પહેલા બાબા આવતા હવે નેતા પણ આવે છે, કોર્પોરેટરે કહ્યું - કેજરીવાલ સપનામાં આવ્યા અને મે પક્ષ બદલ્યો
- રામ ચંદરનો રાજકીય 'યૂ-ટર્ન'
- AAP માં પાછા આવ્યા રામ ચંદર
- 4 દિવસમાં BJPથી બ્રેક-અપ
- રામ ચંદરની 'AAP' માં ફરીથી 'ઘર વાપસી'
U-Turn : દિલ્હીની શાહબાદ ડેરીના કાઉન્સિલર રામ ચંદર (Delhi's Shahbad Dairy councilor Ram Chander), જેઓ થોડા દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટી (AAP) છોડી હતી અને ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયા હતા, તે એકવાર ફરી AAP માં પરત ફર્યા છે. આ વળાંકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, ખાસ કરીને 4 સપ્ટેમ્બર 2024 ના રોજ યોજાનારી મહત્વપૂર્ણ MCD વોર્ડ સમિતિની ચૂંટણી પહેલા આ થવું પરિણામ પર અસર કરી શકે તેવું સૂત્રો કહી રહ્યા છે.
રામ ચંદરની 'ઘર વાપસી'
AAP છોડીને BJPમાં જોડાયા બાદ માત્ર 4 દિવસમાં જ રામ ચંદરે ફરી પાછા AAPમાં પ્રવેશ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, રામ ચંદરે પાર્ટીમાં પાછા ફરવાની જાહેરાત કરતી વખતે કહ્યું, "હું આમ આદમી પાર્ટીનો નાનો સૈનિક છું. મેં ખોટો નિર્ણય લીધો હતો, પરંતુ હવે હું મારી સાચી જગ્યાએ પાછો આવી ગયો છું." તેમની 'ઘર વાપસી' પાછળનું કારણ પણ રામ ચંદરે હસતાં કહી દીધું કે, "મારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મારા સપનામાં આવ્યા અને મને કહ્યું કે, હું ફરીથી AAPમાં પરત ફરી જાઉં. તેઓએ મને મનીષ સિસોદિયા, ગોપાલ રાય, સંદીપ પાઠક અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે કામ ચાલુ રાખવાનું કહ્યું હતું."
ભાજપમાં જોડાવાનો નિર્ણય 'મોટી ભૂલ'
રામ ચંદરે BJPમાં જોડાવાનો પોતાનો નિર્ણય 'મોટી ભૂલ' ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, હવે તેઓ બાકીની જિંદગી આમ આદમી પાર્ટીમાં રહીને જ કામ કરશે. તેમણે BJP માં જવા અંગે ખેદ વ્યક્ત કરતા કહ્યું, "મને સમજાયું કે મેં BJPમાં જોડાવાનો નિર્ણય લઈને મોટી ભૂલ કરી હતી." AAP દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે BJPએ થોડા દિવસ પહેલાં રામ ચંદરને કપટપૂર્વક દબાણ કરીને તેમની પાર્ટીમાં સામેલ કર્યા હતા. પરંતુ હવે તેમની 'ઘર વાપસી' BJP માટે એક મોટો ઝટકો સાબિત થયો છે.
મનીષ સિસોદિયાનો પ્રતિસાદ
AAPના નેતા મનીષ સિસોદિયાએ 'X' પર રામ ચંદરના પરત ફરતા જ સ્વાગત કરતા લખ્યું, "AAPના જૂના મિત્ર અને બવાના વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને વર્તમાન કાઉન્સિલર રામ ચંદરજી આજે પોતાના આમ આદમી પરિવારમાં પાછા આવ્યા છે."
आम आदमी पार्टी के पुराने साथी, बवाना विधानसभा के पूर्व विधायक और वर्तमान पार्षद साथी रामचंद्र जी से मुलाक़ात हुई.
आज वे वापस अपने आम आदमी परिवार में लौट आये हैं. pic.twitter.com/urnGdROCfa— Manish Sisodia (@msisodia) August 29, 2024
ભાજપની પ્રતિક્રિયા
BJPના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું, "તે પોતાની રીતે AAPમાંથી BJPમાં આવ્યા હતા અને ફરી પાછા પોતાના રીતે જ ગયા છે. પરંતુ અહીં AAP દ્વારા તેમને ફરી પોતાની પાર્ટીમાં સામેલ કરવા ખૂબ જ નિરાશાની વાત છે."
વોર્ડ સમિતિની મહત્વપૂર્ણ ચૂંટણી
4 સપ્ટેમ્બરે યોજાનારી 12 વોર્ડ સમિતિઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, AAP અને BJP બંનેએ પોતાના કાઉન્સિલરોના સમર્થન માટે કામ કર્યું છે. ડિસેમ્બર 2022ની MCD ચૂંટણીમાં AAPએ 250માંથી 134 વોર્ડ જીતીને મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું હતું. આમ, આગામી ચૂંટણી પહેલા બંને પક્ષો કાઉન્સિલરોને પોતાના પક્ષમાં લાવવા માટે પ્રયત્નશીલ છે.
આ પણ વાંચો: PM મોદીનો અમેરિકામાં જોરદાર ક્રેઝ, New York માં ઈવેન્ટની ક્ષમતા કરતાં બમણી ટિકિટ વેચાઈ