Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tharad : પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો દેખાયો રમૂજી અંદાજ, જાહેરસભામાં કહ્યું- અમે તો સાત હજાર હતા તોય...!

થરાદના (Tharad) પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે (Gulab Singh Rajput) એક જાહેરસભામાં ઠાકોર સમાજના લોકોને સંબોધીને રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, અમે થરાદમાં સાત હજાર હતા, તોય 92 હજાર મતો લાવ્યા હતાં તો તમે તો ચાર લાખ છો એક એક વોટ...
tharad   પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો દેખાયો રમૂજી અંદાજ  જાહેરસભામાં કહ્યું  અમે તો સાત હજાર હતા તોય
Advertisement

થરાદના (Tharad) પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે (Gulab Singh Rajput) એક જાહેરસભામાં ઠાકોર સમાજના લોકોને સંબોધીને રમૂજી અંદાજમાં કહ્યું હતું કે, અમે થરાદમાં સાત હજાર હતા, તોય 92 હજાર મતો લાવ્યા હતાં તો તમે તો ચાર લાખ છો એક એક વોટ લાવો તો પણ સામેનાં લોકોની ડિપોઝિટ જપ્ત થઈ જાય.

Advertisement

સમગ્ર ભારતમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) જોર પકડ્યું છે. ત્યારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં પણ બંને પાર્ટીઓ દ્વારા અલગ અલગ સભાઓ અને બેઠકો કરી લોકોને મત આપવા માટે વિંનતી અને ભલામણો કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકસભા કોંગ્રેસના ઉમેદવારની એક મિટિંગમાં થરાદના (Tharad) પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ((Gulab Singh Rajput)) દ્વારા તમામ સમાજને તો વિનંતી કરાઈ હતી, પરંતુ ઠાકોર સમાજને તેમણે ખાસ વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના 4 લાખ નજીક વોટ છે. તેમણે જણાવ્યું હતું કે, ખાલી થરાદ વિધાનસભામાં મારા સમાજના 7 હજાર વોટ છે. તો પણ અમે લોકોએ 92 હજાર લોકોના દિલ જીત્યા છે.

Advertisement

પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત

Advertisement

'બનાસકાંઠાને વાજતે ગાજતે ધામધૂમથી બહેનનું મામેરું ભરવાનું છે'

તેમણે રમૂજી અંદાજમાં આગળ કહ્યું હતું કે, 7 હજાર છીએ છતાં 92 હજાર લાવ્યા તો તમે તો સમગ્ર બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં 4 લાખ છો. દાખલા તારીખે એક વ્યક્તિ ખાલી 4 વોટ લાવે તો જીત તો પાક્કિ છે પણ સામેની પાર્ટીની ડિપોઝિટ પણ જપ્ત થઈ જાય. આ સાતે ઠાકોર સમાજને મોટો સંદેશ આપતા વધુમાં કહ્યું હતું કે, બહેનના મામેરાની તો વાવ તાલુકા બે વખત મામેરું ભર્યું છે અને ત્રીજી વખત ધામધૂમથી ભરશે પણ હવે બનાસકાંઠાને વાજતે ગાજતે ધામધૂમથી બહેનનું મામેરું ભરવાનું છે.

અહેવાલ- યસપાલસિંહ વાઘેલા, થરાદ

આ પણ વાંચો - “ગેનીબેન જીત્યા એ દિવસથી તમારા પટ્ટા ઉતારી દઈશું” કોંગ્રેસની સભામાં પોલીસકર્મીઓ પર ગુલાબસિંહ રાજપૂતે સાધ્યું નિશાન

આ પણ વાંચો - Mansukh Vasava : ‘ચૈતર વસાવાથી કોઈ ફેર પાડવાનો નથી…’ સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર!

આ પણ વાંચો - Gujarat lokSabha Eleciton : તારીખોની જાહેરાત બાદ નેતાઓનો હુંકાર, કર્યાં આ દાવા, ગેનીબેન ઠાકોરનો અલગ અંદાજ

Tags :
Advertisement

Trending News

.

×