Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Parshottam Rupala : વિવાદ વચ્ચે રૂપાલાનો પ્રચંડ પ્રચાર, ક્ષત્રિય સમાજના યુવાનોએ કર્યું ભવ્ય સ્વાગત, જુઓ Video

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પ્રચારનો ઘમઘમાટ શરૂ કર્યો છે. વિવાદ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પ્રચારમાં અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજના (Kshatriya...
parshottam rupala   વિવાદ વચ્ચે રૂપાલાનો પ્રચંડ પ્રચાર  ક્ષત્રિય સમાજના યુવાનોએ કર્યું ભવ્ય સ્વાગત  જુઓ video

લોકસભાની ચૂંટણીને (Lok Sabha elections) લઈ રાજકોટ (Rajkot) બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના (BJP) ઉમેદવાર અને કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) પ્રચારનો ઘમઘમાટ શરૂ કર્યો છે. વિવાદ વચ્ચે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પ્રચારમાં અલગ દ્રશ્યો જોવા મળ્યા હતા. ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) યુવાનો દ્વારા રૂપાલાનું સમર્થન કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના યુવાનોએ પરશોત્તમ રૂપાલને હાર પહેરાવીને આવકાર્યા હતા.

Advertisement

ક્ષત્રિય સમાજના યુવકોએ સ્વાગત કર્યું

રાજકોટમાં (Rajkot) કેન્દ્રીયમંત્રી પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) પ્રચારમાં વ્યસ્ત છે. તેઓ રોજ અલગ-અલગ કાર્યક્રમોમાં હાજરી આપીને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જો કે, ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ હાલ પણ યથાવત છે. ત્યારે રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના પ્રચારમાં અલગ દ્રશ્યો જોવા મળ્યા છે. માહિતી મુજબ, રાજકોટના વોર્ડ નંબર-1માં પરશોત્તમ રૂપાલા ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા. દરમિયાન, ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ પરશોત્તમ રૂપાલાનું સ્વાગત કર્યું હતું. ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાને ફૂલોનો હાર પહેરાવીને આવકાર્યા હતા. રૂપાલાએ પણ હાથ જોડીને હાજર તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

Advertisement

કેન્દ્રીયમંત્રીએ ગંગેશ્વર મહાદેવના દર્શન કર્યાં

રાજકોટ વોર્ડ નંબર-1 માં પરશોત્તમ રૂપાલાના પ્રચાર દરમિયાન સાંસદ રામ મોકરિયા (Ram Mokaria), પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા (Bharat Boghra) અને ધારાસભ્ય દર્શિતા શાહ (Darshita Shah) પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રચંડ પ્રચાર વચ્ચે રૂપાલાએ ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારે, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં કેસરિયો માહોલ જોવા મળ્યો હતો.

પરશોત્તમ રૂપાલા 16મીએ ભરશે નામાંકન

જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલાની નામાંકનની તૈયારીઓ પૂર્ણ થઈ છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પરશોત્તમ રૂપાલા 16 તારીખે પોતાનું નામાંકન (nomination) ભરશે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા તેઓ જાગનાથ મહાદેવ મંદિરે (Jagannath Mahadev temple) દર્શન કરી પગપાળા રોડ શૉ યોજશે. કેન્દ્રીયમંત્રી જાગનાથ મંદિરથી બહુમાળી સુધી પગપાળા જશે. બહુમાળી ભવન (Bahumali Bhavan) ખાતે રૂપાલાની ભવ્ય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હોવાની માહિતી છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) પ્રતિમાને હાર પહેરાવી પરશોત્તમ રૂપાલા નામાંકન ભરવા જશે. અહેવાલ અનુસાર, પરશોત્તમ રૂપાલા બપોરે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન ભરશે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : રાજકોટ બન્યું હોટ ફેવરેટ! પરશોત્તમ રૂપાલાનો વેગવંતી પ્રચાર, કોંગ્રેસ હાલ પણ અસમંજસમાં!

આ પણ વાંચો - Kathi Kshatriya : બીજા પ્રશ્નો ગૌણ છે જ્યારે PM MODI ની વાત હોય..!

આ પણ વાંચો - Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાનાં સમર્થનમાં મુસ્લિમ સમાજ! આ રીતે કર્યું ભવ્ય સ્વાગત

Tags :
Advertisement

.