Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRP GameZone Tragedy : સસ્પેન્ડ અધિકારીઓને DGP નું તેડું, કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરાશે, આ અધિકારી ગુમ થતાં સવાલ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ (TRP GameZone Tragedy) બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. અત્યાર સુધીમાં આ મામલે મુખ્ય આરોપીઓ સહિત કુલ 7 લોકોની ધરપકડ કરાઈ છે. ત્યારે હવે સસ્પેન્ડ અધિકારીઓને પણ DGP નું તેડું આવ્યું છે. ઉપરાંત, આરોપી કિરીટસિંહ જાડેજાને...
trp gamezone tragedy   સસ્પેન્ડ અધિકારીઓને dgp નું તેડું  કિરીટસિંહને કોર્ટમાં રજૂ કરાશે  આ અધિકારી ગુમ થતાં સવાલ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ (TRP GameZone Tragedy) બાદ તપાસનો ઘમઘમાટ શરૂ થયો છે. અત્યાર સુધીમાં આ મામલે મુખ્ય આરોપીઓ સહિત કુલ 7 લોકોની ધરપકડ કરાઈ છે. ત્યારે હવે સસ્પેન્ડ અધિકારીઓને પણ DGP નું તેડું આવ્યું છે. ઉપરાંત, આરોપી કિરીટસિંહ જાડેજાને (Kirit Singh Jadeja) આજે કોર્ટમાં રજૂ કરાશે. જ્યારે, બીજી તરફ વોર્ડ નંબર 10 ના ઓફિસર છેલ્લા 4 દિવસથી ગુમ હોવાથી અનેક સવાલ થઈ રહ્યા છે.

Advertisement

કિરીટ સિંહને કોર્ટમાં રજૂ કરાશે

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot TRP GameZone) બાદ રાજ્યભરમાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. લોકો આ હત્યાકાંડ માટે જવાબદાર લોકો, ગેમઝોનના સંચાલકો, ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી અને સજાની માગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આ હત્યાકાંડમાં એક પછી એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, આરોપી કિરીટસિંહ જાડેજાને (Kirit Singh Jadeja) આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડની માગ કરાશે. જણાવી દઈએ કે, કિરીટસિંહ જાડેજા જમીનનો માલિક છે.

સસ્પેન્ડ સહિત તમામ અધિકારીઓની પૂછપરછ

ઉપરાંત, રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સસ્પેન્ડ સહિત તમામ અધિકારીઓની પૂછપરછ હાથ ધરાઈ છે. સસ્પેન્ડ અધિકારીઓને પણ DGP નું તેડું આવ્યું છે. બદલી પામેલા અધિકારીઓની પણ ડીજીપી ઓફિસ ખાતે પૂછપરછ થઈ શકે છે. માહિતી મુજબ, હાલ ક્રાઈમ બ્રાન્ચ (RAJKOT CRIME BRANCH) દ્વારા અનેક અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

વોર્ડ નંબર 10 ના ઓફિસર છેલ્લા 4 દિવસથી ગુમ

રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ (TRP GameZone Tragedy) મામલે એક ચોંકાવનારા સમાચાર પણ આવ્યા છે. વોર્ડ નંબર 10 ના ઓફિસર છેલ્લા 4 દિવસથી ગુમ છે. ચોથા દિવસે પણ ગેરહાજર રહેતા અનેક સવાલ ઊભા થયા છે. માહિતી મુજબ, વોર્ડ 10 નાં ઓફિસર આરતી નીંબાર્ક (Aarti Nimbark) ઘટના બની ત્યારથી ગુમ છે આથી મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. અધિકારી ગુમ રહેતા અનેક ચર્ચાએ વેગ પકડ્યો છે.

Advertisement

આ પણ વાંચો - રાજકોટ અગ્નિકાંડ બાદ હવે પોલીસ આવી હરકતમાં, AHMEDABAD અને SURAT માં ગેમઝોન કર્યા સીલ

આ પણ વાંચો - RAJKOT FIRE : રાજકોટ અગ્નિકાંડ કાંડમાં હવે ગેમઝોનની જગ્યાના માલિકની કરાઇ ધરપકડ

આ પણ વાંચો - GUJARAT FIRST IMPACT : આખરે BHARUCH માં પરવાનગી વિનાનું વોટરપાર્ક સીલ કરાશે; અધિક કલેકટરે આપ્યું આ નિવેદન

Tags :
Advertisement

.