Mehsana : 'નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા...' : નીતિન પટેલ
ગુજરાત રાજ્યના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ (Former Deputy CM Nitin Patel) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલ, સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ (Congress) પર કટાક્ષ મારતા નજરે પડી રહ્યા છે. આ વાઇરલ વીડિયો મહેસાણામાં (Mehsana) સાંસદ હરિભાઈ પટેલનાં કાર્યકર્તા આભાર દર્શન કાર્યકમનો હોવાનું જાણવા મળ્યું છે.
નીતિન પટેલનો કોંગ્રેસ પર કટાક્ષ
રાજ્યનાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને BJP નેતા નીતિન પટેલ તેમના બેબાક નિવેદનોનાં કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. નીતિન પટેલને (Nitin Patel) જ્યારે પણ તક મળે ત્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લેવાની તક ગુમાવતા નથી. ત્યારે હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા જોવા મળી રહ્યા છે. આ વાઇરલ વીડિયો મહેસાણામાં (Mehsana) સાંસદ હરિભાઈ પટેલનાં (MP Haribhai Patel) કાર્યકર્તા આભાર દર્શન કાર્યકમનો હોવાનો કહેવાઇ રહ્યું છે. વાઇરલ વીડિયોમાં (Viral Video) પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ કહેતા સંભળાય છે કે, 'કોંગ્રેસના નેતા એ એવું કહેલું કે પક્ષમાં બે પ્રકારનાં ઘોડા હોય છે. એક રેસનો ઘોડો અને એક લગ્નમાં નાચવા વાળો ઘોડો.'
"નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો હોય તો કોંગ્રેસવાળા કોકને બોલાવી લેજો" @Nitinbhai_Patel#nitinpatel #bjp #congress #gujarat #rahulgandhi #gfcard #gujaratfirst pic.twitter.com/y9tv84TlEY
— Gujarat First (@GujaratFirst) July 15, 2024
BJP પાસે ફક્તને ફક્ત રેસમાં દોડનારા ઘોડા છે : નીતિન પટેલ
નીતિન પટેલે આગળ કહ્યું કે, 'હું તેમને કહેવા માંગું છું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે ફક્તને ફક્ત રેસમાં દોડનારા ઘોડા છે.' તેમણે કહ્યું કે, 'કોઈનાં ઘરે લગ્ન હોય, કોઈની ઈચ્છા હોય કે આપણે નાચનારા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોઈને બોલાવી દેજો... નોચતો ઘોડો આઇ જશે...' જણાવી દઈએ કે નીતિન પટેલનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાઇરલ થયો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો - CM Bhupendra Patel નો આજે 63મો જન્મદિવસ
આ પણ વાંચો - Surat: પ્રમોદ ગુપ્તાના અપહરણ અને ખંડણી મામલે કોર્પોરેટર અમિત રાજપૂતે ગુજરાત ફર્સ્ટને આપ્યો ખુલાસો
આ પણ વાંચો - Gandhinagar: કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ