Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gir Somnath : સોસાયટીમાં 3 દિવસથી ભરાયેલા વરસાદી પાણીમાં 2 યુવક ડૂબ્યાં, થયું મોત

ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદનાં કારણે નદી, તળાવ, ડેમ છલકાયાં છે. જ્યારે કેટલાક રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ભેટમાં ફેરવાયા છે. આ વચ્ચે વેરાવળમાંથી (Veraval) એક દુ:ખદ ઘટના સામે આવી છે. શાહીગરા...
09:16 PM Jul 21, 2024 IST | Vipul Sen

ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) મેહુલિયો મન મૂકીને વરસ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદનાં કારણે નદી, તળાવ, ડેમ છલકાયાં છે. જ્યારે કેટલાક રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ભેટમાં ફેરવાયા છે. આ વચ્ચે વેરાવળમાંથી (Veraval) એક દુ:ખદ ઘટના સામે આવી છે. શાહીગરા સોસાયટીમાં 3 દિવસથી ભરાયેલા વરસાદી પાણીમાં બે યુવકો ડૂબ્યા હતા. સ્થાનિકોએ બન્નેનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં લોકો સિવિલ (Civil Hospital) પહોંચ્યા હતા. ધારાસભ્ય અને ચીફ ઓફિસર વિરૂદ્ધ નારાં લગાવી સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

વેરાવળીમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં બે યુવક ડૂબ્યાં

પ્રાપ્ત માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાનાં (Gir Somnath) વેરાવળની શાહીગરા સોસાયટીમાં (Shahigara Society) બે યુવકોનાં મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સતત થઈ રહેલા વરસાદનાં કારણે સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી પાણી ભરાયા હતા. દરમિયાન, બે યુવકોનાં પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યાં છે. સ્થાનિકોએ બંનેનાં મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. મૃતક યુવકોનાં પરિવાજનો સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજનાં (Muslim Community) લોકો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ધારાસભ્ય અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

તંત્રની બેદરકારી સામે રોષ, પરિવાજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર

સ્થાનિક લોકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, વિસ્તારમાં ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાય છે, જેના કારણે સોસાયટીમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. સ્થાનિકોએ તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો અને સમસ્યાનો જલદી અંત લાવવા માગ કરી હતી. સાથે જ મૃતકો યુવકોનાં પરિવારે મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

 

આ પણ વાંચો - Chandipura Virus : કાળમુખા ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્! વધુ 2 માસૂમોનો લીધો ભોગ

આ પણ વાંચો - Harsh Sanghvi : સુરત, દ્વારકા, ખેડામાં પોલીસનું મેગા ઓપરેશન! ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

આ પણ વાંચો - Godhra : બાંગ્લાદેશના હિંસક આંદોલનમાં 22 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

Tags :
chief officerCivil HospitalGir-SomnathGujarat FirstGujarati NewsMLAMuslim communityShahigara SocietyVeraval
Next Article