ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rath Yatra પહેલા અમદાવાદ શહેર પોલીસનું મેગા કોમ્બિંગ

અમદાવાદ શહેર (Ahmedabad City) માં ભગવાન જગન્નાથ (Lord Jagannath) ની 147 મી રથયાત્રા (147th Rath Yatra) પહેલા શહેર પોલીસ (City Police) દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ઝોન પાંચ વિસ્તારની પોલીસની ટીમ દ્વારા તેમના વિસ્તારમાં ફરતા આરોપીઓ...
08:36 PM Jul 02, 2024 IST | Hardik Shah
Mega combing of Ahmedabad City Police before Rath Yatra

અમદાવાદ શહેર (Ahmedabad City) માં ભગવાન જગન્નાથ (Lord Jagannath) ની 147 મી રથયાત્રા (147th Rath Yatra) પહેલા શહેર પોલીસ (City Police) દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ઝોન પાંચ વિસ્તારની પોલીસની ટીમ દ્વારા તેમના વિસ્તારમાં ફરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં DCP ઝોન 5ની ટીમ દ્વારા કુલ 146 રાઉન્ડ અપ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad City Police

DCP ઝોન 5ની ટીમ દ્વારા તેમના વિસ્તારમાં તડીપાર કરેલા 17 જેટલા ઈસમો શહેરમાંથી મળી આવતા અટકાયત કરવામાં આવી હતી. આ સાથે DCP ઝોન 5 ના વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં તપાસના કામે અટકાયત કરવામાં બાકી 38 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે પ્રોહીબિશન-93 હેઠળ 24 જેટલા બુટલેગરો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે તેમના વિસ્તારમાં પાછા હેઠળ અટક કરેલા બે આરોપીઓની ફરી વખત અટકાયત કરવામાં આવી હતી. DCP ઝોન 5 ની ટીમ દ્વારા અન્ય અટકાયતી પગલા હેઠળ કુલ 65 ઈસમોને રાઉન્ડ અપ કર્યા હતા.

147th Rath Yatra

આ ઉપરાંત આગામી રથયાત્રા દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શહેરમાં ધોરણ 5 ની ટીમ દ્વારા છેલ્લા 10 દિવસમાં હથિયાર સંબંધિત 54 જેટલા કેસો કરવામાં આવ્યા. પોલીસની ટીમ દ્વારા ઈપીકો કલમ 279 અને એમ.વી. એક્ટ 184 હેઠળ 49 જેટલા કેસો કરવામાં આવ્યા. ઝોન 5 પોલીસે 86 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા અને 2 જુગાર સંબંધિત કેસો પણ કરવામાં આવ્યા.

અહેવાલ - પ્રદીપ કચિયા

આ પણ વાંચો - Rath Yatra : રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ અને SOG નો સપાટો, વાસણા-વેજલપુર અને મિરઝાપુરમાં કરી મોટી કાર્યવાહી

આ પણ વાંચો - Rath Yatra : આજે સરસપુરમાં ભગવાનનું ભવ્ય મામેરું ભરાશે, જાણો દર્શનનો સમય

Tags :
147th Rath YatraAhmedabad CityArrested under investigationBootleggers arrestedCity PoliceCity Police operationCriminal round-upDcpDCP Zone 5Exiled individuals detainedGambling-related casesGujarat FirstGujarat NewsIPC Section 279Law and order maintenanceLegal action against offendersLord JagannathLord Jagannath 147th Rath YatraMV Act 184 casesPolice enforcement activitiesPreventive detentionsPreventive measuresProhibition Act casesRath YatraRath Yatra NewsRath Yatra securityVehicle detentionsWeapon-related cases
Next Article