Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dwarka : દોઢ વર્ષની માસૂમ બાળકીને સાપ કરડી જતાં મોત, ખાખરડા ગામમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા

દ્વારકા (Dwarka) જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકી અને વૃદ્ધના મોત નીપજ્યા છે. પ્રથમ ઘટનામાં કલ્યાણપુરમાં (Kalyanpur) એક શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીને ઝેરી સાપ કરડી જતાં માસૂમનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, પરપ્રાંતીય શ્રમિક પરિવારની દોઢ વર્ષની...
dwarka   દોઢ વર્ષની માસૂમ બાળકીને સાપ કરડી જતાં મોત  ખાખરડા ગામમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા

દ્વારકા (Dwarka) જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં એક બાળકી અને વૃદ્ધના મોત નીપજ્યા છે. પ્રથમ ઘટનામાં કલ્યાણપુરમાં (Kalyanpur) એક શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીને ઝેરી સાપ કરડી જતાં માસૂમનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, પરપ્રાંતીય શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકીને ખેતરમાં ઝેરી સાપે ડંખ મારતાં બાળકીનું મોત થયું છે. જ્યારે બીજી ઘટનામાં ખાખરડા ગામની (Khakharda) સીમમાં અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી 80 વર્ષીય વૃદ્ધની હત્યા કરી હતી.

Advertisement

દોઢ વર્ષની બાળકીને સાપ કરડી જતાં મોત

દ્વારકાનાં (Dwarka) કલ્યાણપુર તાલુકાના ચૂર ગામે એક દુ:ખદ ઘટના બની છે. અહીં, ખેતરમાં કામ કરતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની દોઢ વર્ષની બાળકી પ્રિયંકા ખેલસિંગ સૂતી હતી ત્યારે એક ઝેરી સાપ તેને કરડ્યો હતો. સાપના કરડી જતાં માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના મૃતદેહને ખંભાળિયા સરકારી હોસ્પિટલ (Government Hospital) ખાતે પી.એમ અર્થે ખસેડાયો હતો. પ્રિયંકા ખેલસિંગ નામની દોઢ વર્ષની બાળકી મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છે.

ડોગ સ્ક્વોર્ડ, LCB, SOG સહિતની ટીમ ઘટના સ્થળે

Advertisement

અજાણ્યા શખ્સોએ વૃદ્ધની હત્યા કરી

બીજી ઘટનાની વાત કરીએ તો દ્વારકાના કલ્યાણપુર (Kalyanpur) તાલુકાના ખાખરડા ગામની સીમમાં કેટલાક અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી 80 વર્ષીય વૃદ્ધ વજુભા બનેસંગ જાડેજાની હત્યા કરી હતી. જો કે, હત્યાની ઘટના બાદ ગામમાં અંજપાભરી સ્થિતિને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હત્યાનું પગેરું શોધવા ડોગ સ્ક્વોર્ડ, LCB અને SOG સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. હત્યાના બનાવને પગલે કલ્યાણપુર પોલીસે (Kalyanpur Police) સઘન તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - શું તમે Floating Restaurant ની મુલાકાત લેવાનું વિચારી રહ્યો છો ? વાંચી લો આ સમાચાર

આ પણ વાંચો - Ganesh Gondal ને હવે જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટે જામીનની સુનાવણી ટાળી

આ પણ વાંચો - Ahmedabad : મેટ્રો સિટીમાં ધોળા દિવસે એક પછી એક લૂંટની ઘટના, કયાંક ફાયરિંગ તો ક્યાંક આંખમાં મરચું નાંખ્યું

Tags :
Advertisement

.