Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાલુપુર પોલીસ ચોકી પાસે હત્યાનો મામલો, ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની કરી ધરપકડ

કાલુપુર પોલીસ ચોકીથી ગણતરીના ડગલા દુર સમી સાંજે એક યુવક પર તીક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હતા જેમાં યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની અમદાવાદ ગ્રામયની હદમાંથી ધરપકડ કરી લીધી છે. સાદિક હુસૈન મોમીન અને લિયાક્ત મોમીન નામના બન્ને શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા બંને આરોપીàª
કાલુપુર પોલીસ ચોકી પાસે હત્યાનો મામલો  ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની કરી  ધરપકડ
કાલુપુર પોલીસ ચોકીથી ગણતરીના ડગલા દુર સમી સાંજે એક યુવક પર તીક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હતા જેમાં યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની અમદાવાદ ગ્રામયની હદમાંથી ધરપકડ કરી લીધી છે. સાદિક હુસૈન મોમીન અને લિયાક્ત મોમીન નામના બન્ને શખશોની ધરપકડ કરી લેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા બંને આરોપીઓ અગાઉ હત્યાના ગુનામાં પાંચ વર્ષની સજા કાપી ચુક્યા છે
પોલીસ વિભાગની શાખ ઉપર ખુબ મોટી સવાલ ઉભો  કરી 
સમગ્ર હત્યાના સીસીટીવી ફૂટેજ જોતા એક બાબત તો ચોક્કસ લાગે છે કે આરોપીઓને પોલીસનો ખોફ સહેજ પણ રહ્યો નથી, કારણકે આ હત્યા જે સ્થળ પર કરવામાં આવી ત્યાંથી ગણતરીની મીનીટોના અંતરે કાલુપુર પોલીસ ચોકી આવેલી છે ઉપરાંત ભરચક વિસ્તાર પણ છે, છતાય ચાર શખ્શો આવીને એક વ્યક્તિ ઉપર છરીના ઘા મારે છે એ બાબત એજ સાબિત કરે છે કે હવે ગુનેગારોમાં અમદાવાદ શહેર પોલીસનો ખોવોફ નથી રહ્યો મહત્વનું છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ આવે છે કે ચારેક જેટલા લોકો એક વ્યક્તિને તીક્ષણ હથિયાર વડે માર મારી રહ્યા છે અને આસપાસના લોકો પણ તમાશો જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદ ખુલ્લેઆમ આ રીતે એક યુવકની હત્યા કરી દેવામાં આવે છે તે સેવા, સુરક્ષા અને શાંતિ આપનારી પોલીસ વિભાગની શાખ ઉપર ખુબ મોટી સવાલ ઉભો  કરી દીધો છે
ચારેય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી
ચાર જેટલા શખ્શો આવીને એક શખ્શને મોતને ઘાટ ઉતારી દે છે તેની પાછળનું કારણ હાલ પોલીસના જણાવ્યા મુજબ એ પ્રકારનું છે કે અંગત અદાવતમાં આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીઓ અને મૃતક બન્ને એક બીજાને ઓળખતા હોવાનું પણ સામે આવ્યું છે,ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ વટવા ખાતે એક લગ્ન પ્રસંગમાં જમવાનું લાઈનમાં આપવા બાબતે આરોપી અને મૃતક વચ્ચે બોલાચાલી થઇ હતી જેની અદાવત રાખીને આરોપી સાદિક હુસૈન , રફીક હુસૈન ,લિયાકત હુસૈન તથા નાસીર હુસૈન ચારેય ભેગા મળીને નાઝીમ ઉર્ફે ઝીંગો નામના શખ્શને તલાવાર જેવા તીક્ષણ હથિયાર વડે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જયારે હાલ કાલુપુર પોલીસે મોહમંદ ફૈઝાન મોમીનના નિવેદનના આધારે ફરિયાદ નોંધીને ચારેય ફરાર આરોપીઓને ઝડપી લેવા માટેની કવાયત હાથ ધરી છે
કેસમાં બે આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે
મહત્વનું છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉ પણ થોડાક દિવસો અગાઉ આજ પ્રકારે જમવાનું લાઈનમાં લેવા બાબતે તકરાર થઇ હતી જેમાં પોલીસ સ્ટેશનમાં સમધાન થઇ ગયું હતું પરંતુ ફરીથી આજ પ્રકારે બનાવ બન્યો હતો જેની અદાવત રાખીને જયારે ફરિયાદી પોતાની ઓટો રીક્ષા લઈને સારંગપુર તરફ જઈ રહ્યો હતો તે સમયે પણ આ આચ્રેય આરોપીઓ બીજા રીક્ષા લઈને તેનો પીછો કરતા હતા અને ચાલુ રીક્ષાએ તલવાર જેવા હથિયાર ના ઘા માર્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં કર્યો છે. જો કે હાલ આ કેસમાં બે આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.