Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli : MP ની ઘટનાના પડઘા અમરેલીમાં, મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર અપાયું

મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં દેશના બે મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરના સમર્થકો વચ્ચે પ્રતિમાની સ્થાપનાને લઈ ભારે વિવાદ થયો. પ્રતિમા સ્થાપિત કરવા મામલે પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ પણ બની. ઉજ્જૈનના (Ujjain) માકડોન ગામે એક જૂથે સરદાર...
amreli   mp ની ઘટનાના પડઘા અમરેલીમાં  મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર અપાયું

મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઉજ્જૈનમાં દેશના બે મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરના સમર્થકો વચ્ચે પ્રતિમાની સ્થાપનાને લઈ ભારે વિવાદ થયો. પ્રતિમા સ્થાપિત કરવા મામલે પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ પણ બની. ઉજ્જૈનના (Ujjain) માકડોન ગામે એક જૂથે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ખંડિત કરી હતી, જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનાના પડઘા અમરેલીમાં (Amreli) પણ પડ્યા છે. છોટે સરદારના નામથી જાણીતા ગોપાલ વસ્તપરા, ધારાસભ્ય જનક તળાવિયા અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદાર અને પોલીસ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Advertisement

સરદાર પટેલ અને બાબા સાહેબના સમર્થકો સામસામે

સોશિયલ મીડિયા પર હાલ એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે, જે મધ્યપ્રદેશના ઉજ્જૈનના (Ujjain) માકડોન ગામ ખાતેનો હોવાનું સામે આવ્યું છે. માકડોન ગામ ખાતે લોકોના એક જૂથે સરદાર પટેલની (Sardar Vallabhbhai Patel) પ્રતિમાને ખંડિત કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને એક શખ્સ દ્વારા ટ્રેક્ટર વડે પાડી દેવામાં આવી હતી. આ ઘટના બાદ બે જૂથ (સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરના સમર્થકો) સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો અને આગચંપી જેવી ઘટનાઓ પણ બની હતી. એવી માહિતી પણ સામે આવી છે કે, આ હિંસક ભીડ દ્વારા વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા અને દુકાનો પર પણ પથ્થરમારો કરાયો હતો.

આ ઘટનાના પડઘા હવે અમરેલીમાં પડ્યા

આ ઘટનાના પડઘા હવે અમરેલીમાં (Amreli) પડ્યા છે. મધ્યપ્રદેશની ઘટનાનો વીડિયો સામે આવતા અમરેલી (Amreli) જિલ્લાના બાબરા ખાતે દેશના મહાપુરુષ સરદાર પટેલના અપમાન માટે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વિસ્તારમાં છોટે સરદારના નામથી જાણીતા ગોપાલ વસ્તપરા દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. ગોપાલ વસ્તપરા સાથે ધારાસભ્ય જનક તળાવિયા અને પાટીદાર સમાજના અગ્રણીઓએ મામલતદાર અને પોલીસ તંત્રને આ આવેદનપત્ર પાઠવાયું છે. સાથે સમાજમાં અશાંતિ ફેલાવનારા અને મહારપુરૂષોનું અપમાન કરનારા જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ કરાઈ છે.

Advertisement

આ પણ વાંચો - Surat : માત્ર રૂ. 10 માં બોગસ જન્મ દાખલા બનાવી આપવાનું કૌભાંડ, છેડા બિહાર સુધી!

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.