Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ElectionsResults : આજે 'ફાઇનલ ડે'... સૌથી લોકપ્રિય ભરૂચ અને બનાસકાંઠા બેઠક પર આવી છે મતગણતરીની ખાસ તૈયારીઓ

ElectionsResults : દેશના સૌથી મોટા લોકશાહીના તહેવાર એવા લોકસભા ચૂંટણીનો (Lok Sabha Elections) આજે 'ફાઇનલ ડે' છે. એટલે કે આજે મતગણતરીનો દિવસ છે. આજે દેશને નવી સરકાર મળશે. માત્ર ભારત જ નહીં પરંતુ, સંપૂર્ણ વિશ્વની નજર આજે ભારતના ચૂંટણી પરિણામ...
electionsresults   આજે   ફાઇનલ ડે     સૌથી લોકપ્રિય ભરૂચ અને બનાસકાંઠા બેઠક પર આવી છે મતગણતરીની ખાસ તૈયારીઓ

ElectionsResults : દેશના સૌથી મોટા લોકશાહીના તહેવાર એવા લોકસભા ચૂંટણીનો (Lok Sabha Elections) આજે 'ફાઇનલ ડે' છે. એટલે કે આજે મતગણતરીનો દિવસ છે. આજે દેશને નવી સરકાર મળશે. માત્ર ભારત જ નહીં પરંતુ, સંપૂર્ણ વિશ્વની નજર આજે ભારતના ચૂંટણી પરિણામ છે. દેશ સહિત વિશ્વભરમાં આજે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે કે ભારતમાં મોદી સરકાર (Modi Government) હેટ્રિક મારશે કે I.N.D.I. ગઠબંધનની (INDIAAlliance) સરકાર બનાવશે. જો કે, ગુજરાતની 25 બેઠકો પર પણ આજે સૌની નજર છે. ભાજપે (BJP) રાજ્યની તમામ 26 બેઠકો જીતવાનો દાવો કર્યો છે. જ્યારે બીજી તરફ I.N.D.I. ગઠબંધને પણ ગુજરાતમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જો કે, સુરત (Surat) બેઠક પહેલાથી જ ભાજપે જીતી લીધી છે.

Advertisement

ભરૂચ બેઠક પર મતગણતરી માટે ખાસ તૈયારીઓ

જો કે, ગુજરાતમાં રાજકોટ સિવાય ભરૂચ (Bharuch) અને બનાસકાંઠા (Banaskantha) બેઠક આ વખતે ખૂબ જ ચર્ચામાં રહી છે. ભરૂચ બેઠક પર મનસુખ વસાવા VS ચૈતર વસાવા (Mansukh Vasava vs Chaitar Vasava) વચ્ચે ચૂંટણી જંગ છે. ત્યારે, બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી (Rekhaben Chaudhary) અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર (Ganiben Thakor) ચૂંટણી મેદાને છે. જો કે, આજે કોની કિસ્મત ચમકશે અને કોને હારનો કડવો સ્વાદ ચાખવા મળશે તે જોવાનું રહેશે. પરંતુ, જો તૈયારીઓની વાત કરીએ તો ભરૂચ લોકસભા બેઠક પર મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ છે. વિધાનસભા દીઠ 14 ટેબલ પર મતગણતરી થશે. સવારે 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટ અને EVM સાથે કુલ 1893 મતદાન મથકોની એક સાથે 23 રાઉન્ડમાં મતગણતરી થશે. એક ટેબલ દીઢ 1 માઈક્રોઓબ્ઝર્વર, 1 કાઉન્ટિંગ સુપરવાઈઝર, 1 આસિસ્ટન્ટ સુપરવાઈઝર નિયુક્ત રહેશે. 98 ટેબલ પર એકસાથે મતગણતરી થશે.

બનાસકાંઠામાં મતગણતરી એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે.

Advertisement

બનાસકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

બનાસકાંઠાની (Banaskantha) વાત કરીએ તો ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ લોકસભા બેઠક પર 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જિનિયરિંગ કોલેજ, જગાણા (Jagana) ખાતે યોજાશે. જણાવી દઈએ કે, બનાસકાંઠા લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતવિસ્‍તાર મુજબ અલગ-અલગ 14 ટેબલ/ હોલમાં કુલ 23 રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે. દરેક ટેબલ પર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરી માટે કુલ 862 થી વધુ અધિકારી/ કર્મચારીઓ ફરજ બજાવશે. સુરક્ષા બંદોબસ્તની વાત કરીએ તો જિલ્લા પોલીસ અધિક્ષક સહિત 3 DYSP, 7 PI, 37 PSI, 337 પોલીસ સ્ટાફ, 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડેપગે ફરજ નિભાવશે.

Advertisement

આ પણ વાંચો - Lok Sabha Election 2024: અમદાવાદ પશ્ચિમ બેઠકની મતગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થશે

આ પણ વાંચો - VADODARA : લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરીને લઇ અનેક રૂટ ડાયવર્ટ

આ પણ વાંચો - VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારે વર્ષ 2017 ની યાદો વાગોળી

Tags :
Advertisement

.