Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Civil Hospital : 161 મું અંગદાન, ભારે હૃદયથી પિતાએ વ્હાલસોઇ દીકરીનાં અંગોનું દાન કર્યું

Ahmedabad Civil Hospital : અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનાં (Organ Donation Charitable Trust) દિલીપ દેશમુખ (દાદા) દ્વારા દીકરીનાં પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વ્હાલસોઇ દીકરીનાં અંગદાનનો નિર્ણય કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં 161 માં અંગદાન થકી એક લીવર, બે કિડની, બે આંખો...
ahmedabad civil hospital   161 મું અંગદાન  ભારે હૃદયથી પિતાએ વ્હાલસોઇ દીકરીનાં અંગોનું દાન કર્યું

Ahmedabad Civil Hospital : અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનાં (Organ Donation Charitable Trust) દિલીપ દેશમુખ (દાદા) દ્વારા દીકરીનાં પિતાને અંગદાન અંગે પ્રોત્સાહિત કરતા પિતાએ વ્હાલસોઇ દીકરીનાં અંગદાનનો નિર્ણય કર્યો હતો. સિવિલ હોસ્પિટલમાં 161 માં અંગદાન થકી એક લીવર, બે કિડની, બે આંખો (કોર્નિયા) તથા સ્કીનનાં અંગદાન સાથે કુલ 3 અંગો અને 3 પેશીઓનું દાન કરાયું હતું.

Advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 161 મું અંગદાન

કચ્છ (Kutch) જિલ્લાનાં અંજાર (Anjar) તાલુકા સ્થિત મોમાયનગર ખાતે રહેતા જગદીશભાઇ રાજગોરની 24 વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ 19/8/2024 નાં રોજ સઘન સારવાર અર્થે કચ્છથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 21-08-202 નાં રોજ ડોક્ટરોએ જીનલને બ્રેઈન ડેડ (BrainDead) જાહેર કરી હતી. ઉક્ત અંગદાનમાં વિષેશ વાત એ હતી કે, દર્દી જીનલ અને તેનું પરિવાર કચ્છનું હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનાં દિલીપ દેશમુખ (દાદા) કે જેમની કર્મભૂમી પણ કચ્છ રહી છે તેમને કોઇક રીતે આ અંગે જાણ થતાં તેમણે સિવિલ હોસ્પિટલ આવી પોતે જીનલના પિતા સાથે વાત કરી તેમને અંગદાન વિશે સમજાવ્યા હતા.

આ પણ વાંચો - Ahmedabad : રખડતાં ઢોર અને બિસ્માર રસ્તા મામલે HC નારાજ, આ બે ઉચ્ચ સનદી અધિકારીઓને તેડું

Advertisement

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટનાં (Organ Donation Charitable Trust) પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગ્રૃત થયા છે, જેના પરિણામે જ આ બ્રેઇનડેડ દીકરી જીનલનાં પરિવારનાં નજીકનાં સગાઓમાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનનાં પ્રયાસો અને સમજણથી જગદીશભાઇ પોતાની દીકરીનાં બ્રેઇનડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઇ દીકરી કે અન્ય જરુરિયાતમંદની જિંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઇ શક્યા હતા

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : દારૂબંધી-નશાબંધી સુધારા વિધેયક મુદ્દે BJP-Congress ના આ નેતાઓ આમને-સામને!

એક લીવર, બે કિડની, બે આંખોનું દાન

અમદાવાદ સિવિલ (Ahmedabad Civil Hospital) હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું હતું કે , જીનલનાં અંગદાનથી મળેલ બે કિડની, એક લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલનાં જરુરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની M&J આંખની હોસ્પિટલમાં આઇ બેંકમાં સ્વીકારવામાં આવી હતી.

સ્કીનને જરુરિયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે

સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું કે, મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન બેંકમાં રાખી દાઝેલા કે અન્ય જરુરિયાતમંદ દર્દીમાં ગ્રાફ્ટ કરવામાં આવશે. આમ, આ અંગદાનથી કુલ 3થી 4 લોકોની જીંદગી બચાવવામાં સફળતા મળશે. તેમ જ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ. સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital) દ્વારા અત્યાર સુધીમાં કુલ 161 અંગદાતાઓ થકી કુલ 520 અંગો તેમ જ 5 સ્કીનનું દાન મળ્યું છે, જેના થકી 504 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.

અહેવાલ :
સંજય જોશી, અમદાવાદ
કૌશિક છાયા, કચ્છ

આ પણ વાંચો - Gandhinagar : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ કરી આ ખાસ રજૂઆત!

Tags :
Advertisement

.