Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ સિવિલ મેડીસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટયૂટમાં વિશ્વ મહિલા દિવસની સશક્ત ઉજવણી

Ahmedabad Civil Hospital : હોસ્પિટલમાં સેવરત મહિલાકર્મીઓ માટે સાયબર સિક્યુરીટિ સેમિનાર (cyber security seminar) નું આયોજન કરાયું હતું. સાયબર ક્રાઇમ ડીસીપી (Cyber Crime DCP) દ્વારા મહિલાઓને સાયબર સિક્યુરિટી અ(CYber Security) ને સાયબર સંબંધિત ગુનાઓ અને તેની સામેની તકેદારી વિશે વિગતવાર...
03:53 PM Mar 08, 2024 IST | Hardik Shah

Ahmedabad Civil Hospital : હોસ્પિટલમાં સેવરત મહિલાકર્મીઓ માટે સાયબર સિક્યુરીટિ સેમિનાર (cyber security seminar) નું આયોજન કરાયું હતું. સાયબર ક્રાઇમ ડીસીપી (Cyber Crime DCP) દ્વારા મહિલાઓને સાયબર સિક્યુરિટી અ(CYber Security) ને સાયબર સંબંધિત ગુનાઓ અને તેની સામેની તકેદારી વિશે વિગતવાર માહિતી અપાઇ હતી. સ્પાઇન ઇન્સ્ટિટયૂટ (Spine Institute) ના ડાયરેક્ટર ડૉ‌. પિયુષ મિતલ (Dr. Piyush Mittal) દ્વારા સ્ટાફને મોટીવેટ કરાયા હતા.

8મી માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ

મહિલાઓના માન, સન્માન અને સશક્તિકરણ તેમજ સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન સંદર્ભે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ (World Women's Day) ની ઉજવણી કરાય છે. પ્રવર્તમાન સમયમાં વધી રહેલા સાયબર સંબંધિત ગુનાઓ સાયબર ક્રાઇમ (Cyber Crime) ની પ્રવૃત્તિઓથી મહિલાઓને માહિતગાર કરાવવા અમદાવાદ સિવિલ મેડિસિટી (Ahmedabad Civil Medicine) ની સરકારી ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલ (Dr. Piyush Mittal) ના નેતૃત્વ હેઠળ સાયબર સિક્યુરિટી (cyber security)સંદર્ભે સેમિનારનું આયોજન કરાયું હતું.

Ahmedabad Civil Hospital ની મહિલાઓકર્મીઓને સાયબર સંબંધિત ગુનાઓ અંગે અપાયું માર્ગદર્શન

હોસ્પિટલની મહિલાકર્મીઓ માટે અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad cyber crime) ના ડીસીપી રાજીઅન, એ.સી.પી. જે.એમ.યાદવ, અને પી.આઇ. મંજુ પટાવડા દ્વારા મહિલાઓને સાયબર સંબંધિત ગુનાઓ તેનાથી બચવાના ઉપાયો અને અગમચેતી સંદર્ભે રાખવાની તકેદારીઓ સંબંધિત વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં સેવારત મહિલાઓને આ સમગ્ર માહિતી ઉપયોગી નીવડે અને તેઓ પોતાના આસપાસની મહિલાઓને પણ આ સંદર્ભે જાણકારી આપી શકે તે પ્રમાણેનું સમગ્ર આયોજન હાથ ધરાયું હતું. હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિતલ (Dr. Piyush Mittal) દ્વારા પણ મહિલા કર્મીઓને મોટીવેટ કરવામાં આવ્યા હતા.

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - Bhavnath Mela : ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચો - Yuva MP-2024 : રાજ્યમાં પ્રથમ વખત 550 જેટલા યુવાનોને એક દિવસ માટે MP બનવાની તક, આ મુદ્દાઓ પર કરશે ચર્ચા

આ પણ વાંચો - સાયકલિંગથી મતદાતા જાગૃતિ : સાયકલ રેલીમાં સહભાગી થયેલા સર્વેને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

Tags :
AhmedabadAhmedabad civilAhmedabad Civil MedicityAhmedabad NewsGovernment Spine InstituteGujaratGujarat FirstGujarat NewsGujarati NewsVigorous celebration of World Women's DayWorld Women's Day
Next Article