ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિવાળી દરમિયાન ઇમરજન્સી સમયે આ ડોક્ટરો ખડે પગે સેવા આપશે, જાણો તમારા વિસ્તારમાં કયા ડોક્ટર રહેશે હાજર

અહેવાલ - સંજય જોશી દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી સમયે અમદાવાદઓને તબીબોની સેવા મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરવામાં આવી છે. તહેવારોના પાંચ દિવસ દરમિયાન એટલે કે 11 નવેમ્બર થી 15 મી નવેમ્બર...
06:58 PM Nov 08, 2023 IST | Hardik Shah

અહેવાલ - સંજય જોશી

દિવાળીના તહેવારો દરમિયાન ઈમરજન્સી સમયે અમદાવાદઓને તબીબોની સેવા મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરવામાં આવી છે. તહેવારોના પાંચ દિવસ દરમિયાન એટલે કે 11 નવેમ્બર થી 15 મી નવેમ્બર સુધી અમદાવાદના 50 થી વધુ ડોક્ટરોની સેવા લોકોને મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરાઇ છે.

છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી દર વર્ષે આયોજન અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા કરવામાં આવે છે. તેથી તહેવારોના સમય દરમિયાન લોકોને ઈમરજન્સી સારવાર મળી રહે તે માટે તમામ ડોક્ટરોના સંપર્ક કરી શકાશે. આ તમામ ડોક્ટરોનો એરિયા વાઇસ સરનામું ફોન નંબર અમદાવાદ મેડિકલ એસોસિયેશનની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સાથે સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા આ સ્ટોરીમાં પણ તમામ એરિયા અનુસાર દિવાળીના તહેવાર દરમિયાન હાજર જે તબીબો રહેવાના છે તેમનું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે. તેના પરથી આપ આપના વિસ્તારના નિષ્ણાંત તબીબની સેવા લઈ શકશો.

મહત્વનું છે કે દિવાળીના તહેવાર દરમિયાન એલર્જી પોલ્યુશન એકસીડન્ટ અને દાઝી જવાના અનેક બનાવો સામે આવતા હોય છે જેના માટે આ સેવા આશીર્વાદરૂપ નીવડતી હોય છે.

આ પણ વાંચો - High Court of Gujarat : ભળતા નામના કારણે એડવોકેટ છે પરેશાન !

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAhmedabad Medical AssociationAhmedabad NewsDiwaliDiwali FestivaldoctorEmergencyGujarat FirstHospital
Next Article