Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghvi : 'Anti-Drugs Campaign' કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- 4 વર્ષમાં 9680 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ (Ahmedabad) ખાતે 'ડ્રગ્સ વિરોધી અભિયાન કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), પોલીસ મહાનિદેશક, મુખ્ય પોલીસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી કે,...
harsh sanghvi    anti drugs campaign  કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું  4 વર્ષમાં 9680 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અમદાવાદ (Ahmedabad) ખાતે 'ડ્રગ્સ વિરોધી અભિયાન કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi), પોલીસ મહાનિદેશક, મુખ્ય પોલીસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકારનાં ગૃહ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાંથી ઝડપતા ડ્રગ્સના બનાવો અંગે ખૂબ સતર્કતા અને કડકાઈ રાખવામાં આવી રહી છે. એમાં પણ ખાસ કરીને કચ્છની (Kutch) દરિયાઈ વિસ્તારમાંથી જે રીતે બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સમગ્ર ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવે છે ? અને આ માટે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને તપાસ એજન્સીઓ કેવી રીતે કામ કરે છે ? તેની જાણકારી પણ ગૃહ રાજ્યમંત્રીએ આપી હતી.

Advertisement

ગુજરાતમાં ડ્રગ્સ વિરોધી અભિયાન અને ઝીરો ટોલેરેન્સ નીતિ (zero tolerance policy) અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi ) મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસનો (Gujarat Police) રાજ્યમાંથી ડ્રગ્સનાં દુષણને નાબૂદ કરવાનો લક્ષ્ય છે. 'એન્ટી ડ્રગ્સ કેમ્પેઈન' થકી રાજ્યમાંથી ડ્રગ્સને નાબૂદ કરવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 'ડ્રગ્સ વિરોધી અભિયાન કાર્યક્રમ' માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોલીસ, એજન્સીઓ સાથે મળીને કરેલી કામગીરી, ગુજરાતની વિવિધ એજન્સી કેવી રીતે કામ કરે છે ?, ગુજરાત પોલીસનાં ડ્રગ્સ વિરોધી અભિયાન સહિત વિવિધ કામગીરીની માહિતીઓ આપી હતી. આ કાર્યક્રમમાં DGP વિકાસ સહાય, IPS ના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમ બ્રાન્ચના SOG, ATS, NCB ના અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં ATS DIG દીપન ભદ્રન (ATS DIG Deepan Bhadran), DGP વિકાસ સહાયએ (DGP Vikas Sahai) પણ માહિતી આપી હતી.

Advertisement

ગુજરાતમાં થયેલ ડ્રગ્સ જપ્તીનું નિરીક્ષણ :

* વર્ષ 2021 : કેસ 465, આરોપી 727, ડ્રગ્સ 21,754.576 કિગ્રા, રૂ. 2346.25 કરોડ

* વર્ષ 2022 : કેસ 512, આરોપી 785, ડ્રગ્સ 32,590.845 કિગ્રા, રૂ. 5338.81 કરોડ

Advertisement

* વર્ષ 2023 : કેસ 558, આરોપી 742, ડ્રગ્સ 23, 499.440 કિગ્રા, રૂ. 1514.80 કરોડ

* વર્ષ 2024 : કેસ 251, આરોપી 353, ડ્રગ્સ 9760.65 કિગ્રા, રૂ. 480.10 કરોડ

ચાર વર્ષનું ટોટલ : કેસ 1786, આરોપી 26, ડ્રગ્સ 07, 87, 605.49 કિગ્રા, રૂ. 9679.96 કરોડ

વર્ષ 2024 ના ક્વાર્ટર 2 (એપ્રિલ-જૂન, 2024) માં રજિસ્ટર થયેલા નાર્કોટિક્સ ડ્રગ કેસ :

* સુરત શહેર : કુલ 21 કેસ, 5 ક્વોલિટી કેસ, 38 આરોપી અને રૂ. 1,87,85,287 નો મુદ્દામાલ જપ્ત

* અમદાવાદ શહેર : કુલ 13 કેસ, 2 ક્વોલિટી કેસ, 15 આરોપી અને રૂ. 4,74,87,206 નો મુદ્દામાલ જપ્ત

* પ. વડોદરા શહેર : કુલ 7 કેસ, 1 ક્વોલિટી કેસ, 6 આરોપી અને રૂ. 8,09,870 નો મુદ્દામાલ જપ્ત

* ભરૂચ : કુલ 7 કેસ, 3 ક્વોલિટી કેસ, 8 આરોપી અને રૂ. 27,56,095 નો મુદ્દામાલ જપ્ત

* બરોડા શહેર : કુલ 6 કેસ, 3 ક્વોલિટી કેસ, 8 આરોપી અને રૂ. 39,37,050 નો મુદ્દામાલ જપ્ત

* કચ્છ પશ્ચિમ : કુલ 6 કેસ, 1 ક્વોલિટી કેસ, 8 આરોપી અને રૂ. 5,35,10,720 નો મુદ્દામાલ જપ્ત

* બનાસકાંઠા : કુલ 5 કેસ, 2 ક્વોલિટી કેસ, 9 આરોપી અને રૂ. 1,22,66,630 નો મુદ્દામાલ જપ્ત

* જામનગર : કુલ 6 કેસ, 12 આરોપી અને રૂ. 3,14,300 નો મુદ્દામાલ જપ્ત

* રાજકોટ ગ્રામ્ય : કુલ 5 કેસ, 5 આરોપી અને રૂ. 6,20,540 નો મુદ્દામાલ જપ્ત

* વલસાડ : કુલ 4 કેસ, 1 ક્વોલિટી કેસ, 4 આરોપી અને રૂ. 5,77,017 નો મુદ્દામાલ જપ્ત

* આણંદ : કુલ 3 કેસ, 1 ક્વોલિટી કેસ, 5 આરોપી અને રૂ. 2,83,700 નો મુદ્દામાલ જપ્ત

* અમદાવાદ પશ્ચિમ : કુલ 5 કેસ, 1 ક્વોલિટી કેસ, 4 આરોપી અને રૂ. 5,25,591 નો મુદ્દામાલ જપ્ત

* કચ્છ પૂર્વ : કુલ 4 કેસ, 1 ક્વોલિટી કેસ, 4 આરોપી અને રૂ. 40,21,485 નો મુદ્દામાલ જપ્ત

* સુરત ગ્રામ્ય : કુલ 2 કેસ, 2 આરોપી અને રૂ. 32,680 નો મુદ્દામાલ જપ્ત

* ગુજરાતના અન્ય હિસ્સાઓ : કુલ 30 કેસ, 3 કવોલિટી કેસ, 39 આરોપી અને રૂ. 16,93,06,418 નો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો - Rajkot : પીડિતાએ વર્ણવી હચમચાવે એવી આપવીતી! સ્વામી પર લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો - Jaincharya Video : મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં Video વાઇરલ! જૈન સંપ્રદાયને લાંછન લગાવવાનો પ્રયાસ!

આ પણ વાંચો - Ahmedabad: બેંકના લોકર પણ સુરક્ષિત નથી, મહિલાના 34.18 લાખના દાગીના સહિત રોકડની ચોરી

Tags :
Advertisement

.