Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરેલી જનરલ હોસ્પિટલમાં મોતિયાના કેમ્પમાં ઓપરેશન બાદ ગુમાવી આંખો, દર્દીઓ રડતા મોઢે વેદના ઠાલવી

16મી નવેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે કેમ્પમાં મોતિયાના ઓપરેશન થયા હતા. ઓપરેશન બાદ તમામ દર્દીઓને આંખમાં દુખાવો પણ થયો આંખમાં દુખાવાની સતત ફરિયાદ દર્દીઓ કરતા રહ્યા પરંતુ તબીબો દ્વારા તેમને દર્દમાં રાહત માટે ગોળીઓ આપવામાં આવી. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં તેવું દર્દીઓ જણાવી રહ્યા છે. અંતે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં તમામ દર્દીઓ જેમની આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું તેમà
અમરેલી જનરલ હોસ્પિટલમાં મોતિયાના કેમ્પમાં ઓપરેશન બાદ ગુમાવી આંખો  દર્દીઓ રડતા મોઢે વેદના ઠાલવી
16મી નવેમ્બરના રોજ જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે કેમ્પમાં મોતિયાના ઓપરેશન થયા હતા. ઓપરેશન બાદ તમામ દર્દીઓને આંખમાં દુખાવો પણ થયો આંખમાં દુખાવાની સતત ફરિયાદ દર્દીઓ કરતા રહ્યા પરંતુ તબીબો દ્વારા તેમને દર્દમાં રાહત માટે ગોળીઓ આપવામાં આવી. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં તેવું દર્દીઓ જણાવી રહ્યા છે. અંતે રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં તમામ દર્દીઓ જેમની આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું તેમને ખસેડવામાં આવ્યા.
દર્દીઓ રડતા મોઢે સ્પષ્ટ પોતાની વેદના ઠાલવી હતી અને કહ્યું હતું કે જીવનના અંતિમ પડાવ પર અમારી આંખ હવે રહી નથી. આમાં સિવિલ હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી છે અને તેની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તે જરૂરી છે.
અમદાવાદ ખસેડાયા
દ્રષ્ટિ ગુમાવી ચૂકેલા અને આંખમાં ભારે ઇન્ફેક્શન સાથે પાંચ દર્દીઓને અમદાવાદ આંખની હોસ્પિટલ  ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. જોકે તમામ દર્દીઓનું કહેવું છે કે, તેઓ પોતાની દ્રષ્ટિ ગુમાવી બેઠા છે તેમને હાલ કશું જ દેખાતું નથી મોટી ઉંમરના તમામ દર્દીઓ  વૃદ્ધાવસ્થામાં આખે ન દેખાતા લાચાર બન્યા છે. તમામનું કહેવું છે કે જનરલ હોસ્પિટલ મોરબી ખાતે મોટી સંખ્યામાં ઓપરેશન કરવામાં આવ્યા હતા અને તમામની દ્રષ્ટિ મરીજોએ ગુમાવવી પડી છે.
આરોગ્ય મંત્રીનું નિવેદન
આ ઘટના અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, શાંતા બા મેડિકલ હોસ્પિટલમાં 4 દિવસમા 17 ઓપરેશન થયા હતાં જેમાંથી 12 દર્દીઓને સુડો મોનાર્ક બેક્ટેરિયાના કારણે ઈન્ફેક્શન થયાનુ પ્રાથમિક કારણ જણાઈ રહ્યું છે. જેમાંથી બે દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. જ્યારે 6 દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ, 2 દર્દીઓને નગરી હોસ્પિટલમાં, 2 ભાવનગર અને 2 દર્દીઓને રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
દર્દીઓએ વેદના ઠાલવી
રોશનબા બેલીમ જેઓ અમરેલી લીલીયાના રહેવાસી છે. 80 વર્ષની ઉંમરે તેમની આંખે ઝામર આવતા ઓછું દેખાતા તેમણે મોતિયાનું ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું પરંતુ તેમણે ડાબી આંખની દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવ્યો છે.
તેવા જ હાલ થયા છે અમરેલીના રહેવાસી એવા શારદાબેન જેમની ઉંમર 60 વર્ષ છે તેમને પણ અમદાવાદ સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે તેઓ પણ પોતાની જમણી આંખની દ્રષ્ટિ ગુમાવી બેઠા છે.
અમરેલી ખાંભાના આશાબેન જાડેજા જેઓ 60 વર્ષની ઉંમર છે તેઓ પણ મોતિયાના ઓપરેશન દરમિયાન કેમ્પમાં જોડાયા હતા અને દ્રષ્ટિ ગુમાવી બેઠા છે. હાલ અમદાવાદ સિવિલ આંખની હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે.
અમરેલી ચલાલાના લાભુબેન ધંધુકિયા તેમને પણ વૃદ્ધાવસ્થામાં આંખ ગુમાવવાનો વારો આવ્યો છે તે સિવાય અન્ય એક પુરુષ સનાભાઇ જેમને અમદાવાદ હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એમ કુલ પાંચ મરીજોને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.