Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda Viral Disease: રોગચાળો ફાટી નીકળતા ઘરે-ઘરે માંદગીના ખાટલા, 11 આરોગ્ય ટીમ કરાઈ તૈનાત

Kheda Viral Disease: આ વખતે ગુજરાતમાં મોટા પાયે રોગાચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે હોસ્પિટલમાં લોકોનું કીડિયારું જોઈ દરેક વ્યક્તિ સ્તંભ થઈ રહી છે. તો આ આટલા ઓછા સમયમાં અને આરોગ્ય વિભાગની નાકના નીચેથી કેવી રીતે કોઈ રોગે ગુજરાતના ડૉક્ટરોની ઊંઘ...
kheda viral disease  રોગચાળો ફાટી નીકળતા ઘરે ઘરે માંદગીના ખાટલા  11 આરોગ્ય ટીમ કરાઈ તૈનાત

Kheda Viral Disease: આ વખતે ગુજરાતમાં મોટા પાયે રોગાચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે હોસ્પિટલમાં લોકોનું કીડિયારું જોઈ દરેક વ્યક્તિ સ્તંભ થઈ રહી છે. તો આ આટલા ઓછા સમયમાં અને આરોગ્ય વિભાગની નાકના નીચેથી કેવી રીતે કોઈ રોગે ગુજરાતના ડૉક્ટરોની ઊંઘ હરામ કરી નાખી, તે પણ એક મોટો પ્રશ્ન છે.

Advertisement

  • દૂષિત પાણીને કારણે ખેડામાં દર્દીઓની સંખ્યામાં વધારો

  • 132 જેટલા અસરગ્રસ્ત નાગરિકોમાંથી 54 બાળકો છે

  • દર્દીઓની સંખ્યા 550 થી વધુ થઈ ગઈ છે

તો બીજી તરફ હાલમાં, ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા માતર તાલુકાના રતનપુર ગામમાં એક રોગ પ્રકાશની ગતિએ આગળ વધી રહ્યો છે. ગુજરાતની ભીષણ ગરમીમાં છેલ્લા ઘણા સપ્તાહથી રતનપુર ગામની અંદર નાગરિકો ઘડિયાળમાં જેમ એક પછી એક કલાકો વધે છે. તેમ ગામમાં બીમાર થયેલી વ્યક્તિઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે મોટાભાગના અને બીમારીથી ગંભીર રીતે પીડાતા દર્દીઓને ખેડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

132 જેટલા અસરગ્રસ્ત નાગરિકોમાંથી 54 બાળકો છે

પરંતુ ખેડાની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ માટે ખાટલા ખૂટતાં, હવે દર્દીઓને ખેડાની સ્થાનિક હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જોકે ખેડામાં આટલી ભયાનક પરિસ્થિતનું નિર્માણ થયું હોવા છતાં, ખેડાના આરોગ્ય વિભાગના સરકારી અધિકારીઓ અને ખેડાની પંચાયતના અધિકારીઓ દ્વારા કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી. તે ઉપરાંત એક તબીબે જણાવ્યું કે દર્દીઓ પૈકી 132 જેટલા અસરગ્રસ્ત નાગરિકોમાંથી 54 બાળકો છે. તો આ તમામ બાળકોની ઉંમર 12 વર્ષ કરતા ઓછી છે.

Advertisement

દર્દીઓની સંખ્યા 550 થી વધુ થઈ ગઈ છે

તે ઉપરાંત તબીબોનું કહેવું છે કે, આ રોગચાળાનું કારણ દૂષિત પાણી સામે આવ્યું છે. જોકે આરોગ્ય ટીમ દ્વારા ખેડા જિલ્લામાં આવેલા પાણીના સેમ્પલ લઈને નડિયાદ સિવિલ હોસ્પિટલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. જોકે આજરોજ આરોગ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર એપિડેમિક ડૉ. કટારીય તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ધ્રુવ સહિતના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગામની મુલાકાત કરી હતી. જોકે હાલમાં, દર્દીઓની સંખ્યા 550 થી વધુ થઈ ગઈ છે.

ખુલ્લી ગટરમાં વહેતા પાણી કારણે આ સ્થિતિ

જોકે રાજ્યાના આરોગ્ય વિભાગ દ્વારા 11 ટીમો ખેડા જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. તો આરોગ્ય ટીમના કાર્યકારો દ્વારા દરેક ધરે જીઈને ORS ના પાઉચ અને ક્લોરીન યુક્ત પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે. તેની સાથે ગ્રામજનો વધુમાં જણાવે છે કે, ગટરના પાણીની પાઈપમાં લીકેજ છેલ્લા ઘણા મહિનાથી જાહેરમાં દેખાય છે. આ સાથે ભયંકર ગરમી અને ખુલ્લી ગટરમાં વહેતા પાણી કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો: Rajkot Gamzone : રૂ.70-75 હજાર પગારદાર TPO સાગઠિયા પાસે આવક કરતા 410% વધુ મિલકત!

Tags :
Advertisement

.