Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandipura Virus : કાળમુખા ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્! વધુ 2 માસૂમોનો લીધો ભોગ

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી 25 થી વધુ બાળકોનાં મોત નીપજ્યા છે. ત્યારે આજે પણ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ચાંદીપુરાના નવા કેસ નોંધાયા છે. માહિતી મુજબ, સુરેન્દ્રનગર (Surendranagar), રાજકોટ અને મહેસાણામાં 1-1 અને બનાસકાંઠામાં (Banaskantha)...
chandipura virus   કાળમુખા ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્  વધુ 2 માસૂમોનો લીધો ભોગ

રાજ્યમાં ચાંદીપુરા વાઇરસે (Chandipura Virus) હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી 25 થી વધુ બાળકોનાં મોત નીપજ્યા છે. ત્યારે આજે પણ રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં ચાંદીપુરાના નવા કેસ નોંધાયા છે. માહિતી મુજબ, સુરેન્દ્રનગર (Surendranagar), રાજકોટ અને મહેસાણામાં 1-1 અને બનાસકાંઠામાં (Banaskantha) 4 નવા કેસ નોંધાયા છે. 4 પૈકી 2 બાળકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને બાળકોની વધુ કાળજી લેવા અપીલ કરી છે. સાથે જ અસરગ્રસ્ત જિલ્લાઓમાં દવાના છંટકાવની ડ્રાઇવ સહિત વિવિધ તૈયારીઓ હાથ ધરી છે.

Advertisement

રાજકોટ અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયા

પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટમાં (Rajkot) ચાંદીપુરાનાં વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ગોંડલના અનિડા ગામનું 7 વર્ષનું બાળક સંક્રમિત થતાં સારવાર હેઠળ છે. હાલ, બાળકનાં સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બાળકની સ્થિતિ સ્ટેબલ હોવાનો ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે. બાળક 1 મહિના અગાઉ મધ્યપ્રદેશથી (Madhya Pradesh) આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મહેસાણા (Mehsana) જિલ્લાની વાત કરીએ તો કડીનાં સેદરડી ગામની 6 વર્ષની બાળકીમાં લક્ષણો દેખાતા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં (Ahmedbad Civil Hospital) સારવાર અર્થે દાખલ કરાઈ છે. બાળકીનાં સેમ્પલ પુણે (Pune) ખાતે લેબોરેટરીમાં મોકલાયા છે.

Advertisement

બનાસકાંઠામાં 4 દર્દી પૈકી 2 માસૂમોનાં મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનો એક કેસ નોંધાયો છે. માહિતી મુજબ, મુળી તાલુકાના લીયા ગામે 8 વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાઇરસનાં (Chandipura Virus) લક્ષણો દેખાતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આરોગ્ય વિભાગ (Health Department) દ્વારા બાળકનાં બ્લડનાં સેમ્પલ લઇ ગાંધીનગર લેબોરેટરી ખાતે રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા છે. ઉપરાંત, બનાસકાંઠામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસનાં 4 કેસ નોંધાયા છે, જે પૈકી 2 બાળકોનાં મોત નીપજ્યાં છે. અમદાવાદમાં સારવાર લઈ રહેલા પાલનપુરનાં બાળક અને પાટણમાં સારવાર લઈ રહેલા ડીસાનાં સદરપુરનાં બાળકનું મોત નીપજ્યું છે. હાલ, એક અમદાવાદ સિવિલમાં અને એક ઝાયડ્સ હોસ્પિટલમાં (Zydes Hospital) સારવાર હેઠળ છે. ચારેય બાળકોનાં સેમ્પલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Harsh Sanghvi : સુરત, દ્વારકા, ખેડામાં પોલીસનું મેગા ઓપરેશન! ઇન્દોર સ્ટેડિયમમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

આ પણ વાંચો - Godhra : બાંગ્લાદેશના હિંસક આંદોલનમાં 22 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા

આ પણ વાંચો - Ahmedabad : વધુ એક જાણીતી રેસ્ટોરન્ટ વિવાદમાં! દાલફ્રાયમાંથી નીકળ્યો વંદો અને પછી..!

Tags :
Advertisement

.