ATS : તરલ ભટ્ટના કારનામાઓની તપાસ શરુ, ખુદ DGP પહોંચ્યા ATSની ઓફિસે
ATS : જુનાગઢ (Junagadh) તોડકાંડના મુખ્ય સુત્રધાર PI તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS એ આરોપી તરલ ભટ્ટની ધરપકડ કરી છે. આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખૂલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્ય પોલીસ વડા સમગ્ર કેસની માહિતી મેળવવા માટે ગુજરાત એટીએસની કચેરીમાં પહોંચ્યા હતા અને તેમણે તપાસકર્તા અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી. તેમણે મીડિયાને કહ્યું કે તરલ ભટ્ટની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને સાથે અન્ય આરોપીઓની પણ શોધખોળ શરુ કરવામાં આવી છે.
ડીજીપી વિકાસ સહાય ATS ઓફિસ પહોંચ્યા
સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની એટીએસ દ્વારા ધરપકડ કરાઇ છે. બીજી તરફ શુક્રવારે ડીજીપી વિકાસ સહાય ATS ઓફિસ પહોંચ્યા હતા. તેઓ સમગ્ર કેસની માહિતી મેળવવા એટીએસ ઓફિસ પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે જૂનાગઢના કેસમાં પીઆઈ તરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. તરલ ભટ્ટની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે તથા કેસના સંકળાયેલા અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે તથા અન્ય બાકી આરોપીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
અમદાવાદથી શ્રીનાથજી અને ત્યાંથી ઇન્દોર ગયા
દરમિયાન એવી માહિતી મળી છે કે તરલ ભટ્ટ જુનાગઢથી અમદાવાદ અને અમદાવાદથી શ્રીનાથજી અને ત્યાંથી ઇન્દોર ગયા હતા. ઈન્દોરથી પરત આવતા અમદાવાદ ના હાઇવે પરથી તેઓ પકડાયા હતા. એટીએસને તરલ ભટ્ટનું લોકેશન અને કારની માહિતી મળી હતી. તરલ ભટ્ટને શનિવાર સવારે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ફરિયાદનું 164 મુજબ નું એટીએસ એ નિવેદન નોંધ્યું છે. આરોપી પોલીસ અધિકારી હોવાના કારણે એટીએસની ચુસ્ત તપાસ થશે.
Junagadh તોડકાંડમાં તપાસ ચાલી રહી છે : DGP વિકાસ સહાય #Junagadh #JunagadhTodkand #PITaralBhatt #Arrested #GujaratFirst @dgpgujarat @VikasSahayIPS @GujaratPolice pic.twitter.com/4ch4cO7ItT
— Gujarat First (@GujaratFirst) February 2, 2024
પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું
માધુપુર સટ્ટાકાંડ અને જૂનાગઢમાં મહા તોડકાંડના આરોપી પીઆઇ તરલ ભટ્ટના અમદાવાદ સહિતના નિવાસસ્થાનો પર ગુજરાત એટીએસ (Gujarat ATS) ની ટીમે ગઈકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે આજે આરોપી અને સસ્પેન્ડ પીઆઈ તરલ ભટ્ટની ધરપડક કરવામાં આવી છે. પોલીસની ભીસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું અને એટીએસના હાથે તેની ધરપકડ કરાઈ છે. માહિતી મુજબ, આ કેસમાં એટીએસ અન્ય બે આરોપીઓનું પણ પગેરું દબાવી રહી છે. આરોપી તરલ ભટ્ટની પૂછપરછમાં મોટા ખુલાસા થાય અને ઉચ્ચ અધિકારીઓ સાથે સાંઠ-ગાંઠ ખૂલે તેવી સંભાવનાઓ છે.
તરલ ભટ્ટનો તોડકાંડ બહાર આવ્યો
પીઆઈ તરલ આર. ભટ્ટ તથા જુનાગઢ સાઇબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દીપક જાની એ ગુજરાત પોલીસને ખળભળાટ મચાવી દે તેવો કાંડ રચ્યો હતો. તરલ ભટ્ટે આપેલી 335 થી વધુ જુદા-જુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાઇબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હકીકત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડિયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે. ગુનો નોંધાયા બાદ ત્રણેય આરોપી પોલીસ અધિકારીઓ ફરાર થઇ ગયા છે.
આ પણ વાંચો----JUNAGADH : સટ્ટાના મહાકાંડના આરોપી તરલ ભટ્ટની ધરપકડ, મોટા ખુલાસા થવાની શક્યતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ