Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mehsana Ramyatra: મહેસાણાના એક ગામમાં રામ યાત્રા પર થયો પથ્થરમારો

Mehsana Ramyatra: દેશભરમાં ખૂણે-ખૂણે બસ એક સાદ સંભળાઈ રહ્યો છે, તે જય શ્રી રામના નામનો છે. કારણ કે... 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરનું અલૌકિક નિર્માણ થયું છે. તે સાથે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા માટે પ્રાણ પ્રતિષ્ઠા માહાપર્વનું આયોજન...
mehsana ramyatra  મહેસાણાના એક ગામમાં રામ યાત્રા પર થયો પથ્થરમારો

Mehsana Ramyatra: દેશભરમાં ખૂણે-ખૂણે બસ એક સાદ સંભળાઈ રહ્યો છે, તે જય શ્રી રામના નામનો છે. કારણ કે... 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરનું અલૌકિક નિર્માણ થયું છે. તે સાથે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલા માટે પ્રાણ પ્રતિષ્ઠા માહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

મહેસાણાના ખેરાલુમાં રામ યાત્રા પર હુમલો

ત્યારે દેશમાં દેરક સ્થળ પર વિવિક કલા અને જ્ઞાનના સંગમ સાથે રામના નામે વિવિધ વસ્તું તૈયાર કરવામાં આવી છે. વિવિધ સ્થળો પર રામના નામે ચિત્ર, વિના મૂલ્યે ભોજન અને કલાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં મહેસાણાના ખેરાલુમાં શ્રી રામ નામની રથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ યાત્રા પર અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારો ત્યારે કરવામાં આવ્યો હતો. જ્યારે આ યાત્રા બેલીમ વિસ્તાર થઈને સ્થાનિક મસ્જિદમાં પહોંચી હતી.

Advertisement

Mehsana Ramyatra

Mehsana Ramyatra

યાત્રા પર હુમલાની યોજના અગાઉથી બનાવી

આ ઘટનામાં અસામાજીક તત્વો દ્વારા જુદા-જુદા મકાનોની છત પર ચડીને પથ્થમારો કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના કહ્યા પ્રમાણે યાત્રા અહીંથી નિકળશે, આ વાતની જાણ પહેલી સૌને હતી. તેથી આરોપીઓ દ્વારા પહેલાથી પથ્થરો ઘરમાં મૂકવામાં આવ્યા હતા.

Advertisement

આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન

Mehsana Ramyatra

Mehsana Ramyatra

જ્યારે આ ઘટના વિશે પોલીસને જાણ થઈ હતી, ત્યારે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે આ ઘટનામાં પોલીસ દ્વારા 10 રાઉન્ડ ટીયર ગેસ છોડવામાં આવ્યા હતા. તે ઉપરાંત સમગ્ર વિસ્તારની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જો કે હાલમાં, પોલીસ દ્વારા સ્થાનિકોના બયાન આધારે તાપાસ હાથ ધરવામાં આવી છે. તે ઉપરાંત અસામાજીક તત્વોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

આ પણ વાંચો: Harani Case Update: જાણો… ગુજરાત HC એ હરણીકાંડ મામલે સુનાવણીમાં શું કહ્યું ?

Tags :
Advertisement

.