratFirst) May 27, 2024
આબુરોડથી ઝડપાયો ફરાર આરોપી
રાજકોટની ગોઝારા TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Game Zone Tragedy) મામલે બનાસકાંઠા LCB એ મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, બાતમીના આધારે બનાસકાંઠા LCB એ આબુરોડથી (Abu Road) TRP ગેમઝોન અગ્નિકાંડના વધુ એક આરોપી ધવલ ઠક્કરની (Dhawal Thakkar) ધરપકડ કરી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ધવલ ઠક્કર પણ TRP ગેમઝોનમાં સંચાલકની ભૂમિકામાં હતો. અગ્નિકાંડ પછીથી ધવલ ઠક્કર ફરાર હતો. TRP ગેમઝોનમાં આગ લાગવાથી બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં અરેરાટી વ્યાપી છે. ત્યારે હવે આ હત્યાકાંડ માટે જવાબદાર લોકોની એક પછી એક ધરપકડ કરવામાં આવી રહી છે.
અગાઉ મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરાઈ હતી
માહિતી મુજબ, આરોપી ધવર ઠક્કરને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને (Rajkot Crime Branch) સોંપવામાં આવશે. કારણ કે આ કેસની તપાસ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, અગાઉ આ કેસમાં પોલીસે ત્રણ આરોપી યુવરાજસિંહ સોલંકી (Yuvrajsingh Solanki,), નીતિન જૈન (Nitin Jain) અને રાહુલ રાઠોડની (Rahul Rathod) ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓને પોલીસે આજે ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યાં હતા. આરોપીઓની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આ પણ વાંચો - Amreli : રાજકોટ અગ્નિકાંડના મૃતકોને કોંગ્રેસની શ્રદ્ધાંજલિ, વીરજી ઠુમ્મરના સરકાર પર પ્રહાર
આ પણ વાંચો - Bharuch : Gujarat First નું મોટું ઓપરેશન…વોટર પાર્કમાં ચાલતું ધુપ્પલ જાણશો તો ચોંકી જશો!
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલમાં યોજાયેલ સમૂહલગ્નનાં 113 યુગલ સાથે લાખોની છેતરપિંડી