Rain in Gujarat : આ જિલ્લાઓમાં યલો એલર્ટ, આજે અતિભારે વરસાદની આગાહી
Rain in Gujarat : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે સવારે 6 થી 8 કલાકમાં 35 તાલુકામાં મેઘરાજાની મહેર જોવા મળી છે. નર્મદાનાં (Narmada) ગરુડેશ્વરમાં બે કલાકમાં જ 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરત (Surat) જિલ્લાના ઉપરપાડામાં 4 ઈંચ, તિલકવાડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા, અરવલ્લી (Aravalli), દાહોદ, મહીસાગર (Mahisagar) સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં આજે વિવિધ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, આજે અતિભાર વરસાદની આગાહી
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 68 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અરવલ્લીના મોડાસામાં 4 ઈંચ, દાહોદ (Dahod) જિલ્લામાં 3 ઈંચ, ઉપરપાડા, ગોધરા (Godhra), વીરપુરમાં 2.5 ઈંચ, લુનાવાડા, નાદોદ અને નીઝરમાં 1 ઈંચ જ્યારે બાકીના અન્ય તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. આજે સવારે 6 થી 8 કલાકમાં 35 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં નર્મદાના ગરુડેશ્વરમાં બે કલાકમાં જ 5.5 ઈંચ પડ્યો છે. તિલકવાડામાં 2 ઈંચ વરસાદ અને બાકીના તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) રાજ્યમાં આજે અતિભાર વરસાદ પડવાની આગાહી (Rain in Gujarat) કરી છે. ઉ.ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આજે નવસારી (Navsari), વલસાડ, દમણમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. જ્યારે પંચમહાલ, છોટાઉદેપુર, સુરત અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. આ સાથે આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
ગુજરાત રાજ્ય માટે નું વરસાદ નું પૂર્વાનુમાન #weather #WeatherUpdate #gujarat DAY5-7 pic.twitter.com/BAokJU3VBo
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) July 9, 2024
લાછરસ ગામ બેટમાં ફેરવાયું, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં સુરત, નર્મદા, અરવલ્લી (Aravalli), દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. સુરતના ઉમરપાડા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ધાણવડ સહિત અનેક ગામમાં વરસાદ નોંધાયો છે. જ્યારે નર્મદા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદનાં કારણે લાછરસ ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં ઠેર ઠેર પાણી ભરતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ રાજપીપળામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. અરવલ્લીમાં રાત્રિ દરમિયાન મોડાસા અને માલપુર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જ્યારે મહીસાગર જિલ્લામાં પણ મધરાતે વરસાદ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે લુણાવાડામાં (Lunawada) 1 ઈંચ, વીરપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. દાહોદની વાત કરીએ તો ભિલવાડા, સ્ટેશન રોડ, ગોવિંદનગરમાં વરસાદી પાણી ભરાયા છે. એક કલાકમાં અઢી ઇંચ સુધી વરસાદ ખાબક્યો હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે.
આ પણ વાંચો - Rain in Gujarat : 24 કલાકમાં માત્ર 77 તાલુકામાં જ વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી
આ પણ વાંચો - TAPI : ઉકાઈ ડેમ ખાતે તાપી મૈયાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ
આ પણ વાંચો - Rain in Gujarat : 4 કલાકમાં 47, 2 કલાકમાં 35 તાલુકામાં મેઘમહેર, સિઝનનો માત્ર 26 ટકા જ વરસાદ