Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jai Shree Ram: ગુજરાત પણ બન્યું રામમય, અલગ અલગ શહેરોમાં નીકળી કળશ યાત્રા... Video

Jay Shree Ram : અયોધ્યામાં અત્યારે માહોલ રામમય બન્યો છે. અયોધ્યાનગરીમાં અત્યારે માત્ર આનંદ ઉલ્લાસ છે. અયોધ્યામાં અત્યારે ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તો અહીં લોકો પણ એટલા ઉત્સાહમાં છે કે નાચગાન કરી રહ્યા છે. હીં મંદિરના પ્રવેશદ્વારને...
jai shree ram  ગુજરાત પણ બન્યું રામમય  અલગ અલગ શહેરોમાં નીકળી કળશ યાત્રા    video
Advertisement

Jay Shree Ram : અયોધ્યામાં અત્યારે માહોલ રામમય બન્યો છે. અયોધ્યાનગરીમાં અત્યારે માત્ર આનંદ ઉલ્લાસ છે. અયોધ્યામાં અત્યારે ઠેર ઠેર રંગારંગ કાર્યક્રમો ચાલી રહ્યા છે. તો અહીં લોકો પણ એટલા ઉત્સાહમાં છે કે નાચગાન કરી રહ્યા છે. હીં મંદિરના પ્રવેશદ્વારને પણ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. માત્ર પ્રવેશદ્વાર જ નહીં પણ સમગ્ર અયોધ્યા ફૂલોથી સજી ઉઠ્યું છે. તો લતા મંગેશકર ચોક ખાતે પોલીસ દ્વારા રામ લલ્લા (Jay Shree Ram)નું બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ તરફ પોલીસ કોઈ અનિચ્છિત ઘટના ન બને તે માટે એક એક ખૂણાઓ પર નજર રાખી રહી છે. ગુજરાતમાં વિવિધ શહેરોમાં ભગવાન રામના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદામાં પણ ભવ્ય કળશયાત્રાનું આયોજન કરાયું

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં ભારે ઉમંગ જોવા મળ્યો છે. વસ્ત્રાલમાં આવેલા રામ મંદિરમાં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કળશ યાત્રામાં 1008 જેટલા બહેનોએ ભાગ લીધો હતો. એક જ કલરની સાડી પહેરીને બહેનો યાત્રામાં સામેલ થયા હતા.

Advertisement

Advertisement

પાલનપુરમાં શોભાયાત્રાનું આયોજન

તો પાલનપુર શહેરમાં પણ ભવ્ય શોભાયાત્રા નીકળી. જય શ્રી રામના નારા (Jay Shree Ram) સાથે વેપારીઓએ ભવ્ય યાત્રા યોજી. ત્યારે આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે. મોટા રામજી મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વ્યાપારીઓ તેમજ રામભક્તો ઉમટ્યા.

વડનગર રામમય બન્યું

વડાપ્રધાનનું માદરે વતન વડનગર રામમય (Jay Shree Ram) બન્યું છે. વડનગરના સરસ્વતી વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી જય શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરી. 756 વિદ્યાર્થીઓએ 120 ફૂટ લાંબી, 60 ફૂટ પહોળી જય શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરી.. ભગવા રંગથી 'વડનગર' ની પ્રતિકૃતિ તૈયાર કરાઈ. ભગવાન રામ (Jay Shree Ram), સીતા અને લક્ષ્મણની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરત બન્યું રામમય

સુરતમાં પણ રામ નામના નારા (Jay Shree Ram) ગુંજવા લાગ્યા છે. શહેરના ગોડાદરાથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. માથા પર ભગવદ્ ગીતા મૂકી મહિલાઓ શોભાયાત્રામાં જોડાયા હતા. ત્યારે મહિલાઓએ જય શ્રી રામના નારા (Jay Shree Ram) પણ બોલાવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Ram Mandir અંતરિક્ષમાંથી કંઈક આવું દેખાય છે, ઈસરોએ શેર કરી તસવીર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×