Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SMC Raid : ગુજરાતમાં દારૂબંધી ? બે દિવસમાં 1.78 કરોડનો દારૂ મળ્યો

SMC Raid : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેના પૂરાવાઓ SMC Raid માં મળી આવ્યા છે. છેલ્લાં બે દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રાટકી રૂપિયા 1 કરોડ 78 લાખનો વિદેશી દારૂ...
smc raid   ગુજરાતમાં દારૂબંધી   બે દિવસમાં 1 78 કરોડનો દારૂ મળ્યો
Advertisement

SMC Raid : ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને તેના પૂરાવાઓ SMC Raid માં મળી આવ્યા છે. છેલ્લાં બે દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રાટકી રૂપિયા 1 કરોડ 78 લાખનો વિદેશી દારૂ (IMFL) તેમજ રૂપિયા 1.38 કરોડના વાહનો જપ્ત કર્યા છે. બુટલેગરો પાસેથી મળતા લાખો-કરોડો રૂપિયાના હપ્તા માટે જિલ્લા પોલીસ વડા (DSP) સહિતના ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે અને આ વાત જગજાહેર છે.મહિનાઓથી ગોડાઉનમાં ચાલતું હતું દારૂનું કટીંગમોરબી જિલ્લા પોલીસ (Morbi Police) ની મહેરબાનીથી ચાલતા વિદેશી દારૂના ગોડાઉનમાં કટીંગ સમયે એસએમસીએ દરોડો (SMC Raid) પાડ્યો હતો. એસએમસીના પીએસઆઈ એચ. એચ. જાડેજા (PSI H H Jadeja) તેમજ તેમની ટીમને મળી આવેલો થોકબંધ વિદેશી દારૂનો જથ્થો અને મુદ્દામાલ ગણતા કલાકો થયા હતા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશન (Morbi Taluka Police Station) ની હદમાં આવેલા મોરબી-વાંકાનેર હાઈવે પરના લાલપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમદાવાદના બુટલેગર જીમિત શંકરભાઈ પટેલે ગત નવેમ્બર મહિનાની શરૂઆતમાં 90 હજાર રૂપિયાના ભાડાથી ભવાનસિંહ જાડેજાનું ગોડાઉન રાખ્યું હતું. SMC Raid માં જુદીજુદી બ્રાન્ડની કુલ 61,152 IMFL બોટલ (કિંમત 1.51 કરોડ)ની મળી આવી છે. Team SMC એ સ્થળ પરથી 10 આરોપીઓને ઝડપી લઈ 7 વાહનો, 10 મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા 2.50 લાખ કબજે કર્યા છે. જ્યારે લિસ્ટેડ બુટલેગર જીમિત પટેલ સહિત 11 આરોપીઓને ફરાર જાહેર કર્યા છે. અત્રે નોંધનીય છે કે, SMC Raid કરી ગત મહિને મોરબી પોલીસની ભાગીદારીથી ચાલતા પેટ્રોલ-ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

નવસારી-ડાંગમાંથી લાખોનો દારૂ પકડાયોનવસારી જિલ્લા (Navsari District) માં એસએમસીએ પાડેલો દરોડો (SMC Raid) દક્ષિણ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગણદેવી તાલુકાના રાહેજ ગામે રામજી મંદિરની સામે ખુલ્લા પ્લોટમાં ચાલતા વિદેશી દારૂના કટીંગનો Team SMC એ પર્દાફાશ કર્યો છે. એસએમસીના પીઆઈ સી. એચ. પનારા (PI C H Panara) અને તેમની ટીમે રૂપિયા 25.41 લાખની 21,888 IMFL બોટલ 71 લાખના 8 વાહનો સહિત એકાદ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC એ સ્થળ પરથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે ગણદેવી પોલીસ સ્ટેશન (Gandevi Police Station) ના ચોપડે 9 આરોપીઓને ફરાર દર્શાવાયા છે. ડાંગ જિલ્લા (Dang District) ના વઘઈ પોલીસ સ્ટેશન (Waghai Police Station) ની હદમાં પડેલી SMC Raid માં 1.71 લાખની કિંમતની 2,258 IMFL બોટલ-ટીન જપ્ત કરવામાં આવ્યા છે. પીએસઆઈ એન. એસ. ઝાલા (PSI N S Zala) અને તેમની ટીમે 3 આરોપીને ઝડપી લઈ બે વાહનો જપ્ત કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

રાજકીય પક્ષ અને નેતાના નામે પોલીસનો વેપારSMC Raid બાદ મોરબી અને નવસારી પોલીસ ચર્ચાઓમાં છે. લોકસભા ચૂંટણી ટાણે દારૂબંધીના કાયદાનું પાલન કરાવવાના બદલે પોલીસ ખુદ બુટલેગરો સાથે મળીને ગુજરાતમાં નશો ઠાલવી રહી છે. જિલ્લા પોલીસ વડા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની મહેરબાનીથી જ બુટલેગરો હોલસેલમાં દારૂ ઠાલવી રહ્યાં છે. મોરબી જિલ્લામાંથી મળી આવેલા ગોડાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો હળવદ (Halvad) વાંકાનેર (Wankaner) ચોટીલા (Chotila) અને થાનગઢ (Thangadh) સુધી પહોંચતો હતો. ચૂંટણી ટાણે પોલીસ અધિકારીઓ રાજકીય પક્ષ અને ઉમેદવારોના નામે વર્ષોથી દેશી-વિદેશી દારૂના ધંધાઓ ચલાવતા આવ્યાં છે. કેટલાંક ભ્રષ્ટ IPS અધિકારી ચૂંટણીની આડમાં બુટલેગરોને છૂટ આપી પોતાના ખિસ્સા ગરમ કરી લેવામાં માહેર છે.

Advertisement

આ  પણ વાંચો - POLITICS: પાસવાન અને સોરેન સહિત દેશના આ 5 રાજકીય પરિવારમાં કકળાટનો કોને ફાયદો?

આ  પણ વાંચો - Mahesana : 200 રૂપિયાની લાંચમાં ખાખી ટોળકી ઝડપાઈ

આ  પણ વાંચો - BY-ELECTION : 5 બેઠકોની પેટા ચૂંટણીમાં આ રહ્યા BJP-CONGRESS ના મુરતિયા

Tags :
Advertisement

Related News

featured-img
Top News

કન્નૌજ રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત, અનેક કામદારો કચડાયા, 5નો આબાદ બચાવ

featured-img
અમદાવાદ

Ahmedabad: ઉતરાયણને લઈ વિવિધ ગુનામાં 49 આરોપીની ધરપકડ કરવામાં આવી

featured-img
ગુજરાત

VADODARA : પોલીસે 5 હજારથી વધુ ગેરકાયદે વેચાતા ગુબ્બારા ઝડપ્યા

featured-img
રાષ્ટ્રીય

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ શાળાની જગ્યાએ બનાવી મધુશાલા : અનુરાગ ઠાકુર

featured-img
રાષ્ટ્રીય

રામ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે: PM મોદી

featured-img
Top News

Surat : લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ઇસમો પર લગામ ક્યારે? ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ

×

Live Tv

Trending News

.

×