Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot Game Zone Tragedy : મુખ્ય 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર, બદલીઓનો દોર પણ શરૂ!

Rajkot Game Zone Tragedy : રાજકોટના અગ્નિકાંડમાં મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી (Yuvrajsingh Solanki,), નીતિન જૈન (Nitin Jain) અને રાહુલ રાઠોડને (Rahul Rathod) આજે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીઓની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની પોલીસે કોર્ટમાં...
rajkot game zone tragedy   મુખ્ય 3 આરોપીના 14 દિવસના રિમાન્ડ મંજૂર  બદલીઓનો દોર પણ શરૂ

Rajkot Game Zone Tragedy : રાજકોટના અગ્નિકાંડમાં મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી (Yuvrajsingh Solanki,), નીતિન જૈન (Nitin Jain) અને રાહુલ રાઠોડને (Rahul Rathod) આજે પોલીસે ચુસ્ત બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આરોપીઓની વધુ પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી. ત્યારે કોર્ટે તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

રાજકોટ TRP હત્યાકાંડમાં (Rajkot Game Zone Tragedy) બાળકો, મહિલાઓ સહિત કુલ 33 લોકોના મૃત્યું થયા છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ હત્યાકાંડ માટે જવાબદાર લોકો સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પોલીસે આ અગ્નિકાંડ માટે જવાબદાર એવા ત્રણ મુખ્ય આરોપી યુવરાજસિંહ સોલંકી (Yuvrajsingh Solanki,), નીતિન જૈન (Nitin Jain) અને રાહુલ રાઠોડને (Rahul Rathod) કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને કોર્ટમાં લઈ જવાયા હતા. માહિતી મુજબ, આરોપીઓને થર્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બી.પી. ઠાકરની (B.P. Thacker) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ દલીલો સાંભળીને આરોપીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

કડક કાર્યવાહીના નામે માત્ર બદલી!

ઉલ્લેખનીય છે કે, આ કેસમાં કડક સજાના નામે હવે બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે. આજે સવારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની (Raju Bhargav) આખરે બદલી કરી દેવામાં આવી છે. તેમની જગ્યાએ બ્રિજેશ કુમાર ઝા રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે નિમાયા છે. રાજુ ભાર્ગવ ઉપરાંત વીધી ચૌધરી (Vidhi Chaudhary) કે જેઓ રાજકોટના વહીવટી, ટ્રાફિક અને ક્રાઇમ શાખાના એડિશનલ કમિશનર હતા તેમની પણ બદલી કરવામાં આવી છે. રાજકોટ DCP તરીકે જગદીશ બાંગરવાની નિમણૂક કરાઈ છે. સાથે જ રાજકોટ શહેરમાં DIG બલરામ મીણાની પણ નિમણૂક કરાઈ છે. સુધીર દેસાઇ (Sudhir Desai) રાજકોટ ઝોન-2ના પોલીસ કમિશ્નરને પણ ફરજ મુક્ત કરાયા છે. રાજકોટ એડી. પોલીસ કમિશનર તરીકે મહેન્દ્ર બગડિયાની નિમણૂક કરાઈ છે. જણાવી દઈએ કે, રાજકોટ મનપા કમિશનર આનંદ પટેલની (Anand Patel) પણ બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ ડી.પી. દેસાઈને જવાબદારી સોંપાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot અગ્નિકાંડ બાદ મ્યુનિસિપલ-પોલીસ કમિશ્નર સહિત 4 અધિકારી ફરજરિક્ત

આ પણ વાંચો - Rajkot અગ્નિકાંડ મામલામાં 2 PI સસ્પેન્ડ, મોટા અધિકારીઓને બચાવી લેવાયા ?

આ પણ વાંચો -  TRP Game Zone Tragedy : હત્યાકાંડના મુખ્ય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા, સરકારી વકીલે કરી આ દલીલ!

Tags :
Advertisement

.