Salman Khan : બોલિવૂડ ભાઈજાનની ઘર બહાર ફાયરિંગ થતા તપાસનો ઘમઘમાટ, ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ પહોંચી
મુંબઈમાં (Mumbai) આજે બોલિવૂડ ભાઈજાન સલમાન ખાનની (Salman Khan) ઘર બહાર ફાયરિંગની ઘટના બની છે. હેલ્મેટધારી બાઇકસવાર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ફરાર થયા હોવાના અહેવાલ છે. બ્રાંદ્રા (Bandra) વિસ્તારમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર 3 રાઉન્ડ ગોળીબાર થયો હોવાની માહિતી મળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ બોલીવુડ અભિનેતાની સુરક્ષા પણ વધારવામાં આવી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે અને તેની સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગોળીઓના નિશાન શોધી રહી છે.
#WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning.
Police and forensic team present on the spot. pic.twitter.com/5vMmoXbI22
— ANI (@ANI) April 14, 2024
વહેલી સવારે 3 રાઉન્ડ ફાયરિંગ થયું
મુંબઈના બ્રાંદ્રા (Bandra) વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં (Galaxy Apartment) બોલિવૂડના દબંગ ખાન અને ભાઈજાન તરીકે જાણીતા અભિનેતા સલમાન ખાનનું ઘર આવેલું છે. સામાન્ય રીતે અવારનવાર ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે ભીડ જોવા મળે છે. પરંતુ, આજે વહેલી સવારે અહીં, અંદાજે 4.50 કલાકે ફાયરિંગની ઘટના (firing incident) બની હતી. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને પછી ફરાર થયા હતા. શૂટરોએ હેલ્મેટ પહેર્યું હોવાથી હાલ તેમની ઓળખ થઈ શકી નથી.
#WATCH | Mumbai, Maharashtra: Visuals from outside actor Salman Khan's residence in Bandra where two unidentified men opened fire this morning.
Police and forensic team present on the spot. pic.twitter.com/fVXgHzEW0J
— ANI (@ANI) April 14, 2024
ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી
જો કે, આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ, ઘટનાને પગલે ગલેક્સી એપાર્ટમેન્ટ બહાર પોલીસનો (Mumbai Police) ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે જ સલમાન ખાનની સુરક્ષા પણ વધારવામાં આવી છે. માહિતી મુજબ, આ ઘટનાની હવે ક્રાઈમ બ્રાન્ચની (crime branch) ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેની સાથે ફોરેન્સિક (forensic) ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને ગોળીઓના નિશાન શોધી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની (Sidhu Moosewala) હત્યા બાદ સલમાન ખાનને ગેંગસ્ટર ગોલ્ડી બરાર (Goldie Brar) અને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.
આ પણ વાંચો - Salman Khan ના ઘરની બહાર ફાયરિંગ, પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી…
આ પણ વાંચો - અક્ષય કુમારની “BMCM” કે અજય દેવગનની “MAIDAAN”, જાણો કોણ કોના ઉપર પડશે ભારે
આ પણ વાંચો - Netflix માંથી જલ્દી જ નીકળી જશે Jurassic Park થી લઈને Train to Busan સુધીની ફિલ્મો, જાણો શું છે કારણ