Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bhavnagar : હવે મહુવામાં રાજુગીરી બાપુ વિરુદ્ધ ઊગ્ર વિરોધ, કોળી ઠાકોર સમાજે ભર્યું આ પગલું!

કથાકાર રાજુગીરી બાપુએ (Rajugiri Bapu) કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ કોળી-ઠાકોર સમાજમાં (KODI THAKOR SAMAJ) ભારે રોષ જોવા મળ્યો છે. રાજુગીરી બાપુએ જાહેરમાં માફી માગ્યા છતાં પણ સમાજ દ્વારા તેમની માફીનો સ્વીકાર ન કરી વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદનાં...
bhavnagar   હવે મહુવામાં રાજુગીરી બાપુ વિરુદ્ધ ઊગ્ર વિરોધ  કોળી ઠાકોર સમાજે ભર્યું આ પગલું

કથાકાર રાજુગીરી બાપુએ (Rajugiri Bapu) કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ કોળી-ઠાકોર સમાજમાં (KODI THAKOR SAMAJ) ભારે રોષ જોવા મળ્યો છે. રાજુગીરી બાપુએ જાહેરમાં માફી માગ્યા છતાં પણ સમાજ દ્વારા તેમની માફીનો સ્વીકાર ન કરી વિરોધ યથાવત રાખવામાં આવ્યો છે. ગઈકાલે અમદાવાદનાં સરખેજ પોલીસ સ્ટેશનમાં (Sarkhej Police Station) રાજુગીરી બાપુ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે, આજે ભાવનગર (Bhavnagar) જિલ્લાના મહુવા તાલુકામાં ઠાકોર સમાજના લોકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું.

Advertisement

રાજુગીરી બાપુ વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ

કથાકાર રાજુગીરી બાપુ દ્વારા કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તેમની વિરુદ્ધ કોળી ઠાકોર સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ દાખવવામાં આવી રહ્યો છે. સમાજના લોકો દ્વારા રાજુગીરી બાપુને 5 વર્ષ સુધી કથા ન કરવા દેવાની ઊગ્ર માગ કરાઈ છે. સાથે જ રાજુગીરી બાપુ સામે કાયદાકીય પગલાં લેવાની પણ કોળી ઠાકોર સમાજે માગ કરી છે. દરમિયાન, ભાવનગર (Bhavnagar) જિલ્લાનાં મહુવા (Mahuva) તાલુકાનાં સેવાસદન ખાતે આવેલ મામલતદાર કેચરીએ કોળી ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને રાજુગીરી બાપુ વિરુદ્ધ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સમાજ વિરુદ્ધ બોલનારી એક વ્યક્તિને માફ કરવામાં આવશે નહીં.

સમાજના લોકોએ આવેદન પત્ર પાઠવ્યું.

Advertisement

સરખેજ પોલીસ સ્ટેશનમાં રાજુગીરી બાપુ વિરુદ્ધ ફરિયાદ

આ સાથે સમાજે રાજુગીરી બાપુ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ઊગ્ર રજૂઆત પણ કરી હતી. જણાવી દઈએ કે, આ પહેલા બોટાદમાં રાજુગીરી બાપુ વિરુદ્ધ ગઢડા કોળી સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી. જ્યારે ગઈકાલે અમદાવાદના (Ahmedabad) સરખેજ પોલીસ સ્ટેશનમાં રાજુગીરી બાપુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ પહેલા કોળી- ઠાકોર સમાજના લોકો મોટી સંખ્યામાં અમરેલી (AMRELI) જિલ્લાના સાવરકુંડલા જેસર રોડ સ્થિત રાજુગીરી બાપુના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યાર બાદ રાજુગીરી બાપુએ (RAJU BAPU CONTROVERSY) આ મામલે જાહેરમાં રડતા રડતા માફી માગી હતી.

Advertisement

આ પણ વાંચો - Raju Bapu controversy : રાજુગીરી બાપુની મુશ્કેલીઓમાં વધારો! પોલીસ ફરિયાદ નોંધાવી કરાઈ આ માગ

આ પણ વાંચો - Raju Bapu controversy : ‘રાજુગીરી બાપુની જીભ કાપે તેને…’, કોંગ્રેસ નેતાના બફાટે વિવાદનો મધપૂડો છંછેડ્યો!

આ પણ વાંચો - Raju Bapu controversy : રાજુ બાપુએ રડતા રડતા માગી માફી, 5 વર્ષ કથા ન કરવા દેવા કોળી-ઠાકોર સમાજની માગ

Tags :
Advertisement

.