Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shaktisinh Gohil : ડરનો ડંડો, કોથળાભરીને રૂપિયા અને પાર્ટીમાં મોટા પદની લાલચ આપે છે : શક્તિસિંહ ગોહિલ

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા અમરીશ ડેરે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અમરીશ ડેરના (Amrish Der) રાજીનામા બાદ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) પણ પાર્ટીમાંથી છેડો ફાડે તેવા અહેવાલ સામે આવ્યા છે. અમરીશ...
shaktisinh gohil   ડરનો ડંડો  કોથળાભરીને રૂપિયા અને પાર્ટીમાં મોટા પદની લાલચ આપે છે   શક્તિસિંહ ગોહિલ

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા કોંગ્રેસમાંથી વધુ એક દિગ્ગજ નેતા અમરીશ ડેરે પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. અમરીશ ડેરના (Amrish Der) રાજીનામા બાદ અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) પણ પાર્ટીમાંથી છેડો ફાડે તેવા અહેવાલ સામે આવ્યા છે. અમરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા પણ પાર્ટી છોડશે તેવી ચર્ચાઓ વચ્ચે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ (Shaktisinh Gohil) અને નેતા અમિત ચાવડાએ (Amit Chavda) પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી રહી છે. 7 માર્ચે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે અને સાત જિલ્લામાંથી પ્રસાર થશે.

Advertisement

'ભારત જોડો ન્યાય યાત્રા' રાજ્યના 7 જિલ્લાઓમાંથી પ્રસાર થશે : શક્તિસિંહ ગોહિલ

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) મીડિયાને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીજીની (Rahul Gandhi) 'ભારત જોડો ન્યાય યાત્રા' (Bharat Jodo Nyaya Yatra) 7 માર્ચે બપોરે 3 વાગે ગુજરાતમાં પ્રવેશ કરશે. આ યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની છે. લોકસભાની ચૂંટણી વચ્ચે યાત્રા યોજાઈ રહી છે. રાહુલ ગાંધીની આ યાત્રાને દેશના લોકોનો અધડક પ્રેમ મળી રહ્યો છે. ત્યારે હવે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. ગુજરાત કોંગ્રેસનો દરેક કાર્યકર્તા આ યાત્રામાં જોડાશે અને સહકાર આપશે. ગુજરાતના (Gujarat) આ સમર્પિત કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી (BJP) ડરાવી શકતી નથી. 'ભારત જોડો ન્યાય યાત્રા' રાજ્યના 7 જિલ્લાઓમાંથી પ્રસાર થશે. યાત્રા દરમિયાન તમામ મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.

Advertisement

કામના નામે મત મળે છે તો પછી નેતાઓને લઈ કેમ જવા પડે છે?

આ સાથે શક્તિસિંહ ગોહિલે બીજેપી પર આરોપ લગાવતા કહ્યું કે, ડરનો ડંડો, કોથળાભરીને રૂપિયા અને પાર્ટીમાં મોટા પદની લાલચ આપીને અન્ય પાર્ટીના નેતાઓને પોતાની પાર્ટીમાં લઈ જાય છે. પરંતુ, એ આંગળીના વેઢે ગણાય એટલા નેતા છે. પરંતુ, લાખોની સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપ (BJP) પાર્ટી ડરાવી પણ નથી શકતી અને ખરીદી પણ નથી શકતી. શક્તિસિંહે આગળ કહ્યું કે, જે નેતાઓએ રંગા બિલ્લા, ગુંડા જેવા શબ્દોનો પ્રયોગ તેમના માટે કર્યો હતો એવા નેતાઓને ભાજપમાં લઈ જવાનો પ્રયત્ન કેમ કરવો પડે છે? જો તમે દાવો કરો કે તમારા કામના નામે મત મળે છે તો પછી નેતાઓને લઈ કેમ જવા પડે છે?

'અર્જુનભાઈ કાલે મારી સાથે ગોધરા હતા'

શક્તિસિંહ ગોહિલે આગળ કહ્યું કે, અહમદભાઈની ચૂંટણી વખતે 17 નેતા ગયા હતા પરંતુ, તેમાંથી 15 ધારાસભ્યો ફરી ચૂંટાઈ શક્યા નહોતા. આ માટે ગુજરાતની જનતાને સલામ છે. તેમણે માહિતી આપી કે, ભારત જોડો ન્યાય યાત્રા 4 દિવસમાં 400 થી વધુ કિમી, 7 જિલ્લામાં પ્રવાસ કરી મહારાષ્ટ્રમાં (Maharashtra) પ્રવેશ કરશે. આ યાત્રા દરમિયાન ગુજરાતમાં વિવિધ મીટિંગ, સ્વાગત કાર્યક્રમ અને પદયાત્રા યોજાશે. શક્તિસિંહે અર્જુન મોઢવાડિયા વિશે કહ્યું કે, અર્જુનભાઈ કાલે મારી સાથે ગોધરા હતા. સવારે પણ મારી સાથે વાત થઈ છે અને યાત્રાને લઈ પ્લાનિંગ પણ કર્યું છે. પણ ભાજપ પાર્ટીની નિયત રહી છે કે જેની સાથે જનાદેશ હોય અમને લઈ જાય છે.

Advertisement

કોંગ્રેસે નફરત છોડીને પ્રેમનો સંદેશ આપ્યો છે : અમિત ચાવડા

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ (Amit Chavda) મીડિયાને જણાવ્યું કે, કોંગ્રેસે નફરત છોડીને પ્રેમનો સંદેશ આપ્યો છે. આરોપ લગાવતા કહ્યું કે, ગુજરાત હવે એ 'ઊડતા ગુજરાત' તરફ આગળ વધી રહ્યું છે. ગીફ્ટ સિટીમાં દારૂને મંજૂરી અને ગુજરાતમાં દારૂબંધી... આ સાથે અમિત ચાવડાએ ખેડૂતો અંગે વાત કરતા કહ્યું કે, આવક બમણી કરવાની વાત હતી પરંતુ, તેની સામે ખેડૂતોનો ખર્ચ બમણો થઈ રહ્યો છે. 'ભારત જોડો ન્યાય યાત્રા' (Bharat Jodo Nyaya Yatra) કોઈ રાજકીય એજન્ડા નથી, લોકોને ન્યાય મળે તે માટે છે. જે પણ લોકોને અન્યાય થયો હોય, તે લોકો આ યાત્રામાં જોડાવવા આહ્વાન છે અને આમત્રંણ છે.

આ પણ વાંચો - Ambarish Der : કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરની પ્રેસ કોન્ફરન્સ, આવતીકાલે કમલમ જશે

Tags :
Advertisement

.