Tapobhumi Book Launch: ‘પથ્થર બોલતા હૈ તપોભૂમિ ગુજરાત’નું મુખ્યમંત્રીએ કર્યું વિમોચન, મંદિરોનું વર્ણન કરતા ગ્રંથના કર્યાં ભરપૂર વખાણ
- ગુજરાતના 300 મંદિરોનું તાદૃશ વર્ણન એટલે તપોભૂમિ ગુજરાત
- અથાગ મહેનતના કારણે નિર્માણ પામ્યો છે તપોભૂમિ ગ્રંથ
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તપોભૂમિ ગ્રંથનું વિમોચન થયું
Tapobhumi Book Launch : આજે તપોભૂમિ ગ્રંથના વિમોચનમાં અનેક સંતો અને મહાનુભવો સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યાં હતાં. ગુજરાતના 300 જેટલા મંદિરોને દ્રશ્યમાન કરતા આ ગ્રંથને અત્યારે સાધુ, સંતો, મહંતો, મહાનુભવો અને લોકોએ વધાવી લીધો છે. ગુજરાત ફર્સ્ટની ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટના યથાર્થ પ્રયત્ન અને અથાગ મહેનતના કારણે આ તપોભૂમિ ગ્રંથ નિર્માણ પામ્યો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં અને તપોભૂમિ ગ્રંથને લોન્ચ કર્યો છે.
તપોભૂમિ ગ્રંથનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યુ વિમોચન
તપોભૂમિ ગ્રંથના વિમોચન વખતે પણ ખાસ વાત કરી હતી. આ ગ્રંથના ભરપૂર વખાણ પણ કર્યાં હતાં. ગુજરાતમાં મંદિરોના વિકાસ માટે ભૂપેન્દ્ર પટેલની સરકારે ખુબ સારા પ્રયત્નો કર્યાં છે અને મંદિરોને એક આગવી ઓળખ અપાવી છે. તેવી જ રીતે ‘પથ્થર બોલતા હૈ, તપોભૂમિ ગુજરાત’માં પણ ગુજરાતના 300 જેટલા મંદિરોનું અહીં તાદૃશ વર્ણન કરવામાં આવ્યું છે. જે ગ્રંથનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે.
મંદિરનો વર્ણન કરતા વિવેક ભટ્ટને આપણે જજ બનાવી દીધાઃ મુખ્યમંત્રી
પોતાના ભાષણના શરૂઆતમાં મુખ્યમંત્રીએ સૌ પ્રથમ મંચ પર બિરાજમાન સાધુ-સંતો અન મહાનુભવોને વંદન કર્યાં હતા. નરેન્દ્ર મોદીના પથ્થર બોલતા હૈ વાક્યને યથાર્થ કરવા માટે વિવેક કુમાર ભટ્ટે આ ગ્રંથ લખ્યો છે. અત્યારે મંદિરના વર્ણન કરતા વિવેક ભટ્ટને આપણે જજ બનાવી દીધા છે. ગુજરાતના આપણી ભૂમિ તપોભૂમિ છે. ગુજરાતે દરેક ક્ષેત્રમાં એવો વિકાસ કર્યો છે ક્યા પાછું પડે તેમ નથી. ગુજરાતમાં ગાંધીજીથી લઈને સરદાર પટેલ અને હવે નરેન્દ્ર મોદી જેવા મહામાનવો ગુજરાતથી મળ્યાં છે. આ ભૂમિના જ આ તાકાત છે.
આ પણ વાંચો: Tapobhumi Book Launch : તપોભૂમિ પુસ્તક દ્વારા ડૉ.વિવેક કુમાર ભટ્ટે રાષ્ટ્રને અનન્ય આહુતી આપી છે
ગિરનાર અત્યારે ધાર્મિક કહીએ કે આસ્થાનું કેન્દ્ર રહ્યો છેઃ મુખ્યમંત્રી
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ગિરનારને ખાસ યાદ કર્યો હતો. કહ્યું કે, ગિરનાર અત્યારે ધાર્મિક કહીએ કે આસ્થાનું કેન્દ્ર કહીએ એ તો છે જ પરંતુ તેનું ભવિષ્ય કહે છે કે, અહીં ગિરનારમાંથી નવા તિર્થંકરો થવાના છે.એટલે ગિરનારની તાકાત પણ ગબજની તાકાત છે.’ વધુમાં એક વાતને યાદ કરીને કે જ્યાં સુધી કોઈ સંત ગિરનારમાં માથુ ના નમાવે ત્યાં સુધી તેને સાધુની ઉપાધી નથી મળતી. આવી અનેક વાતોને ટાંકીને મુખ્યમંત્રીએ ગિરનારે યાદ કર્યો હતો.
તમે ગમે તેવા છો પણ સંતો એમનો પ્રયત્ન નથી છોડતાઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ડૉ. વિવેક કુમાર ભટ્ટના પણ ભરપૂર વખાણ કર્યાં હતાં. કહ્યું કે, આ ભૂમિમાં અનેરી તાકાત રહેલી છે બાકી પત્રકારિમાં રહેતા વ્યક્તિને શું ખબર ના હોય! અને અને ધરમમાં રહેવું, ધરમમાં આગળ વધવું કેટલું મુશ્કેલ કામ છે. આ કામ ડૉ.વિવેક ભટ્ટે કર્યું છે. આપણે તો પ્રયત્ને કરવાના. આજે અહીં ઘણાં બધા સંતો બેઠા છે. આટલી બધી કથાઓ થતી હોય, દરેક વખતે કહેતા હોઈએ તો પણ અંદરથી એક જણ પણ સુધરી જાય તો ઘણું કહેવાય. પોતાના મોઢા પર થોડા પણ કંટાળો લાવ્યા વગર ધર્મની કામ કર્યા જ કરે કર્યા જ કરે તે આ સંતોનું કામ છે. તમે ગમે તેવા છો તે એમનો પ્રયત્ન નથી છોડતા. સુધારવાનું કામ કર્યા જ કરે કર્યા જ કરે!
આ પણ વાંચો: Tapobhumi Book Launch: સનાતનનાં આધારસ્તંભ સમાન વિશ્વ પ્રસિદ્ધ સંતો હાજર
આપણે આપણી સંસ્કૃતિના પાયા પર વિકાસની મોટી ઇમારત બનાવવી છેઃ સીએમ
આ કાર્યક્રમ દરમિયાન ખાસ તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ યાદ કર્યાં અને તેમના કાર્યોને વખાણ્યાં હતા. એટલું જ નહીં પરંતુ નરેન્દ્ર મોદીનો જે સંલક્પ છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત કરવું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ એક વ્યક્તિના કારણે આજે ભારતની વિશ્વભરમાં ઓળખ થઈ છે. ભારતની હવે દરેક ક્ષેત્રમાં નોંધ લેવાઈ રહીં છે. વધુમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ હંમેશા કહ્યું કે, આપણી સંસ્કૃતિનો પાયો ના હલવો જોઈએ. કારણે કે એ પાયા પર આપણી વિરાસત ઊભેલી હશે તો તે લાંબો સમય ટકશે. તેના કારણે આજે આપણે કરી રહ્યાં છીએ વિકાસ અને વિકાસની સાથે વિરાસત!આપણે આપણી સંસ્કૃતિના પાયા પર વિકાસની મોટી ઇમારત બનાવવી છે. તેના કોઈ ચૂક ના થવી જોઇએ, તેને પકડીને આપણે આગળ વધવું છે.
ધાર્મિક સ્થળોની સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા અને સ્વચ્છતા સંકલ્પ
આ દરમિયાન ધાર્મિક સ્થળોની સ્વચ્છતા માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. જેના શબ્દો છે કે, ‘ આથી હું શપથ લઉં છું કે સૌ પ્રથમ મારાથી, મારા પરિવારથી, મારી સોસાયટી અને મારા શહેરથી સ્વચ્છતાની શરૂઆત કરીશ. ન ગંદકી કરીશ અને ન ગંદકી કરવા દઈશ. હું ધાર્મિક સ્થળો પર ગંદકી કરીશ નહીં અને ગંદકી કરવા પણ નહીં દઉં. સાથે જ પ્લાસ્ટિક, પીઓપી કે તેના જેવી અન્ય વસ્તુઓ થકી પેયજલ સ્વરુપ ઉપક્રમો જેમ કે નદી, કેનાલ અને તળાવો આદીમાં ગંદકી નહી કરું. સમયાનુકુળ શ્રમદાન કરીને સ્વચ્છતાનો અભિગમ ચરિતાર્થ કરીશ.’