Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CM સ્પીચ આપી રહ્યા હતા, અને ચીફ ઓફિસર નીંદર માણી રહ્યા હતા

અહેવાલઃ કૌશીક છાંયા, ભૂજ  મુખ્યમંત્રી જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે અધિકારીઓ ખુબજ સજાગ રહેતા હોય છે.. . આંખનો પલકારો મારવાનું પણ ચૂકી જવાય તેવી સતર્કતા અધિકારીઓમાં જોવા મળતી હોય છે, ભૂજમાં આનાથી બિલકુલ ઉંધુ જ દ્રશ્ય જોવા મળ્યું આજે રાજ્યના...
cm સ્પીચ આપી રહ્યા હતા  અને ચીફ ઓફિસર નીંદર માણી રહ્યા હતા

અહેવાલઃ કૌશીક છાંયા, ભૂજ 

Advertisement

મુખ્યમંત્રી જ્યારે સ્પીચ આપતા હોય ત્યારે અધિકારીઓ ખુબજ સજાગ રહેતા હોય છે.. . આંખનો પલકારો મારવાનું પણ ચૂકી જવાય તેવી સતર્કતા અધિકારીઓમાં જોવા મળતી હોય છે, ભૂજમાં આનાથી બિલકુલ ઉંધુ જ દ્રશ્ય જોવા મળ્યું

આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભુજ ખાતે આવેલા ટાઉનહોલમાં સનદ વિતરણ કાર્યક્રમમાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ 14000 ભૂકંપગ્રસ્તોને સનદનું વિતરણ કર્યું હતું, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એક તરફ પોતાનું પ્રવચન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ ઊંઘતા જોવા મળ્યા હતા. સીએમની સ્પીચ ચાલુ હોય અને નગર પાલિકાના ચીફ ઓફિસર જેવી જવાબદાર વ્યક્તિ  ઉંઘતી હોય તે દ્રશ્યો સૌ કોઇ માટે ચોંકાવનારા છે..

Advertisement

લોકોના જણાવ્યા પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી છેક ગાંધીનગરથી ભુજ ખાતે સનદ વિતરણ કરવા માટે આવ્યા હતા અને વિકાસની વાતો કરી રહ્યા હતા . આ સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર કઇ રીતે આટલી બિનદાસ્ત ઉંઘ માણી શકે. ચીફ ઓફિસર ઉઘતા ઝડપાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Advertisement

આ પણ વાંચોઃ ભૂજમાં મુખ્યમંત્રીના હસ્તે ભૂકંપ અસરગ્રસ્તોને સનદ અને પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

Tags :
Advertisement

.